________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવલ પામ્યારે લોકા લોકનારે, દીઠા સઘળરિભાવ. આ૦ ૧૪
ઇંદ્ર આવીરે જિનપદે થાપીયેરે, દેશના કીયે અમૃતધારા પરખા બૂઝીરે આતમ રંગથીરે, વરિયા શિવપદ સાર.આ૦૧૫
૩૨ શ્રી સુંદરીના આયંબિલની સજઝાય.
સુગુ મેરી સજની રજની ન જાવે રે–એ દેશી.
સરસ્વતી સ્વામીની કરો સુપસાયરે, સુંદરી તપનો ભણ સજઝાયરે; ભ દેવ તણી અંગજાત રે, સુંદરીની સુનંદા માત રે; ભવિજન ભાવે એ તપ કીજે રે, મનુષ્ય જનમને લાહો લીજ રે.
ઋષભદેવે જબ દીક્ષા લીધીરે, સુંદરીને આજ્ઞા નવી દીધી રે; ભરતરાય જબ પટ ખંડ સાથે રે, સુંદરીએ તપ માંડી આરાધ્યો રે; સાઠ હજાર વર્ષ લગે સાર રે, આંબીલ તપ કીધાં નિર્ધાર રે. ભવિ.
ચૌદ રત્ન ને નવ નિધાન રે, લાખ ચોરાશી હાથીનું માન રે, લાખ ચોરાશી જેહને વાછરે, ભરતરાય આવ્યા તબ ગાજી રે. ભવિ.
ભરતરાય મોટા નરદેવ રે, દય સહસ યક્ષ કરે સેવ રે; અધ્યા નગરીએ ભરતજી આવ્યા રે, મહીલા સર્વે મોતીડે વધાવ્યારે. ભવિ.
આ કુણ દીસે દુર્બળ નારી રે, સો કહે સુંદરી બેન તુમારી રેકહે તુમે એને દુબળી કીધી રે, મુજ બેનડીની ખબર ન લીધી રે. ભવિ.
For Private and Personal Use Only