SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] ઋષભદેવની દિક્ષા. હકળે, કછ મહાકચ્છ વિગેરે ચાર હજાર રાજાઓની સાથે, દેવતાએ પૂજેલા એવા પ્રભુએ શકટાઘાનમાં વ્રતસામ્રાજય ગ્રહણ કર્યું. તે વખતે સર્વ સંજ્ઞી પ્રાણીઓના મનઃ પર્યાયને સૂચવનારું મનઃ પર્યાયનામે ચોથું જ્ઞાન જગત્પતિને ઉત્પન્ન થયું. રાગ, દ્વેષ, મદ અને અભિમાનરૂપી શત્રુઓએ આ સંસારમાં પૂર્વે ચિરકાલ કલેશ પમાડ્યો હતો તેથી તેમની ઉપર કોપ કરીને તેના વધને ઉપાય કરતા, પ્રભુ પૃથ્વી પર વિચારવા લાગ્યા અને નાસિકા ઉપર પોતાનાં બે નેત્ર સ્થાપન કરી તથા સર્વ ઇંદ્રિયને રોધ કરી, જાણે ચિત્તમાં કાંઈક વિચાર કરતા હોય તેમ નિરંતર મૌનપણે રહેવા લાગ્યા. એ પ્રમાણે પિતાના દેહમાં પણ પૃહારહિત એવા પ્રભુ સર્વજંતુઓની ઉપર કૃપાભાવથી, ઈ સુમતિવડે પૃથ્વી પર વિહાર કરતા હતા. આ તરફ ભારત ચક્રવર્તી શુભ કાર્યમાં તત્પર થઈ શત્રુઓથી અયોધ્યા એવી અયોધ્યા પુરીમાં પિતાનું આપેલું રાજય ચલાવવા લાગ્યા. પૃથ્વીના આભૂષણરૂપ એ ભરતરાજા સૂર્યની જેમ તેજને રાશિ, નિત્ય ઉદયને ધારણ કરનાર, સ્થિર અને શત્રુરૂપ અંધકારને હરનાર હતો, તોપણ તે કલાકરને વસુ આપતા, એ આશ્ચર્ય હતું. એ રાજા સમુદ્રની જેવા ગંભીર, સિંહની જેવા શૂરવીર, ચંદ્રની જેવા કલાધારી, મેઘની જેમ વિશ્વને જીવન આપનાર, ક૯પવૃક્ષની જેમ દાનેશ્વરી, કલહંસની જેવા સારાસાર વિવેકી, ચૈત્યની જેવા ઉન્નત, કોકિલની જેવા મધુર સ્વરવાળા, પવનના ઉર્મથી મેરૂની જેમ અનેક શત્રુઓથી પણ ચલાયમાન ન થાય તેવા, પ્રાતઃકાલની જેમ મિત્રને ઉદય કરવાવાળા અને વસુને *વધારનારા, શેષનાગની જેમ સગથી લાલિત, અને પૃથ્વીના ભારને ધારણ કરનારા, નંદનવનની જેમ હંમેશાં સુમનસ શ્રેણથી યુક્ત, હારની જેમ ગુણ સહિત, મુક્તાફલની જેમ શુભવૃત્તવાળા અને ક્ષિતિમંડળના ભૂષણરૂપ હતા. જેનો પ્રતાપરૂપ સૂર્ય જગતને અદોષાકર (દોની આકર–ખાણ તેણે રહિત, ૧ સૂર્ય, કલાકર (ચંદ્ર)ને વસુ (કીરણ ) આપતો નથી એ વિરોધ છે, તેનો પરિવાર એવો છે કે, ભરતરાજા સૂર્યસમાન હતા છતાં કલાકર-એટલે હુસરવાળાઓને વસુ એટલે દ્રવ્ય આપતા હતા. ૨ ભરતરાજાને પક્ષે મિત્ર-સ્નેહીઓનો ઉદય અને પ્રાતઃકાળને પક્ષે મિત્ર કે સૂર્યનો ઉદય. ભરતને પક્ષે વસુ તે દ્રવ્ય અને સૂર્યને પક્ષે વસુ કે૦ કિરણે તેને વધારનાર. ૩ ભરતપક્ષે સુમનસ્ કે સારા મનવાળાં અને નંદન વનને પક્ષે સુમનસ કેદેવતાઓ અને પુષ્પ. ૪ ભરતપક્ષે ગુણ–પૈદાર્યાદિ અને હારપક્ષે ગુણ કેદોરો. ૫ ભરતપક્ષે શુભવૃત્ત કે શુભ આચરણ અને મુક્તાફળપક્ષે શુભવૃત્ત કે સારૂં ગોળ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy