________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૫ પાળી આયુ શો વર્ષનું, સુટ પહેતા મુકિત મહંત, પ્ર. શ્રાવણ શુદિ દિન અષ્ટમી, સુ કીધે કર્મને અંત. પ્ર. ૮ પાસ વીરને આંતરું, સુટ વર્ષ અઢીશે જાણ; પ્ર. કહે માણક જિન દાસને, સુ કીજે કટિ કલ્યાણ પ્ર૦ ૯
સપ્તમ વ્યાખ્યાન સઝાય.
હાથી નવમી.
હા મતવાલે સાજના–એ દેશી. ચૌરીપુર સમુદ્રવિજય ઘરે, શિવા દેવી કૂખે, સારા રે કાર્તિક વદી બારસ દિને, અવતર્યા નેમ કુમારો રે, જ જય જિન બાવીશ. ચૌદ સ્વમ રાણીએ પેખિયાં, કરો સ્વમ તો વિચાર શ્રાવણ શુદિ દિન પંચમી, પ્રભુ જન્મ હુઓ જયકાર. જ૦૨ સુરગિરિ ઉત્સવ સુર કરે, જિનચંદ્ર કલા જિમ વાધે રે; એક દિન રમતાં રંગમાં, હરિ આયુધ સઘલાં સાધે રે. ૪૦ ૩ ખબર સુણ હરિ શંકિયા, પ્રભુ લધુ વય થકી બ્રહ્મચારી રે; બલવંત જાણ જિનને, વિવાહ મનાવે મુરારી રે. જ૦ ૪ જાન લેઈ જાદવ આગ્રહે, જિન આવ્યા તોરણ બાર રે, ઉગ્રસેન ઘર આંગણે, તવ સુણી પશુ પોકાર રે. ૪૦૫ કરૂણાનિધિ રથ ફેરવ્યો, નવિ મા કહેણ કેહનો રે; રાજુલને ખટકે ઘણું, નવ ભવનો સ્નેહ છે જેહ ને રે.જરા ૬ દાન દેઈ સંયમ લિયે, શ્રાવણ છઠ્ઠ અજુઆલી રે;
For Private and Personal Use Only