SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭. ખંડ ૧ લો.] વંશસ્થાપન અને યવનપ્રાપ્તિ. ધર્મના રાજા એવા હે પ્રભુ! તમે જય પામે. હે નાથ ! બાહ્ય અને અંતર શત્રુઓવડે પીડાએલા જનસમૂહને જીવરક્ષાદિના ઉપદેશવડે તમેજ ઉદ્ધાર કરશે. જેઓ પિડી વિગેરે ધ્યાનવડે તમારું ધ્યાન કરે છે, હે ઈશ! તેઓને તેનાં અષ્ટ કને ક્ષય કરી તમે પિતાના સ્થાનમાં લઈ જાઓ છો. હે ભગવન! તમારા પ્રસાદથી જયસુધી શિવસુખની પ્રાપ્તિ થાય ત્યાં સુધી હંમેશાં તમારા ચરણ મને શરણરૂપ થાઓ.” એવી રીતે ભગવંતની સ્તુતિ કરી કૃતાર્થ થયેલા ઇંદ્ર, ઉત્સવ સહિત પ્રભુને ત્યાંથી લઈને માતાની પાસે સ્થાપન કર્યા અને બે કુંડલ, દિવ્ય વસ્ત્રો, હાર અને મુગુટ ભગવંતને ઓશીકે મૂકી માતાની નિદ્રા હરી લીધી. પછી દેવોને પતિ ઇંદ્ર, અપ્સરાઓને ધાત્રી (ધાવમાતા) તરીકે ત્યાં મૂકી નંદીશ્વર દ્વીપે અઠ્ઠાઈ ઉત્સવ કરી પિતાના સ્વર્ગમાં ગયે. પ્રાતઃકાલે પુત્રના જન્મનું વૃત્તાંત સાંભળી પિતાના અનુમાનથી તે વખત ઉત્પન્ન થયેલા વિચારવડે નાભિ રાજાએ ઉત્સવ કર્યો. પ્રભુના ઊરૂરથલમાં વૃષભનું ચિન્હ હતું તેમજ સ્વમમાં પણ માતાએ પ્રથમ વૃષભ જે હતું, તેથી માતાપિતાએ પુત્રનું “વૃષભ” એવું નામ પાડયું. ઈંદ્ર સંચારેલા અમૃતવાળા અંગુઠામાંથી પડેલા બિંદુ હોય તેવા પ્રભુના મુખમાં ઉજવેલ દાંત જણાવા લાગ્યા; કારણ કે કારણને અનુસરીને કાર્ય થાય છે. પ્રભુના ચરણમાં રહેલા ઈંદ્રમણિના ઘુઘરાવાળા ઝાંઝર જાણે ચરણરૂપ કમલમાં આવીને શબ્દ કરતા ભમરા ય તેવા શોભતા હતા. પાંચ સમિતિવડે જેમ સંયમ વૃદ્ધિ પામે તેમ પાંચ દેવાંગનારૂપ ધાત્રીવડે પાલન કરેલા પ્રભુ વધવા લાગ્યા. ગુણથી સરખા નહીં એવા ચાર પ્રકારના દેવતાઓ ઈંદ્રની આજ્ઞાથી પ્રભુની સાથે સરખી વયના થઈને ક્રીડા કરવા લાગ્યા. સ્વામી જે જે પ્રકારે કૌતુકવડે રમવાની ઈચ્છા કરે છે તે રૂપ કરીને દેવતાઓ તેમની આગળ રમતા હતા. એવી રીતે પ્રભુ એક વર્ષના થયા ત્યારે વંશની સ્થાપના કરવા માટે ઇંદ્ર ઈશુ (શેલડી) દંડ લઈ પ્રભુની પાસે આવ્યા. તે વખતે પ્રભુ પિતાના ખેળામાં બેઠેલા હતા. ઇંદ્રને સંકલ્પ જાણીને પ્રભુએ તે ઈશુલતા ગ્રહણ કરી તેથી એમને ઈક્વાકુવંશ કહેવાયું. એ પ્રમાણે સ્વામીના વંશની સ્થાપના કરીને ઇંદ્ર સ્વરસ્થાનકે ગયે. પછી પ્રભુની અંગુઠાનું પાન કરવાની અવસ્થા જયારે ઉલ્લંઘન થઈ ત્યારે તેઓ એ ઉત્તરકુરૂ ક્ષેત્રથી લાવેલા કલ્પવૃક્ષના ફળવડે નિર્વાહ કરવા લાગ્યા. એવી રીતે ક્રમે કરી વૃદ્ધિ પામતા સ્વામી કલ્પવૃક્ષની સ્પર્ધા કરનાર અને સૌભાગ્યરૂપી રાજાના ભવનરૂપ યૌવન વયને પ્રાપ્ત થયા. યૌવન વય For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy