SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૪ થો. ] બહુબલિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. ૧૫૯ પણ નહીં ચલાવવાથી, જાનુસુધી બે ભુજા લંબાયમાન કરી રાખવાથી, સર્વે આવાના નિરોધ કરવાથી અને ચિત્તપ્રાણને ગેાપવવાથી વિશેષપણે શે।ભતા હતા. એ બાહુબલિ પર્વતની પેઠે સર્વ ઋતુના દાખથી અદૂષિત હતા. રાગ અને દ્વેષવડે ચેાગી જેમ અલિપ્ત રહે તેમ તાઢ, તડકા અને જળથી તેની મૂર્ત્તિ નિર્લેપ હતી. પરસ્પર જાયાદિ વૈર ધરાવનારા જીવા પણ સહેાદરની પેઠે એકઠા થઈ તેના આશ્રિત થઈને રહેતા હતા. તેના મરતક, દાઢી, મુછ અને ભુજા વિગેરેમાં પક્ષીઆએ માળા કર્યા હતા. એ મુનીશ્વર કર્મલતાથી મુક્ત થઈને અરણ્યલતાથી વીંટાયા સતા શે।ભતા હતા. મેગિરિની જેમ વનના સમૂહથી યુક્ત, અધિક કાંતિવાળા અને મધ્યભાગે અલભ્ય હતા'. સુજનના મનને દુર્જન પુરૂષની જેમ તીક્ષ્ણ મુખવાળા દર્ભીપુર જળથી વૃદ્ધિ પામી, ચરણતળમાં પેશીને તેના શરીરને ભેદી નાખતા હતા. રાગ દ્વેષને જીતનાર અને સર્વપર સમાન ભાવ રાખનાર એ મુનિપતિએ હૃદયકમળમાં જિનપતિનું ધ્યાન ધરી, મત્સર બુદ્ધિને ત્યાગ કરી, એક વર્ષસુધી કાયાત્સર્ગે રહીને પેાતાનાં ધાતીકમૅને દહન કરી દીધાં. બાહુબલિને કેળવજ્ઞાન ઉત્પન્ન થવાના સમય આવ્યેા છે, પણ તેમાં માન દૂષણ કરનાર છે, એવું જાણીને ભગવાન શ્રીયુગાદિ પ્રભુએ તેને બેધ કરવાને માટે ખીજા શિષ્યાની સાથે મહાસતી બ્રાહ્મી અને સુંદરીને તે નિવૈર વનમાં મેાકલ્યાં. તે બંને વ્હેને અનુક્રમે ત્યાં આવી અને વાદળામાં ઢંકાયલા સૂર્યની પેઠે લતાવલ્લીઆથી વીંટાયેલા તે બહુબલિને જાણી તેમને વંદના કરી. પછી પ્રભુનાં વચને આદરપૂર્વક ઊંચે સ્વરે કહેવા લાગી. “હે ભ્રાતા ! જગત્પતિ ભગવંતે પડછંદાની જેમ અમારા મુખે તમને કહેવરાવ્યું છે કે ‘ જે પુરૂષા ગજેંદ્ર ઉપર ચડે, તેને શું જ્ઞાન પ્રાપ્ત થાય ? માટે પેાતાના વૈરી જેવા તે ગજેંદ્રને ત્યાગ કરી ' તેથી અને કહીએ છીએ કે હું યુગાદી પ્રભુના પુત્ર બાહુબલિ ! એ તરૂણ ગજેંદ્ર ઉપરથી ઉતરી જાઓ. હે બાંધવ ! તમે મેહ કેમ પામે છે. માહુને દૂર કરી અને બોધીને પ્રાપ્ત કરી. ’ આ પ્રમાણે કહીને બંને ભગવતી પ્રભુની પાસે ગઈ. તેમનાં વચને સાંભળીને બાહુબલિ તે વચનેાના તત્વને વિચારવા લાગ્યા. “આ સાધ્વીઓ મારી સહેાદરા (મ્હેના) છે અને શ્રીયુગાદિ પ્રભુની શિષ્યા છે. તે કઢિ પણ અસત્ય બેલે નહીં પણ અહીં ગજેંદ્ર કયાં છે! સાત અંગવાળું સમસ્ત રાજ્ય છેડીને હું કાઉ ૧ ફરતી વીંટાયેલી લતાએથી વન જેવા, દેહવડે કાંતિવાળા અને ગંભીર હાવાથી મળ્યુંભાગે ( હૃદયમાં) અલભ્ય હતા. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy