SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૬ ઠ્ઠો. ] પટઘાષણા, રાજાને ચળાવવાનો ઉર્વશીનો પ્રયત્ન. ૨૨૯ આવેા રાજાના નિશ્ચય સાંભળી હૃદયમાં ચમત્કાર પામી માયાવચનના પ્રપંચમાં ચતુર એવી ઉર્વશી મધુરવાણીએ બેાલી, “હે નાથ ! તમે આવું માનુષ્ય, આવું રૂપ અને અખંડિત રાજ્ય-તપાદિક ક્લેશથી શામાટે વિડંબિત કરેછે? ઇચ્છાપ્રમાણે સુખ ભોગવે. ફરીવાર આવેા માનુષ્યભવ કર્યાં ! આવું રાજ્ય જ્યાં ! અને આવા સદ્ભાગ પણ યાં ! માટે આજે તેનો ઉપભોગ નહીં કરાતા યછી તમને પશ્ચાત્તાપ થશે ” તપાવેલાં સીંસાને કાનમાં ક્ષેપન કરવાં જેવાં આવાં તેનાં વચને સાંભળી સૂર્યયશા અંદરના દાહને સૂચવતી વાણીવડે એક્લ્યા. “ અરે ધર્મનંદાથી મિલન અધમ સ્ત્રી ! આ તારી વાણી વિદ્યાધરાના કુળાચારને જરાપણ ચેોગ્ય નથી. જેમાં જિનપૂજાર્દિક તપનો વીકાર થયેલા નથી એવા તારાં સર્વે ચાતુર્યને, તારાં રૂપને, તારા કુળને અને તારી વયને ધિક્કાર છે. માનુષ્ય, રૂપ, આરોગ્ય અને રાજ્ય એ સર્વ તપથીજ મળેછે, તે તેવા તપને કયે કૃતજ્ઞ કુળદીપક પુરૂષ આરાધે નહીં ! ધર્મના આરાધનથી દેહને કાંઇપણ વિડંબના થતી નથી, પણ ધર્મવિના કેવળ વિષયેાથીજ વિડંબના થાયછે; માટે યથેચ્છરીતે ધર્મ કરવા. કેમકે ફરીને આ માનુષ્યભવ, રાજ્ય અને ભેગ ક્યાં મળવાનાં છે ? તેથી જે ધર્મ ન કરે તેને પશ્ચાત્તાપ થાય, મને શેને પશ્ચાત્તાપ થાય. અષ્ટમી અને ચતુર્દશીએ મૃગ, સિંહ અને સર્પનાં બચ્ચાં પણ આહાર લેતાં નથી, તે હે મુગ્ધા ! હું શીરીતે આહાર ગ્રહણ કરૂં ? જેનાથી સર્વ ધર્મના નિબંધનરૂપ' પોઁરાધન થતું નથી તેમના ડહાપણને ધિક્કાર છે અને તેમનું માનુપણ વૃથા છે. શ્રી યુગાદીશ પ્રભુએ બતાવેલું આ ઉત્તમપર્વ, કંઠે પ્રાણ આવે તાપણું હું તપારાધનિવેના વૃથા જવા દઈશ નહીં. હે ખાળા ! મારૂં રાજ્ય જા અને પ્રાણને પણ ક્ષય થાએ તથાપિ આ પર્વારાધનથી હું જરાપણ ભ્રષ્ટ થઈશ નહીં. ’’ સૂર્યયશાનાં આવાં ક્રોધાકુળ વચને સાંભળી ઉર્વશી માહ માયા કરતી બાલી, “ હે સ્વામી ! પ્રેમરસમાં મગ્ન એવી મેં તમારા શરીરને કલેશ ન થાય એવું ધારીને આ વચને કહ્યાં હતાં, તેથી આ ક્રોધ કરવાના અવસર નથી. અમે અંતે બહેનેાએ પિતાનાં વાકયથી વિમુખ થઈ, સંસારની વિડંબનાને લીધે કાઈ વ ંદાચારી પતિને પૂર્વથીજ પસંદ કર્યાં નહેાતા; પૂર્વ કર્મના પરિપાકથી હમણા તમને વર તરી કે કબૂલ કર્યો, પરંતુ તેથી તે। અમારૂં સર્વે સંસારસુખ અને શીળ બંને એક સાથે ચાલ્યાં ગયાં. જો સ્ત્રીપુરૂષના ચાગ પરપરને સ્વાધીન હાય તાજ તે દંપતીને કામદેવસંબંધી સુખ મળેછે, નહીંતા દિવસ અને રાત્રિના ચાગની જેમ વિડંબના માત્ર છે. હે સ્વામી ! પૂર્વે તમે શ્રી ઋષભભ ૧ કારણ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy