SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવ ૨. ચોથી પેઢીમાં જે એક પુત્ર થશે તે તે તીર્થને ઉદ્ધાર કરનાર થશે. કેમકે તમે નગરમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ચોથા શકુનમાં ભગવાનનો આ રથ તમને સામો મળ્યો છે.છ૭-૭૯તે પછી એ શકુનત્તાને દ્રવ્ય તથા પાન વગેરે આપીને સલક્ષણે સન્માન કર્યું અને રથમાં બેઠેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનને નમન કરી પોતાના ગુરુને પણ વંદન કર્યું. ૮° સલ્લક્ષણે પેલા સાર્થપતિના વર્ણન કરતાં પણ અધિક સુંદરતાવાળા તે નગરને પ્રત્યક્ષ જોઈ, પિતાનાં બને નેને, જન્મને તથા જીવિતને કૃતાર્થ માન્યાં. ૮૧ પછી તેણે ત્યાં રહેવા માટે અનાયાસે એક મકાન મેળવી લીધું અને તેમાં તે સ્વસ્થ મનથી રહેવા લાગ્યો તથા સુખેથી ધન સંપાદન કરવા લાગ્યો. ૮૨ એ રીતે સુંદર એક વૃક્ષની પેઠે પિતાના મૂળને મજબૂત રીતે બાંધીને તે ત્યાં રહ્યો ત્યારે તેની છાયા (કાંતિ) સર્વના આશ્રયસ્થાનની પેઠે કઈક અપૂર્વ–અલૌકિક થઈ. હવે એ નગરમાં ઉપકેશ નામને એક ગચ્છ હતો અને તેની વ્યવસ્થા નીચે પાર્શ્વનાથ ભગવાનનું એક મંદિર હતું. તેમાં એ શ્રેણી (સલક્ષણ) આનંદપૂર્વક ગાણિક થયો–અર્થાત દેરાસરના વ્યવસ્થાપક તરીકેનું કામ કરવા લાગ્યો. પછી તે શ્રેણીને “આજડ' નામનો એક પુત્ર થયો કે જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ચંદ્રમાની પેઠે પિતાની સર્વ કળાઓના વિસ્તારથી પૃથ્વીમાં સર્વને આનંદ પમાડવા લાગ્યો. ૮૫ વળી તે આજડ શ્રી પાર્શ્વનાથના દેરાસરમાં, પૌષધશાળામાં તથા પિતાના ગુરુ પાસે આદરપૂર્વક ભક્તિભાવ કરવા લાગે. ૮ પિતાને પિતા જ્યારે મરણ પામ્યા, ત્યારે આજડ તેમને સ્થાનકે આવ્યો અને લેકમાં અધિકાધિક માન્ય થયો. ૮૭ જેમ પૂર્વાચલ ઉપર સૂર્ય ઉદય પામે તેમ, એ આજડ પણ સાર અસાર વસ્તુને જગતમાં પ્રકાશ પાડતો તથા લોકોને નિરંતર ઉપકાર કરતે પ્રતિદિન અભ્યદય પામવા લાગ્યો. ૮૮ તેણે ઉપકેશ ગચ્છના પાર્શ્વનાથના ( ૧૦ ) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy