SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] શ્રેયાસે કરાવેલું પારણું, મરૂદેવા માતાને વાત્સલ્ય ભાવ. રસની જેવા તે રસનો આહાર કરીને, તપના તાપથી તપેલી પિતાની સાત ધાતુએને તૃપ્ત કરી. પ્રભુએ પારણું કરવાથી શ્રેયાંસના મંદિરમાં તત્કાલ સુગંધી જળ, સુવર્ણ તથા પુષની વૃષ્ટિ, દુદુભિને નાદ, અને વસ્ત્રને ઉલ્લેપ–એ પાંચ દિવ્ય પ્રકટ થયા. શ્રેષ્ઠ ભક્તિવાળા શ્રેયાંસે પ્રભુએ જ્યાં પારણું કર્યું એ પૃથ્વીઉપર બીજો કોઈ આ પૃથ્વીને સ્પર્શ કરે નહીં એવું ધારી એક રસમય પીઠ બંધાવી. આ દાનને વિધિ વૈશાખમાસની શુકલ તૃતીયાએ અક્ષય થયે તેથી એ પર્વ અક્ષયતૃતીયા નામથી અદ્યાપિ પ્રવર્તે છે. જે જગતની સર્વ વ્યવહારક્રિયા પ્રભુથી આ લેકમાં પ્રથમ પ્રવર્તી, તેમ સત્પાત્ર દાનને વિધિ શ્રેયાંસથી પ્રથમ પ્રવર્યો. જગતનો ઉદ્ધાર કરનાર પ્રભુ આવી રીતે શ્રેયાંસનો ઉદ્ધાર કરી, કર્મને છેદ કરવાને માટે પુનઃ પૃથ્વીઉપર છદ્મસ્થપણે વિહાર કરવા લાગ્યા. ભરતરાજા પ્રતિદિન અદ્દભુત શોભા પ્રાપ્ત કરી પિતાના કુલને ઉઘાત કરતા ધર્માનુશાસનથી પિતાના રાજ્યનું પાલન કરતા હતા. પિતાના પવિત્ર પિતાના ચરણકમલની સેવામાં રસિક એવા એ ભરત પોતાની પિતામહી ભગવતી મરૂદેવા પાસે જઈને નિત્ય નમસ્કાર કરતા હતા. રાજય મળ્યા પછી એક સહસ્ત્ર વર્ષ વીત્યાં તેવામાં એક દિવસે પ્રાત:કાલે ભરતરાજા ભક્તિથી નિરંતર ઉપાસેલાં મારૂદેવા માતાને નમસ્કાર કરવા ગયા. પોતાના પુત્ર ઋષભના નિત્યસ્મરણથી જેમના નેત્રોમાંથી અખલિત અશ્રુસ્રાવ થતો હતો એવાં મરૂદેવા માતાને પિતાનું નામ જણાવીને ભક્તિવડે ભરતે પ્રણામ કર્યો. સર્વ રાજાઓમાં મુગટરૂપ ભરત ભ્રમરની બ્રાંતિને ધારણ કરનારા પિતાના કેશથી માતુશ્રીના ચરણકમલનું માર્જન કર્યું. ભરતને આવેલા જાણી જરા નેત્રામુને લુંછી હૃદયના શેકને ઉદ્ગાર કરતાં મરૂદેવી આશીષપૂર્વક ભરત પ્રત્યે બોલ્યાં. “હે વત્સ! જે, મારો પુત્ર ઝષભ તને મને અને બીજા પુત્રોને તથા સર્વને એકી સાથે છેડી દઈને મૃગલાને સાથી (વનવાસી) થયા છે અને સુધા, તૃષા, શીત, તપ,અને ગ્લાનિથી પીડિત એવા દેહને ધરનાર એ મારે પુત્ર વાયુની પેઠે વનમાં ભમ્યા કરે છે. મોતી અને રત્નોથી સુશોભિત, ચંદ્રના જેવું સુંદર છત્ર ક્યાં ? અને દાવાનલથી ઉગ્ર એવું સૂર્યના આતપનું મંડલ ક્યાં ? કિન્નર સ્ત્રીઓના ગીતના ઝંકારાથી સુંદર સંગીત કયાં ? અને વનની અંદર સંચરતા મશલાઓના થતા ભણકારા ક્યાં? ગજરાજ ઉપર બેસી નગરની અંદર ફરવું ક્યાં ? અને કઠેર પથ્થરથી દુઃખદાયક પર્વતમાં ભટકવું ક્યાં ? આવા આવા પુત્રના દુખસમૂહને સાંભળું છું, તો પણ દુર્મરા For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy