________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
૧૧ શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ. અંગદેશ ચંપાપરવાસી, મયણું ને શ્રીપાલ સુખાશી, સમકિતશું મન વાસી, આદિ જિનેશ્વરની ઉલ્લાસી, ભાવે પૂજા કીધી મન આસી, ભાવ ધરી વિશ્વાસી, ગલિત કોઢ ગયો તેણે નાશી, સુવિધિશું સિદ્ધચક્ર ઉપાસી, થયો વર્ગને વાસી, આસો ચૈતર પુરણમાસી, પ્રેમે પૂજો ભક્તિ વિકાશી, આદિ પુરૂષ અવિનાશી.
કેસર ચંદન મગમદ ઘોળી, હરખેશું ભલી હેમ કોલી, શુદ્ધ જલે અંધેલી નવ આંબિલની કીજે ઓલી, આસો સુદ સાતમથી બોલી, પૂ શ્રી જિન ટાળી ચઉ ગતિની મહા આપદા ચોલી, દુર્ગતિના દુઃખ દૂર ઢોળી, કર્મ નિકાચિત રાળી; કર્મ કષાય તણા મદ રાળી, જેમ શિવ રમણ ભરમભોળી, પામ્યા સુખની ઓળી.
આસો સુદ સાતમ સુવિચારી, ચૈત્રી પણ ચિત્તશું નિરધારી, નવ આંબેલની સારી એળી કીજે આળસ વારી, પ્રતિક્રમણ બે કીજે ધારી, સિદ્ધ ચક્ર પૂજો સુખકારી, શ્રી જિન ભાષિત પર ઉપકારી, નવ દિન જાપ જપે નર નારી, જેમ વહીએ મોક્ષની બારી નવપદ મહિમા અતિ મનોહારી, જિન આગમ ભાખે ચમત્કારી, જાઉં તેહની બલિહારી. ૩
શ્યામ ભ્રમર સમ વેણી કાલી, અતિ સોહે સુંદર સુકમાલી, જાણે રાજ મરાલી; ઝલહલ ચક્ર ધરે રૂપાળી, શ્રી
For Private and Personal Use Only