SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્ર તેને પ્રક્રિયાની ઉપર નવ જી ૧૫૬ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લે. બલિની સમીપે આવ્યું અને તેને પ્રદક્ષિણા કરીને પાછું ચક્રવર્તીના હાથમાં પ્રાપ્ત થયું. કારણ કે, ચક્રવર્તીના સામાન્ય ગોત્રી ઉપર પણ ચક્ર પ્રવર્તતું નથી, તે તદ્દભવસિદ્ધિવાળા બાહુબલિ જેવા પુરૂષપર તે કેમજ પ્રવર્ત! પછી બાહુબલિએ અત્યંત ક્રોધાયમાન થઈને ચિતવ્યું કે, “ચક્રને તેના રક્ષક એક હજાર ચક્ષોને અને આ અન્યાય કરનારા તેના અધિપતિને હવે તો એક મુષ્ટિના ઘાથી ચૂર્ણ કરી નાખું.” આવું ચિંતવી કલ્પાંતકાળે છડેલા ઇંદ્રના વજ જેવી ક્રૂર મુષ્ટિ ઉગામી બાહુબલિ ભરત ઉપર દેડ્યા. પરંતુ સમુદ્ર જેમ મર્યાદાભૂમિમાં આવીને અટકી જાય તેમ બાહુબલિ ચક્રવર્તાની પાસે આવતાં અટકી ગયા અને સ્થિર થઈને વિચાર કરવા લાગ્યા કે “અહે! ચળાચળ એવા રાજયને માટે આ ભવનો અને આગામી બેન–બંને ભવનો નાશ કરે તેવા આ બ્રાતૃવધને હું આરંભ કરું છું તે કેવી વાત ? ગુરૂજનને હણને અને લધુજનને છળથી છેતરીને કદી ઘણું રાજય મળે તેમ હોય, તે પણ મારે તેનું ગ્રહણ કરવું યુક્ત નથી. ઉપરથી દેખવા માત્ર સુખની પ્રાપ્તિવડે ભ્રમિત થયેલા અધમ પુરૂષે નરકાગારના કોરણમાંજ જ્યાં ત્યાં પ્રવર્તે છે જે તેમ ન હોય તો તેવા રાજયને પિતા શ્રીજિનેશ્વર કેમ છેડી દે! માટે હું પણ આજે તે પૂજ્ય પિતાના માર્ગને જ પથિક થઉં.” આ પ્રમાણે મનમાં વિચારી એ મનસ્વી રાજા બાહુબલિ નેત્રમાંથી નીકળતા કિચિત્ ઉષ્ણ જળવડે પૃથ્વીને સિંચન કરતા ભરતચક્રીને કહેવા લાગ્યા. “હે જયેષ્ટબંધુ! હે ભરતસ્વામી ! મેં તમને રાજયને માટે બહુ ખેદ કરાવ્યા છે, તે હવે મારા તે દુશરિત્ર માટે મને ક્ષમા કરો. હું પિતાશ્રીના માર્ગને પથિક' થઈશ. મારે હવે રાજયસંપત્તિની સ્પૃહા નથી ” એમ કહી તેજ મુષ્ટિવડે તેણે પોતાના કેશને લોચ કર્યો. તત્કાલ “સાધુ સાધુ” એવા શબ્દો બેલતા દેવતાઓએ આનંદથી તેમની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. મહાવ્રતને પ્રાપ્ત થયેલા બાહુબલિએ ચિંતવ્યું કે, “અહીંથી જ અનંત સુખના કારણ એવા પિતાશ્રીના ચરણપાસે જઉં, અથવા તો અહીં જ રહું, કારણકે ત્યાં જવાથી મારાથી પ્રથમ ત્રત લેનારા અને કેવળ જ્ઞાન પામેલા એવા મારા અનુજ બંધુઓમાં મારી લઘુતા થશે; માટે અહીંજ રહી દાનરૂ૫ અગ્નિવડે ઘાતી કર્મને બાળી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી પ્રભુની પર્ષદામાં જઈશ.” આ પ્રમાણે ચિંતવીને એ વ્રતધારી બાહુબલિ વીર, પિતાની બે ભુજાઓ લાંબી કરી કાયોત્સર્ગ ત્યાં જ ઊભા રહ્યા. ૧ મુસાફર. ૨ આટલા પ્રસંગમાં ભરતચક્કીનો ક્રોધ, બાહુબલિને મમત્વ, ત્યાગ કરવાની અભુત શક્તિ, અહંકાર અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ એ ખાસ વિચારવા જેવાં છે. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy