________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧
૨૩ પુણ્ય પ્રકાશનું સ્તવન.
સકળ સિદ્ધિદાયક સદા, ચોવીસે જિનરાય, સદ્દગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવન પતિ ત્રિશલા તણે, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જો, વર્ધમાન વડ વિર. એક દિન વીર જિણુંદને, ચરણે કરી પ્રણામ ભવિક જીવના હિત ભણું, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ મારગ આરાધીએ, કહો કિણ પદે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવત. એતિચાર આલઈએ, વ્રત ધરીએ ગુરૂ શાખ; જીવ ખમા સયળ જે, નિ ચોરાશી લાખ. ૫ *વિધિશું વળી સરાવીએ, પાપસ્થાનક અઢાર ચાર શરણ નિત્ય અનુસરો, નિદિ દુરિત આચાર. ૬ શુભકરણી અનુદીએ ભાવ ભલો મન આણ અણસણ અવસર આદરી, નૈવ પદ જપો સુજાણ. ૭ શુભ ગતિ આરાધન તણા, એ છે દસ અધિકાર; ચિત્ત આણીને આદર, જેમ પામો ભવ પાર.
ઢાળ પહેલી. (કુમતિએ છેડી કી રાખી-એ દેશી.) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વિરજ, એ પચે આચાર,
For Private and Personal Use Only