SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ જ છે.] બાહુબલિસંબંધી વિચાર, અને દૂતને આજ્ઞા. ૧૨૩ કરશે તેથી વિજય મેળવવાની ઈચ્છાવાળા એવા તમારી ઉપર લોકાપવાદ લાગશે નહીં.” મંત્રીનાં આવાં વચન સાંભળી ભરતરાજાએ નીતિ જાણનાર અને વાચાળ એવા સુગ નામના દૂતને શિક્ષા આપી બાહુબલિ પાસે મોકલ્ય. પોતાના સ્વામીની શિક્ષા ગ્રહણ કરીને જાણે રાજાને મૂર્તિમાન ઉત્સાહ હોય તે સુવેગ દૂત વેગવાળા રથ ઉપર આરૂઢ થઈ વેગથી ચાલ્યો. સાર સાર સૈન્યને સાથે લઈ માર્ગમાં ચાલતાં સુવેગે શત્રુઓની જેમ થતાં અપશુકનને જરા પણ ગણ્યાં નહીં. કાર્યસિદ્ધિમાં વિપરીત એ ગધેડે ડાબો થઈ ભસ્મના સ્થાનમાં રહી દિશાના મુખને દગ્ધ કરતો ભૂંકવા લાગે, દૂતના મુખમાં ધૂળ નાખતો પવન સામે વાવા લાગે અને કાળદંડના જેવો ઉદંડ કૃષ્ણસર્પ તેની આડો ઉતર્યો. આવા અપશુકનને જાણતો છતો પણ દૂત વેગથી આગળ ચાલ્યો. કેમકે તેવા પુરૂષે પ્રભુના કાર્યને માટે કટિ પણ વિલંબ કરતા નથી. જડ પુરૂષના ચિત્તની પેઠે તેને રથ સમાન માર્ગમાં પણ ખલના પામવા લાગે અને તેનું વાચન વામપણું સૂચવતું ફરવા લાગ્યું. આવી રીતે થતાં માઠાં શુકનોએ પગલે પગલે વાર્યા છતાં પણ તે દૂત ક્ષુદ્ર જંતુઓએ ભરપૂર એવા અરણ્યમાં અનુક્રમે પહે . કોઈ ઠેકાણે યમરાજની જેવા દંડને ધારણ કરનારા કિરાત લેકેને, કોઈ ઠેકાણે હરિતઓને નાશ કરનારા ચઠીની જેવા રાતા લેાચનવાળા સિંહને, કોઈ ઠેકાણે હસ્તીઓએ ઉભૂલીને ભાંગી નાખેલા પર્વતના બાહુ જેવા વૃક્ષોને, કોઈ ઠેકાણે વિચિત્ર કાયાવાળા ચિત્તાને અને ડુક્કરના ટેળાઓને, અને કોઈ ઠેકાણે બુબારવ કરતા પરસપર યુદ્ધ કરતા અને સાત્વિકને પણ ભય આપતા દુષ્ટ પ્રાણુઓને અવલોકન કરતાં કરતાં સુવેગે કાળરાત્રિને પ્રીતિ આપનારું અને જાણે મૃત્યુનું લીલાગૃહ હોય તેવું તેમજ વૃક્ષોની ગાઢતાથી આદિત્યના પ્રકાશને અંતરિત કરનારું તે વન ઉલ્લંઘન કર્યું. ત્યાંથી આગળ ચાલતાં ભરતક્ષેત્રના છ ખંડથી જાણે જુદે ખંડ હેય તેવા અને અખંડ લક્ષ્મીના રથનરૂપ તેમજ ઇંદ્રના નિવાસ જેવા બહુલી દેશમાં આવ્યું. ત્યાં રથાને સ્થાને સુંદર ગેપીઓએ ગાયેલા શ્રીયુગાદિ પ્રભુના ગુણગ્રામ તેણે ગામેગામ સાંભળ્યા. નગર અને ગ્રામના સીમાડામાં વર્ણન થતું બાહુબલિને ત્રણ ભુવનમાં સર્વથી શ્રેષ્ઠ એવું બળ તેના સાંભળવામાં આવ્યું. બાહુબલિશિવાય જગતમાં બીજા રાજાને નહીં જાણનારા અને લક્ષ્મીથી કુબેર જેવા તેમજ શરીર મહાશોભાયમાન લેકોને તેણે જોયા; વળી જાણે પર્વતના શિખરો હેય તેવા ધાન્યના શુક જારી રીતે થતા લાગે અને For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy