SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૩ છે. સુખાસ્પદ છે. પિતાજીના ફરજન છતાં પણ અમને તો વિષયરૂપ રે લૂંટી લીધા છે અને તેથી આ તુચ્છ સુખવાળાં રાજયમાં અમે પૃહા રાખીએ છીએ. માટે હે મહાસત્વા ! તમને જેમ એગ્ય લાગે તેમ કરો આ પ્રમાણે ચક્રવર્તીની આજ્ઞા થતાં સુંદરી હૃદયમાં ઉલ્લાસ ધરીને પરમ પ્રીતિ પામી. તે અરસામાં ત્રણ જગના પતિ શ્રી ઋષભ ભગવાન પણ ભવ્ય પ્રાણીઓ ઉપર અનુકંપા કરી પૃથ્વી પર વિહાર કરતા કરતા અષ્ટાપદ પર્વતે આવ્યા. તે વખતે સર્વ ઇંદ્રોએ ત્યાં આવી રશ્રેણિવડે પ્રભુનું સમોસરણ રચ્યું. આ વધામણી લઈ, ઉદ્યાનપાળ જય જય નાદ કરતો અને વાનરની જેમ કૂદતો ભરતની પાસે આવે. પૃથ્વી પર મરતક મૂકી વનપાળે મહારાજાને કહ્યું “હે દેવ ! કલ્યાણ વાર્તાથી ભાગ્યબળે આપને આજે વધાવું છું. આપના પૂજય પિતાજી અત્યારે અષ્ટાપદ પર્વતને પવિત્ર કરે છે અને ત્યાં દેવતાઓએ આવીને સમેસરણ રચેલું છે.” આવા ખબર સાંભળી ચક્રવર્તીએ મનમાં વિસ્મય પામી તે વધામણી કહેનાર વનપાળને સાડાબાર કોટિ સુવર્ણ આપ્યું. તે વખતે સુંદરીને ભરતે કહ્યું કે હે બહેન! તમારે મને રથ હવે પૂર્ણ થયો ”—આ પ્રમાણે કહી ભરતે અંતઃપુરની સ્ત્રીઓની પાસે તીર્થજલવડે તેને સ્નાન કરાવ્યું. પછી સુંદરીએ શરીર ઉપર વિલેપન કરી પિતાના હૃદય જેવાં બે પવિત્ર અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યો. છત્ર ચામર સહિત એક શિબિકામાં બેસીને તે ભારતની પછવાડે અષ્ટાપદ ગિરિપર આવી. ત્યાં સંસાર તાપથી કલેશ પામેલા પિતાના ચિત્તરૂપ કદળી વૃક્ષને શરણરૂપ સુંદર સમસરણ તેના જોવામાં આવ્યું. પછી ભારત અને સુંદરીએ વાહન પરથી ઉતરી, પ્રભુને પ્રદક્ષિણા કરી, ભક્તિથી ભરપૂર ચિત્તે પ્રણામ કર્યો. સાઠ હજાર વર્ષે પ્રભુના ચરણને જોઈને ભરત રાજાએ મુક્તિસુખના જે આનંદ પ્રાપ્ત કર્યો. પછી અંતરમાં રહેલા તે આનંદનાં જાણે બાહેર ઉદ્ગાર કાઢતા હોય, તેમ ત્રણ જગતને સ્તુતિ કરવા યોગ્ય એવા પ્રભુની સ્તુતિ કરવાને તેમણે આરંભ કર્યો. “હે પ્રભુ! તમે સર્વને ધ્યાન કરવા યોગ્ય છો, તમે કોઈનું ધ્યાન કરતા નથી. મોટા દેવપતિઓને પણ તમે પૂજ્ય છે, તમારે કોઈ પૂર્યો નથી. તમે જગતના આદિ છે, તમારા કોઈ આદિ નથી. તમે જગના ઈશ્વર હોવાથી સ્તુત્ય છો, તમારે કોઈ સ્તુત્ય નથી. તમે સર્વને શરણ કરવા ગ્ય છે, તમારે કોઈ શરણ્ય “નથી. તમે સર્વ વિશ્વના પ્રભુ છે, કેઈ તમારો પ્રભુ નથી. હે નાથ ! મુક્તિનું ૧ પાલખી. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy