SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાત્રદાન વિષે શંખરાજ કથા. આપ્યો અને પછી તે શંખ મોતી જેમ છીપમાં પ્રવેશ કરે તેમ, તેણના મુખમાં થઇ ઉદરમાં દાખલ થયો. ૨૮૮ આ સ્વમ જોઈને રાણી જાગી ઉઠી. તેનું શરીર હર્ષના આવેશથી જાણે બમણું થઈ ગયું, તેણે પોતાના પતિ પાસે જઈ પિતે જોયેલું સ્વપ્ન આદરપૂર્વક તેને કહી સંભળાવ્યું. ૨૮૯ પોતાના કાનને અમૃત જેવું તે વચન સાંભળીને રાજાનું શરીર રોમાંચવ્યાપ્ત થઈ ગયું. ૨૮૦ તેણે પોતાની બુદ્ધિ સાથે સ્વપ્ન વિષે વિચાર કર્યો અને પછી રાણું આગળ તે સ્વપ્નનું સંપૂર્ણ ફળ કહ્યું – હે સુંદર ! સર્વ પ્રકારની પૂજાઓમાં વિષ્ણુની પેઠે વિજયશીલ (અર્થાત વિષ્ણુની પેઠે સર્વ સ્થળે પ્રથમ પૂજાને પામનાર) પુત્ર તને થશે.” ૨૯૧ રાજાનું એ વચન સાંભળી હર્ષથી, કાકડીના વેલાની પેઠે સગે કંટકિત–રમાંચિત થયેલી રાણું પોતાના વસ્ત્રને છેડે ગાંઠ બાંધીને તે સ્વપ્નને પોતે ગ્રહણ કર્યું હોય તેમ કરવા લાગી. ૨૯૨ તે પછી પોતાના પતિની અનુજ્ઞા લઈ પોતાના નિવાસસ્થાનમાં ગઈ એટલે તે જ સમયે તેના ઉદરમાં દેવલોકમાંથી એક દેવ અવતર્યો. ૨૯૩ રોહણાચલની ભૂમિ ચિંતામણિ રત્નને જેમ ધારણ કરે તેમ, તેના ઉદરે સર્વ સંસારમાં સારરૂપ અને સમૃદ્ધિને આપનારા પુત્રને ધારણ કર્યો. ૨૯૪ અનુક્રમે તે ગર્ભ વૃદ્ધિ પામવા લાગે અને દેવની પૂજા, મોટાં દાન તથા ઉપકાર કરવા-વગેરે શુભ દેહલા કરવા લાગ્યા. ૨૯૫ રાજાએ પણ રાણુનાં તે તે સમગ્ર દેહલા પૂર્ણ કર્યા, કેમકે તેવા ભાગ્યશાળી પુરુષના કાર્યમાં શું કરી વિલંબ થાય? ૨૯૬ એ રીતે પોતાના મનને અનુકૂળ આહાર, વિહાર, શયન, આસન, વસ્ત્ર તથા અંગવિલેપન–વગેરેથી પ્રસન્ન થયેલી રાણું ગર્ભનું પિષણ કરવા લાગી. ૨૭ તે પછી ગર્ભના મહિના તથા દિવસે જ્યારે પૂર્ણ થયા અને સમગ્ર પ્ર પિતતાના ઉચ્ચ સ્થાનમાં ( ૬ ) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy