SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પાણીમાં ડૂબી નથી શકતો, કીચડમાં ખૂંપતો નથી અને કાંટા વગેરેથી વીંધાતો નથી. અને બીજું ફળ છે – ઉત્ક્રાન્તિ-ઊર્ધ્વગમન કરવું. યોગી ઉદાનવાયુને વશમાં કરીને સ્વેચ્છાથી મૃત્યુના સમયે ઊર્ધ્વગતિ કરી શકે છે. આ તથ્યને પ્રશ્નોપનિષદમાં પણ કહ્યું છે – અર્થયોર્થ ૩૮ન: પુજેન જુવે નોરું નતિ (પ્રશ્નો. ૩૭) અર્થાત્ ઉદાન વાયુ સુપુષ્ણા નાડી દ્વારાઊર્ધ્વગતિ કરાવીને પુણ્યલોકને પ્રાપ્ત કરાવે છે. અને છાંદોગ્યોપનિષદ (પ|૧૦૧) બૃહદારણ્યક-ઉપનિષદ (૬/૨૧૫)માં પણ ઊર્ધ્વગમન=મરણકાળમાં યોગી સ્વેચ્છાથી ઊર્ધ્વગતિ કરે છે. આ વાત દ્રષ્ટવ્ય છે અને - शतं चैका हृदयस्य नाड़यस्तासां मूर्धानामभिनि : सृतैका। તયોર્બયનગૃતત્વતિ | (છાન્દો. ૮/૬/૬ – કઠો. ૬/૧૬) એમાં પણ સુપષ્ણા નાડીથી ઊર્ધ્વગતિ કરીને અમૃતત્ત્વની પ્રાપ્તિ કહી છે. [x = આ સિદ્ધિ પરીક્ષા કોટિ માં છે.] ૩૯ હવે - સમાનવાયુના જયનું ફળ – समानजयाज्ज्वलनम् ॥४०॥ સૂત્રાર્થ - (સમાનનયત) યોગી * સમાનવાયુના જય = સંયમથી (શ્વનનH) તેજને પ્રાપ્ત કરે છે. ભાપ્ય અનુવાદ - યોગી સમાન-પ્રાણને સંયમ દ્વારા જીતીને તેજને ઉદીપ્ત કરીને પ્રકાશમાન થઈ જાય છે. ભાવાર્થ - (યો. ૩/૩૯)ના વ્યાસભાગ્યમાં પાંચ પ્રાણોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાંથી સમાન વાયુમાં સંયમનું ફળ આ સૂત્રમાં બતાવ્યું છે. સમાનવાયુ હૃદયથી લઈને કેન્દ્રસ્થાન નાભિપર્યત કાર્ય કરે છે. તેનું કાર્ય સમસ્ત ખાધેલા-પીધેલા પદાર્થોના રસને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું છે. તેમાં સંયમ કરીને યોગી એવી રીતે તેજસ્વી થઈ જાય છે જેવી રીતે અગ્નિ તેજવાયુના વેગથી પ્રચંડ બની, ચમકવા લાગે છે. * શરીરના કેન્દ્રસ્થાન નાભિ પર સંયમ થવાથી યોગીની તેજસ્વિતા વધી જાય છે. [= આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૧ ૪૦ મા હવે - કાન અને આકાશના સંબંધમાં સંયમનું ફળ – श्रोत्राकाशयो: संबन्धसंयमादिव्यं श्रोत्रम् ॥४१॥ સૂત્રાર્થ (શ્રોત્રાવાયો.) શ્રવણેન્દ્રિય તથા આકાશના (અસ્વસંમતિ) સંબંધમાં સંયમ કરવાથી (ફિચ્ચે શ્રોત્રમ) યોગીના શ્રોત્ર (શ્રવણેન્દ્રિય) દિવ્ય થઈ જાય છે. ભાપ્ય અનુવાદ -સમસ્ત શ્રોત્રેજિયનો આધાર આકાશ છે અને બધા શબ્દોનો પણ જેમ કહ્યું પણ છે કે બધાં જ સમાન સ્થાનમાં સ્થિત શ્રોત્રેન્દ્રિયવાળાને એક દેશવાળા (એક જ પ્રકારના) શબ્દોનું શ્રવણ થાય છે. એ શ્રોત્રેન્દ્રિય આકાશનું ઉતા = ઓળખચિહ્ન છે અને આકાશને અનાવરણ = આવરણ રહિત પણ કહ્યું છે, એટલા માટે અમૂર્ત = વિભૂતિપાદ ૨૮૩ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy