SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે. ] રસગરને જન્મ અને વૃદ્ધિ. રા પોતે હાથમાં યષ્ટિનું અવલંબન કરી જાણે ભવસાગરને તરતા હોય તેમ મંદ મંદ ચાલવા લાગ્યા. કેટલાક દેવતાઓ ઇંદ્રની આજ્ઞાથી મયૂર, ઘોડા અને હાથીનાં રૂપ લઈ પ્રભુને રમાડવા લાગ્યા. પ્રભુ કે સંસારથી વિરક્ત હતા, તથાપિ માતાપિતાને અને દેવતાઓને હર્ષ પમાડવા માટે જ એવી બાળકીડા કરતા હતા. સારી બુદ્ધિવાળા સગરકુમાર માતાપિતાની પ્રસન્નતાને માટે ગુરૂ પાસેથી સંતોષપૂર્વક અનુક્રમે સર્વકળાઓ શીખ્યા. સુવર્ણ જેવી કાંતિવાળા, પૃથ્વીમાં આભૂષણરૂપ અને વિકરવર ઉત્તમ લક્ષણેથી લક્ષિત એવા તે બને કુમાર યૌવનવયને પ્રાપ્ત થયા. વયમાં સાડાચારસો ધનુષ ઊંચી કાયાથી અને નિઃસીમ રૂ૫ લાવયથી શોભતા તેઓ જગતને હર્ષ આપવા લાગ્યા. પિતાને ભેગફળ કર્મ ભેગવવાનું છે એવું જાણુને પ્રભુ માતાપિતાને હર્ષ આપવા માટે રાજકન્યાઓ સાથે પરણ્યા. કર્મનું ફળ બળવાનું છે. કળાઓના આધાર સગરકુમાર તારાઓમાં કળાધર ચંદ્રની જેમ પિતાને ખુશ કરવા માટે ઘણી રાજકન્યાઓ સાથે પરણ્યા. દેવતાઓએ કરાતી સેવાવડે સમાધિયુક્ત એવા પ્રભુએ અનુક્રમે અઢાર લાખ પૂર્વ કુમારપણામાં ઉલ્લંઘન કર્યો. પછી પુત્રવત્સલ જિતશત્રુ રાજાએ તેમને પૂર્ણ ગુણવાનું જાણુને જોકે તેઓ ઇચ્છતા નહતા તથાપિ રાજયપર બેસાર્યા અને મેટી બુદ્ધિવાળા સુમિત્ર યુવરાજ જિતશત્રુ રાજાની આજ્ઞાથી પિતાના પુત્ર સગરને પિતાની પદવી ઉપર નીમ્યા. પછી રાજા જિતશત્રુઓ અને સુમિત્રે બીજા અનેક રાજાઓની સાથે ધર્મઘોષ ગુરૂની પાસે દિક્ષા લીધી. સુરાસુરોથી અજિત અને સુરસેવિત અજિતરાજ જગતનું પાલન કરતાં રાજય કરવા લાગ્યા. યુવરાજ સગરકુમાર રાજાની આજ્ઞાથી ઘણા દેશને સાધી થોડા વખતમાં વિજય મેળવી આવ્યા. પ્રભુ રાજય કરતા હતા તે વખતે દેશ બધામાં સાત પ્રકારની ઈતિ અને કોઈ પ્રકારની ભીતિ રહી જ નહીં. સુષમકાલની જેમ સર્વ લેક સુખે રહેવા લાગ્યા. પ્રભુએ ત્રેપનલાખ પૂર્વસુધી રાજ્ય કરીને વ્રતની ઇચ્છાએ ભેગનીય કર્મ ખપાવ્યું. એક વખતે વસંતઋતુમાં લેકેના આગ્રહથી પ્રભુ અંતઃપુરની સાથે ઉધાનમાં ગયા. તે વખતે એ વન કોકિલાના કેલાહલથી અને ભ્રમરાઓના ગુંજારવથી જાણે પોતાની શોભા બતાવવાને પ્રભુને બેલાવતું હોય તેમ દેખાતું હતું, વૃક્ષના ઊંચા શિખરેથી પ્રભુને જતું હોય તેમ જણાતું હતું, પ્રભુનાં દર્શનથી ખીલેલી કળિઓ ૧ લાકડી. ૨ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉદર, તીડ, સુડા, દેશી લોકોને બળ અને શત્રુને હુમલો-એ સાત ઈતિ કહેવાય છે. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy