SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ ૨ આવર્જન આવર્જન ન. (સં.) પ્રકાશનાં કિરણોનું વાંકા દેખાવાપણું આવર્ત પું. (સં.) ચકરી, ઘૂમરી; ભમરી (પાણીની) (૨) - સંગીતમાં એક અલંકાર આવર્તક વિ. (સં.) ફરીફરી આવતું-આંટા ખાતું; “રિકરિંગ” (૨) પં. ચકરી, ઘૂમરી; ભમરી (૩) ચાર મેઘમાંનો કિરવું તે (પારાયણ) આવર્તન ન. (સં.) ગોળ ફરવું તે (૨) વારંવાર ફરીફરી આવર્તન ન. (સં.) પ્રકાશનાં કિરણોનું વાંકાં દેખાવાપણું આવર્તી વિ. ફરીફરી આવતું (૨) ગોળ ફરતું આવલ ન. તાજું પીંજેલું રૂ-પોલ[પાણી ખેંચવાનાં સાધન આવલાં ન.બ.વ. ફાંફાં; હવાતિયાં (૨) કોસ, વરત વગેરે આવલિ(-લી) (સં.) (-ળિ, નળી) સ્ત્રી, હાર; ઓળ આવવું અ.ક્રિ. (સં. આપતિ, પ્રા. આવઈ) દૂર હોય ત્યાંથી પાસે પહોંચવું (૨) સ્થાન હોવું. ઉદા. સાપુતારા ગુજરાતમાં આવ્યું. (૩) ન હોય ને જન્મવું કે દેખા દેવી કે ફળવુંફૂલવું. ઉદા. બે કેરી આવી; તાવ આવ્યો. (૪) માવું; સમાવું ઉદા. આ કોથળીમાં કેટલું આવશે? (૫) (કપડું કે પોશાકની ચીજનું) બરોબર બેસવું. (૬) (કોઈ ભાવ કે વસ્તુ) નીપજવી, બનાવી. ઉદા. લાગ આવ્યો, દયા આવી. (૭) થવું, હિસાબે ઊતરવું. ઉદા. ખર્ચ આવ્યું. (૮) શરીરનું અંગ ફૂટવું કે કામ દેતું થયું કે તેનું દરદ થવું. ઉદા.દાંત આવ્યા; આંખો આવી. (૯) સહાયકારી ક્રિયાપદ તરીકેબીજા ક્રિયાપદમાંતેઅણધારી થવાનો ભાવ બતાવવો. ઉદા. તે આવી ચડ્યો. (૧૦) બીજા ક્રિયાપદના સહાયકારીપણામાં તે ક્રિયાનું ભૂત- કાળથી ચાલુપણું બતાવવું. ઉદા. પ્રથા ચાલી આવે છે. આવશ્યક વિ. (સં.) જરૂરી; અગત્યનું આવશ્યકતા સ્ત્રી. જરૂર; અગત્ય; ખપ (૨) પ્રયોજન -આવહ વિ. (સં.) આણનારું; ઉપજાવનારું (સમાસને છેડે જેમ કે રસાવહ) - વિગડાઉ છોડ-વનસ્પતિ ૫., સ્ત્રી. (સં. આહુલ્ય) પીળાં ફૂલનો એક આવળિ(-ળી) સ્ત્રી, જુઓ “આવલિ' આવળિયો છું. ઓરિયો; મનોરથ આવાગમન ન. આવવું અને જવું તે (૨) અવતરવું અને મરવું તે; જન્મ-મરણનું ચક્ર આ વાર ક્રિ.વિ. આ વખતે-સમયે (૨) આ ફેરા આવારા વિ. (ફા.) રખડેલ (૨) વંઠેલ (૩) નકામું આવારાગર્દ સ્ત્રી, ધૂળ જેવી નાની ચીજ આવારાગર્દી સ્ત્રી, વંઠેલપણું (૨) રખડપટ્ટી; રઝળપાટ આવાસ(૦૧) પું. (સં.) ઘર; નિવાસ (૨) ઓરડ; ખંડ આવાહકવિ. (સં.) નિમંત્રણ આપનાર; નિમંત્રક; કન્વીનર આવાહન ન. (સં.) આમંત્રણ (૨) દેવની પ્રતિષ્ઠા કરવી તે આવિભૉવ છું. (સં.) બહાર