SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મે. ] ચિલણ સરોવર, લક્ષ્મીવિલાસ વન. ૧૯ એવું તે સરોવર જોઈ લેકનું મન વિશ્રાંત થયું તે સરોવરનાં નિર્મળ જળને વારંવાર સ્વાદ લેતા સંધાળુઓ તેવા રસવગરના જળથી પણ એવા આનંદને પા મ્યા કે સુધાસ્વાદમાં પણ તેવો આનંદ પામતા નહીં. સંઘર્લોકોના આગ્રહથી ચિહ્નણ મુનિએ તપશક્તિથી એ સરોવર બનાવ્યું, તેથી તેનું ચિલ્લણસરોવર એવું નામ પ્રખ્યાત થયું. આ તીર્થમાં સંઘના વાક્યથી પ્રૌઢ તપસ્વી મુનિએ એ સર્વોપકારી સરવર કરેલું છે, તેથી તે ઘણું પવિત્ર ગણાય છે. આ સરોવરના દર્શનથી, સ્નાનથી, પાનથી અને તે જળવડે પ્રભુને સ્નાનાભિષેક કરવાથી સર્વ પાપને નાશ કરનારી શુદ્ધિ થાય છે. એના જળથી સ્નાન કરી જે પ્રભુના ચરણનું પ્રક્ષાલન કરે તે પુરૂષ એકાવતારી થઈ મુક્તિને પામે છે. પછી તે સરેવરના જળનું પાન કરી સાવધાન થયેલ અને તેના શીતળ પવનવડે વિશ્રાંતિ પામેલે જનસમૂહ સુખેથી પ્રથમ શિખર ઉપર ચડે. ઉત્તર તરફ ઉપર ચડતાં ચડતાં ચક્રવર્તીને પથિકજનના પરિતાપને હરનારાં વૃક્ષોથી શોભિત અને એક જન લાંબું વાપિકા અને કુંડથી - ડિત લક્ષ્મીવિલાસ નામે એક નંદનવન જેવું વન જેવામાં આવ્યું. ઉત્તર દિશાની મુખશોભામાં કસ્તુરીના તિલક જેવું તે સુંદર ઉદ્યાન જોઈ શક્તિસિંહે ભરતને કહ્યું, “સ્વામી ! જુઓ, આ અંધકાર જેવી નીલવૃક્ષની શ્રેણી જાણે ગિરિરાજની ઈંદ્રનીલમણિની કટિમેખલા હોય તેમ કેવી સુંદર જણાય છે! વળી આ વૃક્ષશ્રેણું પુષ્પોને ગુણગ્ય અને નિર્મળ જાણે પિતાના મસ્તક પર ધારણ કરતી હોય તેવી દેખાય છે. બાકાયુક્ત વષકાળના મેઘની જેમ પુષ્પોની શ્રેણયુક્ત આ વન કોના તાપને નથી હરતું? જુઓ આ વન પિતાનાં શ્વેત પુષ્પોના ગુચ્છથી આકાશને સો ચંદ્રવાળું કરે છે. ભમરાના સમૂહે એને શબ્દમય કરી દીધું છે. તીવડે ગુંથેલે ગિરિવરની લક્ષ્મીનો કેશપાશ હોય તેવું આ નીલવણું ઉઘાન ખીલેલાં પુષ્પોથી શોભી રહેલું છે. જુઓ ! આ કલ્પવૃક્ષો પાથજનને મનઃકલ્પિત દાન આપવાથી અને આ છાયાવૃક્ષ છાયા આપવાથી પિતાનાં નામને સાર્થક કરે છે. આ તર કદલીવૃક્ષે સૂર્યના કિરણવડે તપેલા પાંચજનને ઝરણાના જળથી ભરેલાં પિતાનાં પાંદડાંથી વીંજે છે. મૂળથી માંડીને શાખાપર્યત ફળેલાં આ ફનસનાં ઝાડ લોકોને તીર્થસેવાનું ફળ બતાવતાં હોય તેવું જણાય છે. આ નાગરવેલથી વીંટાએલાં સેપારીનાં વૃક્ષ કિનારાને લતા વીંટવાની કલા શીખવે છે. અશેક, ૧ અત્યારે છ ગાઉની પ્રદક્ષિણામાં ચલણતલાવડી (કે જેને ચંદન તલાવડી કહે છે) આવે છે તે આ સરોવરને ભાગ હોય એમ જણાય છે. ૨ બગલા. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy