SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] ઉત્તરાદ્ધ ભારતમાં પ્લેચ્છો સાથે તુમુલયુદ્ધ ૧૦૩ કને પાંચ પાંચ કોટિ અશ્વ, દશ કાટિ રથ, એક કોટિ હસ્તી અને પચાશ કોટિ પાયદળએટલું એટલું મહા બલવાનું સૈન્ય હતું. જ્યારે તેઓ યુદ્ધમાં પ્રસરતા ત્યારે દેવતાઓ પણ તેમને સહન કરી શકતા નહીં. સર્વ સૈન્ય એકત્ર કરીને મને દોન્મત્ત બ્લેચ્છો, શત્રુ સૈન્યને જયાવગર ચક્રવર્તીની ઉપર ગુસ્સે થયા અને ક્રોધથી દુર્મત્ત એવા તેઓ સર્વ જગતને તૃણસમાન ગણતાં, શસ્ત્રો ધારણ કરી અને બખ્તરે પહેરીને સત્વર ભરતચકીપર દોડ્યા. મહાબલવાન એવા તેઓ પ્રલય કાળના મેઘની જેમ શરવૃષ્ટિ કરતા પ્રથમ, ભરતરાજના અગ્ર સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઊંચે છäગ મારતા, ગર્જના કરતા અને ભુજાફેટ કરતા તેમના સુભ નટની જેમ રણાંગણમાં શોભવા લાગ્યા. કેપથી વિકરાળ નેત્રવાળા કેટલાએક સાક્ષાત રૂધિરને વર્ષાવતા હતા, તેઓ જાણે શત્રુરૂપ ક્ષેત્રમાંથી ક્ષાત્ર તેજને આકર્ષતા હોય તેવા દેખાવા લાગ્યા. ઘડાના ખોંખારોથી, ગજની ગર્જનાથી, રથોના ચિત્કારથી અને સુભટના સિંહનાદથી સર્વ ભુવન ભયવડે ક્ષોભ પામી ગયું. પિતતાનો વિજય મેળવવા ઈચ્છતા કેટલાએક વીર પર્વતના શિખરેથી, વૃક્ષોથી અને લેહમય અસ્ત્રોથી રોષસહિત પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. કેટલાએક ઉદંડ દંડપાતથી, મુદગરથી, બાણથી, પરશુથી અને ખર્શથી, એમ અનેક પ્રકારનાં શસ્ત્રાથી - મૂઓની સાથે લડવા લાગ્યા. કેટલીક વાર સુધી આ પ્રમાણે યુદ્ધ ચાલવાથી ક્રર આશયવાળા સ્વેચ્છાએ મોટા વાયુવડે વનની જેમ અને દુર્જન વડે સજજની જેમ ચક્રવર્તીનાં સૈન્યને ઉપદ્રવિત કર્યું. તે દૈત્યનાં અત્રેથી ચક્રવર્તીને સેનાપરિવાર ત્રાસ પામતો, ભ્રષ્ટ થત, પડી જતો, મૂછ પામતો અને સર્વ તરફ ચકિત દૃષ્ટિએ જોતો જાણે દિગૂઢ થયે હેય તે દેખાવા લાગે. હાથીઓને પિકાર કરતા રથને ભાંગતા અને ઘોડાઓને ત્રાસ પામતા જઈ સેનાપતિ સુણને ઘણો ક્રોધ ચડ્યો; તેથી રણ કરવામાં મહા પ્રવીણ સુષેણ સેનાપતિ સામે આવ્યું. તે વખતે મ્લેચ્છ સૈનિકે એવા ત્રાસ પામ્યા કે તેઓ દિશદિશ ભાગી ગયા, સામું જોવાને પણ સમર્થ થઈ શક્યા નહીં. પછી પાછા કાગડાની પેઠે એક ઠેકાણે એકઠા થઈ, ક્ષણવાર વિચારી, પીડિત બાલકો જેમ માતા પાસે આવે, તેમ તેઓ મહાનદી સિંધુની પાસે આવ્યા. ત્યાં નમ્રપણે નદીની રેતીમાં ચત્તા સૂઈ જઈને તેઓ પોતાના દેવ મેઘકુમારને સંતુષ્ટ કરવા લાગ્યા. તત્કાલ મેઘકુમાર દેવનાં આસન ચલિત થવાથી, તેઓ ત્યાં આવ્યા અને પોતાના યવન ભકતોને ચક્રવર્તીએ રૂંધેલા જોઈ આકાશમાં રહીને તેમને કહ્યું કે “અરે યવન ભકતો. કહે, તમે શું કાર્યને માટે અમને આરાધના કરીને અહીં બોલાવ્યા છે?' તેઓએ કહ્યું કે–અરે ૧ બાણને વરસાદ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy