________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ સહિત જે ભવિક ફરશે, સિદ્ધ ક્ષેત્ર સુ ઠામ રે; નારક તિર્યચદાય નિવાર, જપે લાખ જિન નામ રે. વિ. ૬ રયણમય જે ઋષભ પ્રતિમા, પંચ સયા ધનુમાન રે; નિતુ પ્રત્યે ઈદ્ર પૂજે દુષમ સમય પરમાણ રે. વિ. ૭ ત્રીજે ભવ જે મુક્તિ પહોંચે, સિદ્ધ ક્ષેત્ર સુઠામ રે; દેવ સાનિધ્ય સકળ વાંછિત, પૂર સનેહ રે. વિ. ૮ એણી પેરે જેને સબળ મહિમા, કહ્યો શાસ્ત્ર મઝાર રે જ્ઞાનવિમલગિરિ ધ્યાન ધરતાં, મુજ આવાગમનનિવાર વિ૦૯
- ૬૩ વીર પ્રભુનું સ્તવન.
(વીર પ્રભુ સિદ્ધ થયા–એ રાગ) હસ્તિપાલ રાજાની સભા મધ્યે રે, છેલ્લું ચોમાસું રે વીર, બેંતાળીસમું ત્યાં કર્યું છે, પ્રણમું સાહસ ધીર રે. વી. ૧ દેવશર્માને પ્રતિબોધવા રે, એમ જાયે ગૌતમ સ્વામ; ઉત્તરાધ્યયન પ્રરૂપતા રે, મોક્ષ ગયા ભગવાન રે, વી. ૨ સ્વાર્થ મુહૂર્ત આવે થકે રે, છઠ્ઠ વિહા રે કીધ; દેશ અઢારના રાય મલી રે, સઘલા પિસહ લીધો રે. વી. રૂ. પ્રભાતે ગૌતમ હવે, પાછા વલી આવે રે ઠામ, દેવ દેવી સહુ દેખીને રે, એમ કહે ગૌતમ વામ રે. વી. ૮ રાજાને પ્રજા સહુ રે, સબ શોકાતુર હોય; દેવ દેવીએ શેકાતુર થયા રે, શું કારણ તસ હોય છે. વી. ૫ તવ તે વલતું એમ કહે રે, સુણજો ગૌતમ સ્વામ.
For Private and Personal Use Only