નીકળવું કે પ્રગટવું તે (૨) અવતાર; જન્મ [આશંકિત આવિર્ભત વિ. (સં.) પ્રગટ થયેલું (૨) અવતરેલું, ઉત્પન્ન થયેલું આવિલ વિ. (સં.) મલિન; અશુદ્ધ તિ; શોધ આવિષ્કરણ ન., આવિષ્કાર ૫. (સં.) પ્રગટ-ખુલ્લું કરવું આવિષ્કત વિ. (સં.) દેખાડેલું; બતાવી આપેલું; ખુલ્લું કરાયેલું-થયેલું આિવેશયુક્ત આવિષ્ટ વિ. (સં.) પેઠેલું (૨) વળગેલું; ભરાયેલું (૩) આવું વિ. (સં. એવમ્, અપ. એવ -ના સદશ્યથી “આ”નું વિશેષણાત્મક રૂ૫) આના જેવું ધેિરાયેલું; રૂંધાયેલું આવૃત વિ. (સં.) આવરેલું; ઢાંકેલું (૨) વ્યાપ્ત (૩) આવૃતિ સ્ત્રી. (સં.) ઢાંકવું-છુપાવવું તે વિાર થયેલું-કરેલું આવૃત્તવિ (સં.) ચક્રકારે કરેલું (૨) પાછું આવેલું(૩) વારેઆવૃત્તિ સ્ત્રી. (સં.) ચક્રાકારે ફરવું તે (૨) પાછું આવવું તે (૩) વારંવાર થવું-કરવું તે (૪) પુસ્તકનું પ્રકાશન; “એડિશન” આવેગ ૫. (સં.) જુસ્સો (૨) ક્ષોભ; આવેશ (૩) ઉતાવળ; દોડાદોડી (૪) ગતિમાન પદાર્થનો (અમુક વ્યાપ) વધતો જતો વેગ આવેગપૂર્વક કિ.વિ. (સં.) આવેગથી; ઝડપથી આવેદક પં. (સં.) ઉમેદવાર; આવેદન કરનાર આવેદન ન. (સં.) નિવેદન; અરજી (૨) ફરિયાદ આવેદનપત્ર ન. ફરિયાદ કે અરજીનો કાગળ; દાવાઅરજી આવેશ પં. (સં.) જુસ્સો; ઊભરો (૨) ગુસ્સો આવેષ્ટન ન. (સં.) વીંટી વળનારી વસ્તુ; વેસ્ટન (ગલેફ, જેકેટ, રેપર વગેરે) (૨) વાડ; કોટ આવેષ્ટિત વિ. (સં.) ઢાંકેલું; વીંટી લીધેલું આશ સ્ત્રી, આશા, ઉમેદ -આશ પ્રત્ય. વિશેષણ પરથી સ્ત્રીલિંગ નામ બનાવે છે. ઉદા. મીઠાશ; લીલાશ મિોહિત આશક પું. (અ. આશિક) પ્રેમી (૨) વિ. પ્રેમવશ; આશકમાશૂક ન.બ.વ. વહોલોવહાલી; પ્રણયી યુગલ આશ(-સ)કા સ્ત્રી. (સં. આશિષા, જૂ.ગુ. આશિખા - આશિકા - આશકા) દેવ-દેવીની આરતી, ભસ્મ વગેરે લેવાં તે આશટવું સક્રી. આછટવું; ખંખેરવું; પછાડવું [માશૂક આશના પુ. (ફા.) મિત્ર; ભાઈબંધ (૨) સ્ત્રી. પ્રિયા; આશનાઈસ્ત્રી(ફા. આશના) ભાઈબંધી, યારી (૨) પ્રીતિ આશય પું. (સં.) મનની ધારણા; ઇરાદો (૨) ન. સ્થાન (૩) કરેલાં કર્મોના સંસ્કાર કે તેમનો સમૂહ. આશરે ક્રિ.વિ. લગભગ; અંદાજે [(૩) અડસટ્ટો; અંદાજ આશરો છું. (સં. આશ્રય) છત્રછાયા (૨) આધાર; ટેકો આશંક છું. (સં.) આંચકો; શરમાવું તે (૨) આશંકા આશંકા સ્ત્રી. (સં.) શંકા; શક; વહેમ આશંકિત વિ. (સં.) આશંકાવાનું શક પડતું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy