SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org - મોક્ષને પ્રાપ્ત કરનારો જીવ કયારેય મોક્ષથી પાછો નથી આવતો ? અને જો આવતો હોય તો અહીં ‘સદા’ શબ્દનો પાઠ નિરર્થક છે. એનો ઉત્તર આ છે કે અહીં ‘સદા' શબ્દ નિરંતર અથવા દીર્ઘકાળવાચી છે. જન્મજન્માંતરના એક લાંબા સમયને ઉલ્લંધીને જ્યાં સુધી ૩૬૦૦૦છત્રીસ હજારવાર સૃષ્ટિ (રચના) અને પ્રલય થતા રહેશે ત્યાં સુધી મુક્ત આત્મા મોક્ષ સુખને ભોગવે છે. તેને માટે ‘સદા’ શબ્દનો પ્રયોગ યોગ્ય જ છે. કેમ કે જો મોક્ષથી પુનરાવૃત્તિ (પાછા ન ફરવાનું) ન માનવાની અહીં વ્યાખ્યા કરવામાં આવે તો તે વ્યાસ ભાપ્યથી વિપરીત તથા અયુક્તિયુક્ત હોવાથી માન્ય નથી થળ શકતી. કેમ કે (યો. ૧/૨૪) વ્યાસ ભાગ્યમાં સ્પષ્ટ કહ્યું છે કે - થથા વા પ્રતિતીનસ્યોત્તા વન્યજોટિ : સંમાતે નવમી વરસ્ય । K તુ ટેવ મુક્ત : સવવર કૃતિ । અર્થાત્ જેમ-યોગીઓનું મોક્ષ પછી પણ બંધન હોય છે, તેવું ઈશ્વરનું નથી હોતું. કેમ કે ઈશ્વર તો સદા મુક્ત છે. કેમ કે જીવોનાં સીમિત કર્મોનું ફળ અસીમિત કદાપિ નથી હોઈ શકતું. માટે અસીમિત ફળ મોક્ષનું માનવું એ ન્યાયથી સર્વથા વિરૂદ્ધ છે. મોક્ષનું સ્વરૂપ અહીં યોગદર્શનકારે મોક્ષનું જે સ્વરૂપ બતાવ્યું છે, કે પુરુષના ભોગ-અપવર્ગરૂપ પ્રયોજનને સિદ્ધ કરનારા ગુણોનું કારણમાં લય થવું મોક્ષ છે. આનો અભિપ્રાય એ છે કે ત્રિગુણાત્મક ચિત્ત અહંકારમાં, અહંકાર મહત્તત્ત્વમાં, મહત્તત્ત્વ પ્રધાન (પ્રકૃતિ)માં લય થવાથી મુક્ત-પુરુષની સાથે પ્રકૃતિના સંયોગનો અભાવ થઈ જાય છે. પ્રકૃતિ-સંયોગ ન હોવાથી મોક્ષને ‘કૈવલ્ય' પણ કહ્યો છે. જે પ્રકૃતિ તથા પ્રકૃતિજન્ય દુઃખોથી જીવાત્મા લાંબા સમય સુધી દુઃખગ્રસ્ત રહ્યો તેનાથી જાદા થવાનું નામ જ મોક્ષ છે. - · Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘કૈવલ્ય’ ના સ્વરૂપને આ પ્રકારે પણ કહી શકાય છે - સ્વરૂપપ્રતિષ્ઠા અર્થાત્ જયારે જીવાત્મા સૂક્ષ્મ શરીર વગેરે પ્રકૃતિજન્ય સાધનોથી સર્વથા જાદો થઈને શુદ્ધ હોવાથી (થવાથી) પોતાના સ્વરૂપમાં જ રહી જાય છે, ત્યારે મોક્ષને પ્રાપ્ત કરે છે. અહીં ‘સ્વરૂપપ્રતિષ્ઠા’ શબ્દથી અભિપ્રાય એ જ છે કે મુક્તાત્મા ઘણા લાંબા સમય પછી પ્રકૃતિના સંપર્કથી મુક્ત થયો છે, માટે તેને સ્વરૂપમાં સ્થિત થયેલો કહેવામાં આવ્યો છે. વ્યાપક પરમાત્માના સંબંધથી તો જીવાત્મા કયારેય જુદો થઈ જ શકતો નથી, એટલા માટે ન તો એનું વિધાન કર્યું છે કે ન તો તેનું ખંડન કર્યુ છે. પરંતુ તેનો આશય એ કદાપિ નથી કે દર્શનકાર મોક્ષમાં પરમાત્માના સાંનિધ્યના વિષયમાં મૌન છે. જો દર્શનકારની આવી માન્યતા હોત તો તે આ પ્રકારે એ કદાપિ ન કહેત - “તરા છુ : સ્વરૂપેવસ્થાનમ્ (યો. ૧/૩) ત્યારે જીવાત્મા પરમાત્માના સ્વરૂપમાં સ્થિત થાય છે. ‘તવસ્ તર્થમાવનમ્ (યો. ૧/૧૮) પરમેશ્વરના મુખ્ય નામ ‘શૅમ્’ નો જપ તથા તેના અર્થનું ચિંતન કરવું જોઈએ અને ‘તપ્રતિવેષાર્થમતત્ત્વાભ્યાસ :' (યો. ૧/૩૨) વગેરે સૂત્રોમાં ૫૨માત્માનું અવલંબન કરવાનું વિધાન કદાપિ કરત નહીં. યથાર્થમાં જીવાત્માની શુદ્ધિ અથવા સ્વરૂપપ્રતિષ્ઠા= ૩૬૪ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy