SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪. શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. ગિરિ ઉપર શ્રીઅર્હતના પ્રાસાદો થયા. ચક્રવર્તીએ એવી રીતે ત્યાં પાપને હરનારું તીર્થે સ્થાપીને પૂર્વની પેઠે પૂજન, ઉત્સવ અને દાનાદિક અતિ હર્ષથી કર્યો. વૈભારગિરિપર જનારા પ્રાણીઓને નિત્ય ચક્રવર્તીપણાની અને ઇંદ્રની લક્ષ્મીઓ કિંકરી થઇને ગૃહના આંગણામાં રમે છે અને મુક્તિસુખ પણ તેનાથી દૂર રહેતું નથી. એ વૈભારગિરિનું તીર્થણ વિગેરે અનર્થને હરનારું, ભવવારિધિથી તારનારું અને બહુ તીર્થની યાત્રાના ફળને આપનારું છે. એવી રીતે સંઘપતિને યેગ્ય એવું સર્વ કાર્ય કરી ચક્રવત્તએ માગધપતિને વિદાય કર્યો. અને પોતે સુર, અસુર અને સંઘની સાથે પ્રયાણ કરતા કેટલેક દિવસે સમેતશિખરે આવ્યા. ત્યાં પણ ભરતની આજ્ઞાથી વિશ તીર્થકરોના પ્રાસાદની શ્રેણિ વધ્વંકિએ ક્ષણવારમાં કરી. અને પૂર્વની પેઠે જિનેશ્વરે અને ગણધર મુનિઓની પૂજા કરીને ભારતે વાચકોને ઈચછાથી અધિક દાન આપ્યાં. આ સમેતશિખરનું તીર્થ સર્વ પાપને ભેદનારૂં છે; અને એકવાર પૂજવાથી પણ પરાત્પરપદને આપે છે. તે તીર્થમાં આઠ દિવસ રહી પછી પોતાની નગરીનું સ્મરણ થતાં પવિત્ર દિવસે સૈન્યસહિત પિતાની નગરી તરફ ચાલ્યા. અનુક્રમે કેટલેક દિવસે ભરતચક્રી અયોધ્યાની પાસેના નંદનવન જેવા ઉઘાનમાં આવી પહોંચ્યા. શ્રીભરતેશ્વરને આવેલા સાંભળી સૂર્યયશા હર્ષથી મહાગીને પણ ઉલ્લંઘન કરે તેવી રીતે દેડીને સામે આવ્યું અને ચક્રવર્તીનું દર્શન થતાં તેમના ચરણતોલે આળોટી પડ્યો. તેને બેઠે કરી ચક્રીએ આનંદવડે આલિંગન કર્યું. સૂર્યપશાની સાથે આવેલા પુરજનોમાંથી કોઈને સ્મરણથી, કોઈને વાણીથી અને કોઈને દૃષ્ટિથી ભરતે અભિનંદન કર્યું. નગરની અંદર ચંદન અને કેશરને છંટકાવ થવા લાગ્યા અને તેના ચેકમાં વિચિત્ર પુષ્પોના રાશિ પડવા લાગ્યા. ઘેર ઘેર ફળવડે ઉજજવળ કદલીતંભ રોપાણું અને કલ્પદ્રુમના કોમળ પલનાં તારણે બંધાણ. જાણે નિધિઓ પિતાના સ્વામીને પ્રાપ્ત થઈ અધિક રૂપવંત થયા હોય તેમ મહેલનાં શિખર ઉપર સુવર્ણમય કળશે ચળવા લાગ્યા. પ્રત્યેક દિવાલ ઉપર રહેલા ચંદ્રમંડળ જેવા દર્પણેથી જાણે વિનીતાનગરી પિતાના સ્વામીને હજારે મુખે જેતી હોય તેમ જણાવા લાગી. મહારાજા ભરતના આવવાથી વિનીતાનગરી અદ્દભુત ઉલ્લોચ, માંચા, અને ફુવારાઓની શોભાથી જાણે સ્વર્ગપુરી હોય તેવી દેખાવા લાગી. પછી સૂર્ય જેમ પૂર્વાચલપર આરૂઢ થાય તેમ ચક્રવર્તી બહુ ઉત્સાહથી ચંદ્રકાંત ૧ ભવસમુદ્ર. ૨ મોક્ષપદ. ૩ ઢગલા. ૪ કેળના થાંભલા. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy