SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. પ્રાપ્તિ કરાવવામાં જામિનરૂપ છે, હે ચક્રવર્તો ! આ નદીમાં હેના દ્રઢાસંબંધી ચરિત્ર સાંભળો કે જેના પવિત્ર જળના સ્પર્શથી શાંતનુ રાજાના પુત્રો સુખ પામ્યા હતા. “ આ ભરતક્ષેત્રમાં શ્રીપુરનામે નગર છે. તેમાં શત્રુને ત્રાસ આપનાર શાંતનુ નામે રાજા હતા. તેને સુશીલા નામે રાણી હતી. એક વખતે સુશીલાએ સ્વમમાં ધૂંસરવોં ધૂમકેતુ જોયા. તે સ્વમવાર્તા પેાતાના પ્રિયપતિ શાંતનુને કહી. અનુક્રમે તે સ્વમને અનુરૂપ એવા પુત્ર થયા. તે પુત્રના જન્મ થતાંજ રાજ્ય-લક્ષ્મીનું મુખ્ય અંગ હાથીઓનું સૈન્ય ક્ષય પામી ગયું. પુનઃ ૬ઃસ્વને અનુસારે તેને બીજો પુત્ર થયા. તેની ગર્ભોત્પત્તિથીજ અશ્વસેનાના ક્ષય થઈ ગયા. તેવી રીતે ત્રીજો પુત્ર થતાં જીવવધથી ધર્મની જેમ અને લેભથી સર્વે ગુણની જેમ સર્વ સંપત્તિના નાશ થઈ ગયો. ચોથા પુત્રની વાર્તા સાંભળતાંજ તેના શત્રુઓએ અપાર સૈન્યથી શ્રીપુરનગરને ઘેરી લીધું. તે વખતે જેના કાશ દંડ' ક્ષીણ થઈ ગયેલા છે એવા શાંતનુ રાજા રાણી સુશીલા અને પુત્રોને લઇ કોઇ સ્થાને નાશી ગયા. નીલ, મહાનીલ, કાલ અને મહાકાલ નામના તે ચારે પુત્રો સાતે બ્યસન સેવનારા થયા. ધૂત, માંસ, મદિરા, વેશ્યા, ધારી, મૃગયા અને પરસ્ત્રીમાં પ્રીતિ એ સાત વ્યસના કહેવાય છે. ખીજાં સર્વ વ્યસના એક શ્રુતમાંથી ઉત્પન્ન થાય છે તે માટે બંને લેાકનું અહિત કરનારા દ્યુતને છેાડી દેવું. તથી, ધન, યશ, ધર્મ, બંધુવર્ગ અને કુળના ક્ષય થાય છે, તેમજ દુઃખના સમૂહને આપનારી તિર્યંચ અને નરકની ગતિ પ્રાપ્ત થાય છે. જે શીવ્રતાથી નરકમાં જવા ઇચ્છતા હોય, ‘સ’એટલે તે પ્રાણી ‘માં’ એટલે મને ભજે, એ પ્રમાણે જે ‘માંસ' શબ્દ પેાતાના નામથીજ કહે છે, તે માંસના દૂરથીજ યાગ કરવા. જે દુષ્ટ બુદ્ધિવાળા માનવા જિન્હાવાદના રસથી સદા માંસ ભક્ષણ કરે છે તે શિયાળ શ્વાન્ અને પિશાચ જેવા મનુષ્યોને નરકગામી જાણવા. મદ્ય છે તે અનર્થનું મૂળ છે, મતિ, શાંતિ તથા યશને હરનારૂં છે, અને માતા કે ભાર્યાનું પણ ભાન ભૂલાવનારૂં છે; તેવા મને કયા દક્ષ પુરૂષ સેવે? બે લેકના વિધાત કરનાર પરદ્વારાના આદર ત્યાગ કરવા ચાગ્ય છે. વળી નિરંતર પાપને વશ રહેનારી વેશ્યા તા જરા પણ પ્રીતિ કરવા ચાગ્ય નથી. આ લેકમાં પ્રત્યક્ષ રીતે વધ, બંધનાદિ કરનારી અને પરલેાકમાં નરકને આપનારી એવી ચૌર્યવૃત્તિ સત્બુદ્ધિવાળા પુરૂષે તજી દેવી. ચારી કરવાથી આ લાકમાં કહ્યું, નાસિકા, નેત્ર અને હાથ પગને પીડા થઈ પડે છે, અર્થાત્ રાજ કે હાથ પગ કપાવી નાખે છે. અને પરલેાકમાં ચંડાળ કુળમાં જન્મ થાય છે. ૧ ભંડાર વિગેરે. ૨ જાગતું. ૩ શિકાર. કાન, નાક, For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy