SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આચારમર્યાદા આચારમર્યાદા સ્ત્રી. (સં.) શિષ્ટાચાર આચારવિચાર પં.બ.વ. વર્તન અને વિવેક (૨) ધાર્મિક રીતરિવાજ અને માન્યતાઓ SO આચારશુદ્ધિ સ્ત્રી. (સં.) શુદ્ધ આચાર; સારી રહેણીકરણી આચારસંહિતા સ્ત્રી. (સં.) જાહેરમાં તેમજ ખાનગી કામકાજમાં ચોક્કસ પ્રકારના નીતિનિયમોના પાલનની નિયમ-યોજના; ‘કોડ ઓફ કૉન્ટક્ટ' (૨) આચારવિચાર આચારહીન વિ. (સં.) આચાર ન પાળનાર આચારી વિ. આચાર પાળનારું; આચારવાળું આચાર્ય પું. (સં.) ધર્માધ્યક્ષ (૨) વેદાદિ વિદ્યા શીખવનાર (૩) મંત્રોપદેશ કરનાર; ધર્મગુરુ (૪) મુખ્ય શિક્ષક; ‘પ્રિન્સિપાલ’ (૫) ગોર (૬) વિદ્વાન આચાર્યા સ્ત્રી. (સં.) સ્ત્રી આચાર્ય આચ્છાદક વિ. (સં.) ઢાંકનાર (૨) પાથરનાર આચ્છાદન ન. (સં.) ઓઢવાનું કે ઢાંકવાનું જે હોય તે; ચાદર (૨) સંતાડવું તે (૩) ચંદરવો (૪) છાપરું આચ્છાદવું સક્રિ. (સં. આચ્છાદ્) ઢાંકવું [(૩) સંતાડેલું આચ્છાદિત વિ. (સં.) છવાયેલું; ઢંકાયેલું (૨) પાથરેલું આછ સ્ત્રી. (આછું ઉપરથી) ઓછાપણું (૨) છાશનું પાણી; પરાશ (૩) પાતળાપણું આછકલા(oઈ) સ્ત્રી. (તપણું) ન. (વેડા) પું.બ.વ. આછકલું વર્તન; છીછરાપણું [ગિયું આછકલું વિ. છીછરા મનનું (૨) ફુલણજી (૩) વરણાઆછ(-છે)ટવું સ.ક્રિ. ખંખેરવું (૨) પછાડવું આછણ ન. આખરણ; મેળવણ; અધરકણ આછણલૂછણ ન. વરણાગિયાપણું; ટાપટીપ આછર પું. પોશાક (૨) પાથરણું (૩) સ્ત્રી. ગધેડાની ગૂણ નીચેની ગાદી; ખાસિયું આછરણ ન. આછરીને ઉપર ચડી આવેલું પાણી આછરવું અ.ક્રિ. (સં. આચ્છિર, પ્રા. ઉચ્છિણ = થૂંકી કાઢવું ઉપરથી) ઓસરવું (૨) નરમ પડવું (૩) પાથરવું (૪) નીતરવું આરિયું ન. પાથરણું (૨) ગધેડાની આછ૨; ખાસિયું આછું વિ. ટુંટું (૨) થોડું (૩) પાતળું (૪) ઝાંખું આછુંપાતળું (પાંખું) વિ. થોડુંઘણું (૨) જેવુંતેવું (૩) જરાતરા; ફાસર્ડ્સ આછંટવું સ.ક્રિ. જુઓ ‘આછટવું’ આછેરું વિ. સં. અચ્છ, પ્રા. અચ્છ) વધારે આછું આછોતરું વિ. ઘણું જ ઓછું; સ્વલ્પ આજનો દિવસ આજ ક્રિ.વિ. (સં. અદ્ય, પ્રા. અજજ) આજે (૨) સ્ત્રી. આજકાલ ક્રિ .વિ. આજે અથવા કાલે; થોડા વખતમાં (૨) હમણાં; હાલ (૩) સ્ત્રી, આજ અને કાલનો દિવસ આજકાલનું વિ. હમણાંનું જ; થોડા વખતનું (૨) Acharya Shri Kailassagarsuri Gyanmandir [આજ્ઞાંક્તિ અર્વાચીન (૩) કાચી ઉંમરનું; બિનઅનુભવી આજથી ક્રિ.વિ. ચાલુ દિવસથી શરૂ કરીને [આજીવન આજન્મ ક્રિ.વિ. (સં.) જન્મથી જ (૨) જિંદગીભર; આજ પછી ક્રિ.વિ. હવે પછી; હવેથી આજપર્યંત ક્રિ.વિ. (સં.) હમણાં સુધી (૨) આજ સુધી આજ(-ઝ)મ વિ. (અ.) મોટું; મહાન (૨) માનવીય (સંબોધન માટેનો શબ્દ) આજાન(-નુ) (બાહુ, ભુજ) વિ. (સં. આજાનુ + બાહુ, ભુજ) સાથળ અર્થાત્ ઢીંચણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળું આજાર પું. (ફા.) મંદવાડ; બીમારી (૨) ઉપદ્રવ; મરજ આજારી વિ. રોગી; રુગ્ણ; બીમાર; માંદું (૨) સ્ત્રી. માંદગી; મંદવાડ [નાનીમા આજી સ્ત્રી. (‘આજો’નું સ્ત્રી, સં. આર્યા) માની મા; નાની; આજીજી સ્ત્રી. (અ. આજિજી) કાલાવાલા; કાકલૂદી આજીબા સિ. આજી (માની મા) [પર્યંત આજીવન વિ. (સં.) જીવન પર્યંતનું (૨) ક્રિ.વિ. જીવન આજીવિકા સ્ત્રી. (સં.) ગુજરાન (૨) ગુજરાનનું સાધન (૩) ખોરાકીખર્ચ; ભરણપોષણ (૪) ધંધો આજુ(-જૂ)બાજુ(-જૂ) ક્રિ.વિ. આસપાસ (૨) ચારે બાજુ આજૂકું વિ. આજનું (૨) નવું આવેલું; તાજું (૩) આજનું આજૂબાજૂ ક્રિ.વિ. જુઓ ‘આજુબાજુ’ આજે ક્રિ.વિ. (સં. અઘ) આજ; આ દિવસે આજો પું. (સં. આર્યક, પ્રા. અજ્જ) માનો બાપ; નાનો આજો-પડવો પું. માતાના પિતાનું શ્રાદ્ધ કરવાનો દિવસ; આસો સુદિ એકમ આજ્ઞપ્ત વિ. (સં.) હુકમ અપાયેલું આજ્ઞપ્તિ સ્ત્રી. (સં.) આદેશ; હુકમ આજ્ઞા સ્ત્રી. (સં.) હુકમ (૨) ૨જા (૩) પરવાનગી આજ્ઞા(કર, કારક) વિ. હુકમ કરનારું (૨) હુકમ કે આજ્ઞા પાળનારું આજ્ઞાકારી વિ. (સં. આજ્ઞાકારિન્) જુઓ ‘આજ્ઞાકર’ આજ્ઞાધીન વિ. આજ્ઞાને આધીન, આજ્ઞા પ્રમાણે જ વર્તનારું આજ્ઞાનુવર્તી વિ. (સં.) આજ્ઞા પ્રમાણે વર્તનાર; કામ કરનારું આજ્ઞાપક વિ. (સં.) આજ્ઞા કરનાર (૨) પું. માલિક; શેઠ આજ્ઞાપત્ર ન. રાજાનો લેખી હુકમ કે તેનો કાગળ (૨) હુકમનામું (૩) સરકારી ‘ગેઝેટ’ આજ્ઞાપત્રિકા સ્ત્રી. આજ્ઞાપત્ર (૨) સરકારી ‘ગેઝેટ’ આજ્ઞાપન ન. હુકમ; ફરમાન (૨) હુકમ કરવાની ક્રિયા આજ્ઞાપાલક વિ. (સં.) આજ્ઞાનું પાલન કરનારું; નોકર આજ્ઞાપાલન ન. (સં.) આજ્ઞા પાળવી તે તિ આજ્ઞાર્થ પું. ક્રિયાપદના રૂપમાંથી આજ્ઞાનો અર્થ નીકળવો આજ્ઞાંકિત વિ. આજ્ઞા પ્રમાણે વર્તનારું; તાબેદાર; કહ્યાગ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy