SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ય છે सत्त्वशुद्धिसौमनस्यैकाग्रयेन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि શા સૂત્રાર્થ - “અને તેનું ફળ એ છે કે લગ્ન) અર્થાત્ શૌચથી અંતઃકરણની શુદ્ધિ, મનની પ્રસન્નતા અને એકાગ્રતા, ઈદ્રિયોનો જય, તથા આત્માને જોવાની અર્થાત્ જાણવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. (ઋ.ભૂ ઉપાસના) ભાપ્ય અનુવાદ - શૌચના “સત્ત્વ-શુદ્ધિ સૌમનસ્ય = પ્રસન્નતા, એકાગ્રતા, ઈદ્રિયોનો જય અને આત્મ-સાક્ષાત્કારની યોગ્યતા,” એ ફળ હોય છે. શુ: = શૌચની દઢતાથી સર્વશુદ્ધિ = બુદ્ધિ (અંતઃકરણ)ની શુદ્ધિ થાય છે. તેનાથી સૌની = મનની પ્રસન્નતા (સ્વચ્છતા), મનની પ્રસન્નતાથી મનની એકાગ્રતા થાય છે. મનની એકાગ્રતાથી ઈદ્રિયો પર વિજય પ્રાપ્ત થાય છે. ઈદ્રિય જયથી આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવાની યોગ્યતા બુદ્ધિસ્વસ્થ = ચિત્તને પ્રાપ્ત થાય છે. એ ઉપર્યુક્ત બે સૂત્રોમાં કહેલાં ફળ (સિદ્ધિઓ) શૌચની સ્થિરતાથી પ્રાપ્ત થાય છે. ભાવાર્થ - શૌચના અનુષ્ઠાનથી પૂર્વસૂત્રમાં બાહ્ય ફળ બતાવીને હવે આંતરિક ફળ બતાવવામાં આવે છે. જેમ કે (૨/૩૨) સૂત્રના ભાગ્યમાં શૌચનાં બાહ્ય = માટી, જળ, શુદ્ધ આહાર વગેરેથી તથા આંતરિક = ચિત્તના મળોને દૂર કરવાથી, એવા બે ભેદ બતાવેલા છે તે જ રીતે બે પ્રકારના શૌચનાં ફળ છે. એટલા માટે આંતરિક=ચિત્તમળોની શુદ્ધિથી શું લાભ થાય છે? તે આ સૂત્રમાં પરિગણિત કર્યું છે. એ ફળોમાં પણ એક ક્રમ છે. બાહ્ય શુદ્ધિ થવાથી, જયારે બીજાની સાથે સંસર્ગ નથી રહેતો, ત્યારે રાગ, દ્વેષ, ક્રોધ, આદિ ચિત્ત-મળોને ઉભરવાનો અવસર નથી મળી શક્તો. માટે શૌચાનુષ્ઠાનથી સત્ત્વ સત્વ ગુણ પ્રધાન ચિત્ત (અંતઃકરણ)ની શુદ્ધિ તથા નિર્મળતા પહેલી થાય છે, ત્યાર પછી ચિત્તવૃત્તિની એકાગ્રતા=(પ્રણવ આદિ જપ કરવામાં ધ્યાનનું લાગવું) થાય છે. અને આ એકાગ્રતાથી નેત્ર આદિ ઈદ્રિયો વિચરણ ન કરવાના કારણે પોત-પોતાના વિષયોનું ગ્રહણ કરવામાં શિથિલ થવાથી વશમાં આવી જાય છે. ઈદ્રિય-જય થવાથી જીવાત્માની સ્વરૂપસ્થિતિ થઈ જાય છે. માટે આત્મ-તત્ત્વને જાણવામાં યોગી સમર્થ થઈ જાય છે. જીવાત્માની શક્તિઓને ઈદ્રિયો જ બાહ્યમુખ હોવાથી આત્માથી વિમુખ કરી, આત્મદર્શન નથી થવા દેતી. ઈદ્રિયજય થતાં અંતર્મુખી વૃત્તિ થવાથી સૂક્ષ્મ આત્મ-તત્ત્વને જાણવામાં અત્યંત સુવિધા થાય છે. આ પ્રકારે શૌચનું અનુષ્ઠાન યોગીને માટે ખૂબ જ જરૂરી છે. આ વિષયમાં ઉપનિષદમાં કહ્યું છે કે – પરમેશ્વરે નેત્ર આદિ ઈન્દ્રિયોને બાહ્યમુખ બનાવી છે, એટલા માટે ઈદ્રિયો બાહ્ય-વિષયોને ગ્રહણ કરે છે, આંતરિક વિષયોને નહીં. જે ધૈર્યવાન યોગી પુરુષ ઈદ્રિયો પર સંયમ કરીને આત્મ તત્ત્વને જાણી લે છે, તે મોક્ષને પ્રાપ્ત કરે છે. કેમ કે (૨/૪૩)ના ભાગ્ય પ્રમાણે ઇંદ્રિય સિદ્ધિ થવાથી સૂક્ષ્મ પદાર્થોને જોવાની તથા સાંભળવાની વગેરે સાધન પાદ ૨૦૯ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy