SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બધાંને વારાફરતી જાણે છે. ( ૧) (એનો અર્થ છે) કે યોગી એક ક્ષણમાં ઉપસ્થિત બધાંને બધા પ્રકારથી ગ્રહણ કરી લે છે અને વિવેકજ જ્ઞાન પરિપૂર્ણ હોય છે. આ વિવેકજજ્ઞાનનો જ એક ભાગ યોગપ્રદીપ છે, કે જે મધુમતી ભૂમિથી લઈને જ્યાં સુધી પરિસમાપ્તિ (સપ્તપ્રાંતભૂમિપ્રજ્ઞા) થાય છે, ત્યાં સુધી રહે છે. ભાવાર્થ: પૂર્વ સૂત્રમાં વિવેકજ્ઞાનનો પ્રકાર બતાવીને આ સૂત્રમાં વિવેકજ્ઞાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. બીજા જ્ઞાનોથી વિવેકજ્ઞાનની ભિન્નતા બતાવતાં સૂત્રકારે ચાર વિશેષ લક્ષણો બતાવ્યાં છે – (૧) બીજાં જ્ઞાન ઉપદેશ અથવા શીખવવાથી પ્રાપ્ત થાય છે, પરંતુ વિવેકજ જ્ઞાન યોગ પ્રતિભાથી ઉત્પન્ન થવાથી ઉપદેશ વિનાનું હોય છે. (૨) બીજાં જ્ઞાન સૂક્ષ્મ, વ્યવહિત છૂપું), દૂરસ્થ આદિ વિષયોનું જ્ઞાન નથી કરાવતાં, પરંતુ વિવેકજજ્ઞાન બધાને વિષય બનાવે છે અર્થાત્ આ જ્ઞાનથી સૂક્ષ્મઆદિ પદાર્થોનું પણ જ્ઞાન થઈ જાય છે. (૩) બીજાં જ્ઞાન વર્તમાનની વસ્તુઓનું જ જ્ઞાન કરાવે છે. પરંતુ વિવેકજ-જ્ઞાન અતીત તથા અનાગત વિષયોનો પણ બોધ કરાવે છે. (૪) અને બીજાં જ્ઞાન ક્રમથી હોય છે, એક સાથે નથી થતાં, પરંતુ વિવેકજ જ્ઞાન ક્રમની અપેક્ષા નથી રાખતું. ક્ષણમાં જ, ઉપસ્થિત બધી વસ્તુઓનું જ્ઞાન કરી લે છે. આ ચાર વિશેષતાઓના કારણે વ્યાસ-ભાષ્યમાં વિવેકજ જ્ઞાનને પરિપૂર્ણ બતાવ્યું છે. આ જ યોગજ દીપકની મધુમતી, પ્રજ્ઞાજ્યોતિ આદિ અંશમાત્ર જ છે. યોગી મધુમતી - ભૂમિથી લઈને જ્ઞાનની વૃદ્ધિ કરતો સમાધિની આ અંતિમ અવસ્થા સુધી પહોંચી જાય છે. તેનાથી કોઈ વસ્તુ જાણ્યા વિના નથી રહેતી. છે ૫૪ હવે – વિવેકજ જ્ઞાનને પ્રાપ્ત કરનારાને મોક્ષ પ્રાપ્તિ થાય છે) અથવા વિવેકજ્ઞાનને પ્રાપ્ત ન કરનારને ? सत्त्वपुरुषयो: शुद्धिसाम्ये कैवल्यमिति ॥५५॥ સૂત્રાર્થ (સર્વપુરુષો) સત્ત્વગુણ પ્રધાનચિત્તની બુદ્ધિવૃત્તિ અને પુરુષ = જીવાત્માતત્ત્વની (શુદ્ધ) શુદ્ધિની સમાનતા થતાં (વચન) મોક્ષ થાયછેતિ, ઇતિ શબ્દ પદની સમાપ્તિનું દ્યોતક (પ્રકાશક) છે. મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા -"(સર્વપુરુષો ) અર્થાત્ સત્ત્વ જે બુદ્ધિ, પુરુષ જે જીવ એ બંનેની શુદ્ધિથી મુક્તિ થાય છે, નહીંતર નહીં”. (ઋ.ભૂ. મુક્તિવિષય.) ભાષ્ય-અનુવાદ : જ્યારે રજોગુણ તથા તમોગુણ રૂપ મળથી રહિત વૃદ્ધિ સત્ત્વ = સતોગુણ પ્રધાન બુદ્ધિ પુરુષની ભિન્નતા પ્રતીતિ કરાવનારી થઈ જાય છે અને ક્લેશ દગ્ધબીજની જેમ (અસમર્થ) થઈ જાય છે, ત્યારે પુરુષની શુદ્ધિ જેવી સ્થિતિને (બુદ્ધિ) પ્રાપ્ત થઈ જાય છે. તે સમયે પુરુષમાં ઉપસ્થિત ભોગોનો પણ અભાવ થઈ જવો જ પુરુષની શુદ્ધિ છે આ અવસ્થામાં યોગી ભલે ફેશ્વર = વિવેકજ ઐશ્વર્ય સંપન્ન હોય અથવા અનીશ્વર, માત્ર થોડા ઐશ્વર્યવાળો હોય, વિવેકજ્ઞાન વાળો હોય અથવા વિભૂતિપાદ ૩૦૭ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy