SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ શત્રુંજય માહા. [ ખંડ ૧ લે. એટલે ભરતે તેને નામરકાર કર્યો. માટી ભક્તિવડે યક્ષકદમવડે પાદુકાપર વિલેપન કરી પારિજાત અને ગુલાબનાં પુષ્પોથી તેની પૂજા કરી. પછી સાક્ષાત્ જ્ઞાનવડે ઉજવળ પ્રભુને મનમાં ચિંતવી તે પ્રભુના ચરણના પ્રતિરૂપકને તેણે પ્રણામ કર્યો. પછી ઇંદ્ર માધુર્યથી અમૃતને પણ તિરરકાર કરે તેવી વાણવડે ચક્રવર્તીને આનંદ સહિત કહ્યું, “કાળના વશપણાથી મનુષ્ય ઉત્તરોત્તર હનગુણવાળા થતા જાય છે, તેથી આ ગિરિપર પ્રભુની મૂર્તિવિના કોઈ કદિ પણ શ્રદ્ધા કરશે નહીં. પ્રભુના ચરણથી પવિત્ર થયેલે એવો આ ગિરિજ તીર્થ છે, તે પણ લેકની પવિત્ર વાસના વધવાને માટે અહીં શ્રીજિનેશ્વરનો એક પ્રાસાદ થવો જોઈએ. જે જે તીર્થકરોની જ્યારે જ્યારે સ્થિતિ હોય, ત્યારે ત્યારે અહીં તે તે તીર્થકરોની મૂર્તિઓ થયા કરે છે. તેથી અધુના શ્રીગષભસ્વામી આદિ તીર્થકર વર્તે છે માટે તેમની મૂર્તિસહિત અહીં વિનીતા નગરીના ચયના જેવું એક ચૈત્ય કરાવે. અથવા જેમ બાહુબલીએ તક્ષશિલાપુરી વસાવી, ત્યારે ચોરાશી મંડપથી મંડિત એ એક પ્રાસાદ કરાવ્યો છે તે અહીં એક જિનપ્રાસાદ કરાવે. આવાં ઇંદ્રનાં વચન સાંભળી ચક્રવર્તીના હૃદયમાં વિશેષ શુભ વાસના પ્રગટ થઈ. તેથી તત્કાળ સમયશાએ બતાવેલાં ચૈત્ય પ્રમાણે એક ચૈત્ય કરવાને વર્દકીરતને આજ્ઞા કરી. દિવ્ય શકિતવાળા વકીએ સ્વલ્પ સમયમાં ભરતની આજ્ઞાથી મણિરલવડે ગેલેક્યવિભ્રમ નામે એક પ્રાસાદ બનાવ્યું. તેની પૂર્વદિશામાં ભુવનના વિસ્તારી છત્ર હોય તેવા સિંહનાદ પ્રમુખ એકવીશ મંડપ રચ્યા. દક્ષિણ દિશામાં ભદ્રશાલ પ્રમુખ, પશ્ચિમ દિશામાં મેઘનાદ પ્રમુખ, અને ઉત્તર દિશામાં શ્રીવિશાળ પ્રમુખ એકવીશ એકવીશ મંડપ રચ્યા. તે રાશી મંડપ રમાણિક્યના કિરણોથી આકાશને વિચિત્ર કરતા હતા. તે પ્રાસાદ એક કોશ ઊંચે, બે કોશ લાંબે, અને એક હજાર ધનુષ્ય પહોળો હતો. ચક્રવર્તીના યશથી પૂર્ણ એવી દિશાઓના હાસ્ય હોય તેવી મણિમય તરણની માળાઓ ચારે દિશાઓમાં શોભી રહી હતી. લાખો ગેખ, રતમય વેદિકા, અને અનેક અટારીઓ તેની આસપાસ ભી રહી હતી. તેની મને ધ્યમાં પ્રભુની ચતુર્મુખવાળી રસમય મૂર્તિ સેંકડો સૂર્યની પ્રજાના પુજની જેવી ચળકતી હતી. તેની બંને બાજુએ અધિક કાંતિવાળી ચક્રીના ગુરૂ શ્રી પુંડરીક ગણધરની અદ્દભુત મૂર્તિઓ ગોઠવી, તથા કાર્યોત્સર્ગ રહેલી પ્રભુની મૂર્તિ અને તેની બંને પડખે ખળું ખેંચીને રહેલી નમિ અને વિનમિની મૂર્તિ પણ કરાવી. એક બાજુ ત્રણ પ્રકારની મધ્યમાં રહેલા કેવળજ્ઞાની-ચતુર્મુખ પ્રભુ ધર્મતત્ત્વની દેશના ૧ ગઢ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy