SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો. ] મહાપ્રાસાદની ભવ્ય પ્રતિષ્ઠા અને ભરત ચક્રીની સ્તુતિ. ૧૮૫ આઠ અંગ એવાં રચેલાં છે કે જે અષ્ટ કોને નાશ કરવાને પ્રવર્તે છે. શત્રુંજ્યના “શિરેરલ, શ્રીનાભિરાજાના કુળમાં સૂર્યરૂપ અને સ્વર્ગ તથા મોક્ષપ્રાપ્તિના વ્યા“પારના મૂળકારણભૂત હે વિભે! તમને નમસ્કાર છે. હે નાથ ! જેમ રતથી સુવર્ણ “અને તેજથી સૂર્ય, તેમ તમે આ શત્રુંજયતીર્થને અલંકૃત કરેલું છે. તે અન! “હું સ્વર્ગસુખને મોક્ષને કે માનવ લક્ષ્મીને માગતું નથી, પણ તમારાં ચરણકમળ “સદા મારા હૃદયમાં વસે એવી યાચના કરું છું.” આ પ્રમાણે ભક્તિથી પ્રભુની સ્તુતિ કરી ભરતે મુગટથી ભૂમિપીઠને સ્પર્શ કરી પંચાંગ પ્રણામ કર્યો. પછી પ્રથમતીર્થંકરની માતા અને આ વીશિમાં પ્રથમ સિદ્ધ થયેલા શ્રીમરૂદેવની પૂજા કરી તેમની સ્તુતિ કરવા માંડીઃ “જે કપાતત્પર માતાએ પ્રથમ અવતાર લઈ આ વિશ્વને અંતરંગ શત્રુઓથી પરાભવ પામતું જેઈ સર્વ જગતને અભય આપનાર જગત્પતિ ભગવંતને પોતાના ઉદરમાં ધારણ કર્યા, તે માતા મરૂદેવાને હું બહુવાર નમસ્કાર કરું છું. જેમણે અક્ષય સુખમય મોક્ષમાં નિવાસ કરેલ છે, જેઓ ચિટૂપપણાથી સર્વ જગતને રવભાવ જાણે છે અને જે કાતિશય અહંત પ્રભુરૂપ મતીને ધરવામાં છીપ જેવાં છે તે ભગવતી ગિનીરૂપ મરૂદેવાને મન વચન કાયાથી નમસ્કાર કરું છું. જગતમાં જેના જેવી કાઈ બીજી પરમપરાયણ નારી નથી કે જેણે ગજેંદ્રપર બેસીને પિતાના અંતઃશત્રુઓને હણ્યા અને જે બહુ વાત્સલ્યભાવને લીધે પિતાના પુત્રનું સુખ જોવાને માટે અગ્રેસર થઈમેક્ષમાં પધાર્યા છે, તે માતાને હું પ્રણામ કરું છું. હે માતા ! ભૂમિનું આભૂષણ, સર્વે વરતુના ભાવને જાણનારાં અને ગીથરી એવાં તમે જે ન થયાં હેત તો આ પ્રભુ જિનેશ્વર ક્યાંથી થાત ? આ જગતને વ્યવહાર કયાંથી બંધાત ? બેધિલાભ કયાંથી મળત અને જ્ઞાન, મોક્ષની પ્રાપ્તિ તેમજ અંતરીને નાશ શી રીતે થાત ? હે દેવિ ! તમારા ચરણનખનાં કિરણોથી મારું સર્વ અજ્ઞાનતમ લય પામી જાઓ! હે માતા ! આ વિશ્વગુરૂ શ્રી આદિનાથ પ્રભુની ઉત્પત્તિના પણ તમે કારણ છે, તેની હું તમને સ્તવું છું, નમું છું અને ચિંતવું છું. દેવતાઓએ સેલ ગિની અને જગદીશ્વરી આ જગદીશજનની મરૂદેવા મારું નિત્ય મંગળીક કરો.” આ પ્રમાણે સ્તુતિ કરી મોટા મનવાળા ભરત આર્ય બ્રાહ્મીના ચૈત્યમાં આ વ્યા. ત્યાં તેની પૂજા કરી સ્તુતિ કરવા માંડી. “જે સર્વ વિશ્વની સ્થિતિને જાણનારા છે, જે ગિનીઓથી પણ ધ્યાન કરવા ગ્ય છે, જે સ્થિરસ્વભાવી, ભવભયને હરનારા અને ભક્તોને તારનારા છે, જે દિવ્યાદિવ્ય શક્તિવાળા સુરનરથી પૂજિત અને મંત્રસ્વરૂપી છે, તેવાં વિશ્વમાતા શ્રીયુગાદીશપુત્રી બ્રાહ્મી મને સુખ આપે. ૨૪ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy