SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ ખંડ ૧ લો. ] સિંધુ, વૈતાઢ્ય અને તમિશ્રાગુફાના દેવોએ આપેલી ભેટ. સર્વ સ્વીકારીને ચક્રીએ સિંધુદેવીને રજા આપી. પછી રાજરાજેશ્વર ભરતે અષ્ટમ ભક્તનું પારણું કર્યું. ત્યાં સિંધુદેવીને અષ્ટાબ્લિક ઉત્સવ કરી ચક્રરતે બતાવેલા માર્ગે આગળ ચાલ્યા. ત્યાંથી ઈશાન દિશાતરફ ચાલતાં અનુક્રમે બંને ભરતાદ્ધની વચ્ચે રહેલા વૈતાદ્ય ગિરિ પાસે આવ્યા એટલે પચવીશ જન ઊંચે અને પચાસ એજન પહેળે રૂપામય વૈતાગિરિ તેમના જેવામાં આવ્યું. જિન ચૈયેથી, મોટા ઉદ્યાનેથી, વિધાધર અને દેવતાના આલેથી, જલાશયોથી તથા લાખો ગ્રામોથી એ પર્વત ઘણે શોભાયમાન લાગતો હતો. ત્યાં આવીને તેના દક્ષિણ નિતંબમાં ભરતે સ્કંધાવાર નાખ્યું અને તેના અધિષ્ઠાયક દેવને મનમાં ધારીને અષ્ટમ તપ કર્યો. તપના પ્રભાવથી વૈતાઢયપતિનું આસન કંપાયમાન થયું એટલે અવધિજ્ઞાનથી તેણે ચક્રવર્તીને આવેલા જાણ્યા. પછી તત્કાલ ત્યાં આવી આકાશમાં રહીને કહ્યું કે હે સ્વામી ! જય પામો, હું તમારો કિંકર છું, મને પૂર્વ ભકતોની પેઠે આજ્ઞા આપે.” આ પ્રમાણે કહી, મણિ, રતના અલંકાર, ભદ્રાસન અને દેવદૂષ્ય વસ્ત્રો ભરતેશ્વરને ભેટ કર્યા. રાજાએ તે સ્વીકારી, પ્રીતિદાનથી આશ્વાસન આપી, તેને ત્યાંજ સ્થાપિત કર્યો. પછી અઠ્ઠમ તપનું પારણું કરીને ચક્રીએ વૈતાઢયપતિને અકાઈ ઉત્સવ કર્યો. ત્યાંથી ચક્રની પછવાડે ચાલતા ભરતચક્રી તમિશ્રાગુફા પાસે આવ્યા અને તેના મનોહર પ્રદેશમાં પિતાનાં કટકને પડાવ કરાવ્યું. પછી તે ગુફાના અધિછાયક કૃતમાળ દેવને મનમાં ધારીને ચક્રીએ અઠ્ઠમ તપ કર્યો તેથી તે દેવનું આસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી ચક્રવર્તીને આવેલા જાણીને તે રતસમૂહવડે તેનું પૂજન કરવા આવે અને નમસ્કાર કરીને કહ્યું કે “હે સ્વામી! આ તમિશ્રાગુફાના દ્વારમાં હું તમારા દ્વારપાલની જેમ રહું છું ” આ પ્રમાણે કહીને દિવ્ય આભૂષણને સમૂહ તથા સ્ત્રીરતને ગ્ય ચૌદતિલક, દિવ્યમાળાઓ અને દિવ્યવસ્રો જાણે પ્રથમથી જ તેને માટે રાખી મૂક્યાં હોય તેમ ચક્રીને અર્પણ કર્યા. ચક્રીએ પ્રસન્નતાપૂર્વક તે દેવને વિદાય કર્યો એટલે તે ગયે. પછી બીજા નૃપતિએની સાથે ચક્રીએ પારણું કર્યું. પછી ભરતેશ્વરે પિતાના સેનાનીરા સુષેણને આજ્ઞા કરી કે “તું સિંધુનદી, સાગર અને વૈતાઢ્યગિરિના મધ્યમાં રહેલા સિંધુનિષ્કટને સાધી આવ, આવી આજ્ઞા થતાં સુષેણે અસ સાથે લઈ ચર્મરલથી સિંધુ નદી ઉતરીને, બર્ગર, ભિલ, સિંહલ, ટંકણ, યવન, કાલમુખ, જનક જાતના મ્લેચ્છ અને બીજા પણ ત્યાં રહેલા કેટલાએકને લીલામાત્રમાં જીતી લીધા અને તેઓની પાસેથી રવરાશિ, અશ્વો, ર. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy