________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીઠું અણદીઠું કરજે રે, પાપ વ્યસન ન શ્રવણે ધરજે રે; અણુસૂજતો આહાર તજજે રે, રાતે સાનિધ સવિવર રે.૭
બાવીસ પરિસહ સહેજો રે, દેહ દુઃખે ફલ સહજ રે; અણપામે કાર્પય મ કરજે રે, તપ શ્રતને મદ નવિ ધરજો રે. - સ્તુતિ ગતિ સમતા રહેજો રે, દેશ કાલ જોઈને રહેજે, ગૃહસ્થ શું જાતિ સગાઈ રે, મત કાઢજે મુનિવર કાંઈ રે. ૮
ન રમાડો ગૃહસ્થનાં બાલ રે, કરે ક્રિયાની સંભાલ રે, યંત્ર મંત્ર ઔષધનો ભામો રે, મત કરજે કુગતિકામો રે. ૧૦
ક્રોધે પ્રીતિ પૂર વલી જાય રે, વલી માને વિનય પલાય માયા મિત્રાઈ નસાડે રે, સવિ ગુણ તે લોભ નસાડે રે. ૧૧
તે માટે કષાયએ ચાર રે, અનુક્રમે દમજે અણગાર; ઉપશમશું કેવલ ભાવે રે, સરલાઈ સંતોષ સભાવે રે. ૧૨
બ્રહ્મચારીને જાણનારી રે, જેસી પોપટને માંજારીરે, તેણે પરિહર તસ પ્રસંગરે, નવ વાડ ધરો વલી અંગરે;૧૩
રસલોલુપ થઈ મત પિો રે, નિજ કાય તપ કરીને શ રે જાણે અથિર પુદગલ પિંડ રે, વ્રત પાલ પંચ અખંડ રે.
૧૪ કહિ દશવૈકાલિકે એમરે, અધ્યયને આઠમે તેમ રે, ગુરૂ લાભવિજયથી જાણું રે, બુધ વૃદ્ધિવિજય મન આણે રે. ૧૫
For Private and Personal Use Only