SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી, નિષ્કામભાવે કર્મ કરતો હોવાથી તે કેવલ સ્વરૂપ છે, ભાવરહિત, નિરહંકાર, મનરહિત, ચેષ્ટારહિત, સ્પંદન રહિત, બંધન-મોક્ષ રહિત, શુદ્ધ બ્રહ્મ હું જ છું, વિચાર પણ હું છું. શુદ્ધ આત્મા હું છે. મારો કોઈ શત્રુ જ ન હોય, મારા શરીરરૂપી પિંજરામાં રહેનાર ચિડિયા તૃષ્ણારૂપી રસ્સીને કાપીને જાણે ક્યાં ઊડી ગઈ તે હું નથી જાણતો. જેનામાં અકર્તાપનનો ભાવ છે. જેની બુદ્ધિ લિપ્ત થતી નધી જે બધા ભૂતને સમાનભાવથી જૂએ છે, તેનું જીવન પ્રશંસનીય છે." મૈત્રેયી ઉપર પણ સંન્યાસીને માટે આત્મયાન જ શ્રેષ્ઠ ગણાવે છે. સંન્યાસીએ હું જ છું બીજો પણ હું છું હું જ બ્રહ્મ છું. ઉત્પત્તિ હું છું, સર્વલોકનો ગુરુ હું છું. એટલું જ નહીં સર્વલોકમાં જે કાંઈ છે તે બધું જ હું છું. હું જ સિદ્ધ છું. પરમતત્ત્વ છું, નિત્ય છું, શોક-શુભ રહિત હું છું. ચૈતન્ય હું છું, માન-અપમાન રહિત ત્રણ ગુણોથી રહિત, પ્રફાશ સ્વરૂપ, નિત્ય-શુદ્ધ સદાશિવ છું છું. આ રીતે સતત આત્મધ્યાનમય સંન્યાસીએ રહેવું જોઈએ. ડિકો.પા અધ્યાત્મ મંત્રના જપમાં અને નિદિધ્યાસનમાં રત રહેવાનું જણાવે છે. જેનું અંતઃકરણ શીતલ છે. જે રાગદ્વેષથી પર છે, જે જગતને સાક્ષભાવથી જોવે છે, તેનું જીવન ધન્ય છે. જેને સમ્યકજ્ઞાન પ્રાપ્ત થયેલું છે, જે સારા-નરસાનું ધ્યાન છોડી દીધું છે, જેણે ચિત્તને ચિત્તમાં છે જ સંલગ્ન કરી દીધું છે. તેનું જીવન શોભાયમાન છે. આ રીતે ગ્રાહ–ગ્રાહક સંબંધ નષ્ટ થઈ જતાં શાંતિ ! પ્રાપ્ત થાય તેને જ મોક્ષ કહેવાય છે. આ પ્રમાણે જે સંન્યાસી જીવન્મુક્ત થઈ ગયો હોય, તેના હદયની વાસના શુદ્ધ બની જાય છે. તે જ પવિત્ર, પરમ ઉદાર, શુદ્ધ સત્ત્વમય, આત્મધ્યાનયુક્ત અનં નિત્યરૂપમાં આત્મ-સંતોષનિર્વિકલ્પ સ્વરૂપ બનવું: સંન્યાસીએ સતત એ જ વિચારવું જોઈએ કે હું આત્મસંતોષી કયારે બનીશ? સ્વયં પ્રકાશરૂપ પદ ઉપર કયારે સ્થિત થઈશ ? નિર્વિકલ્પ સ્વરૂપ સમાધિ લગાવીને શિલા સમન નિશ્ચલ કયારે થઈશ ? બ્રહ્મ રૂપમાં ધ્યાનમય કયારે બનીશ કે જેથી કોયલ મારા મસ્તક ઉપર માળો બનાવ. આ રીતે સતત ચિંતન કરવું જોઈએ ઉપમહર્ષિ વાલ્મીકિ ઉપર પર રાફડો થઈ ગયો હતો, તેથી જ તેઓ વાલ્મીકિ કહેવાયા આ જ રીતે તપશ્ચર્યા રત ઋષિ-મુનિઓનું વર્ણન અભિજ્ઞાન શાકુન્તલમ્' માં આવે છે. જ્ઞાની સંન્યાસી સંપૂર્ણ વિશ્વના કલ્યાણની ભાવના કરતાં-કરતાં, આકાશમાંથી વાયુ, વાયુમાંથી જયોતિ, જ્યોતિથી જળ, જળથી પૃથ્વી – આ બધા ભૂતોમાં જે બ્રહ્મ વ્યાપ્ત છે, તેને હું પ્રાપ્ત થયેલા છે. અજર, અમર, અક્ષર, અવ્યયને હું પ્રાપ્ત થયો છું. હું અખંડ સુખ સમુદ્ર રૂપ છું, મારામાં ઘણી બધી ૧૪૬ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy