SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાધવું] સાધવું સ.ક્રિ. (સં. સા) સિદ્ધ કરવું; પાર પાડવું (૨) પુરવાર કરવું; સાબિત કરવું (૩) (દેવ, મંત્ર વગેરે વશ થાય કે સિદ્ધ થાય તે માટે) સાધના કરવી (૪) પોતાને અનુકૂળ કે વશ કરવું (૫) શબ્દનું સિદ્ધ રૂપ કયા ફેરફારથી બન્યું તે બતાવવું (૬) (તક કે સંજોગોનો) લાભ ઉઠાવી લેવો; વશ કરવું[સપ્રમાણ સાધાર વિ. (સં.) આધારવાળું (૨) પ્રમાણ સાથેનું; સાધારણ વિ. (સં.) સામાન્ય; ખાસ નહિ તેવું (૨) મધ્યમ; નહિ અતિ ઘણું કે નહિ અતિ ઓછું (૩) સમાન; બધાંને લાગુ પડે તેવું સાધારણ અવયવ છું. બે કે બેથી વધારે મૂળ પદીઓને નિઃશેષ ભાગનારી પદી; ‘કૉમન ફેક્ટર’ (ગ.) સાધારણતા સ્ત્રી. સાધારણપણું સાધરણીકરણ ન. (સં.) સાધારણરૂપમાં લાવવું (૨) રસનિષ્પત્તિની તારતમ્યપરક સ્થિતિ ૮૨૧ સાધિકા સ્ત્રી. (સં.) સાધક સ્ત્રી સાધિત વિ. (સં.) સાધેલું; સિદ્ધ કરેલું સાધુ વિ. (સં.) સારું; ઉત્તમ (૨) ધાર્મિક વૃત્તિનું; ઈશ્વરભક્તિ-પરાયણ (૩) સદાચરણી (૪) પું. સાધુ પુરુષ (૫) ત્યાગી; બાવો; વેરાગી [તકસાધુ સાધુ વિ. સાધનારું (સમાસના ઉત્તરપદમાં) જેમ કે, સાધુકાર પું. (સં.) ‘શાબાશ’ એવો ઉદ્ગાર સાધુચરિત વિ. સાધુતાવાળા જીવનવાળું; સાધુ (પુરુષ) સાધુજીવન ન. (સં.) ત્યાગવાળું જીવન [બાવી સાધુડી સ્ત્રી. વૈરાગ્યનો ઢોંગ કરનારી સ્ત્રી (૨) ભિખારણ; સાધુતા સ્ત્રી. સાધુપણું; પવિત્રતા સાધ્ય વિ. (સં.) સિદ્ધ કરવાનું (૨) સાધી શકાય તેવું (૩) ન. સિદ્ધ કરવાનું તે સાધ્વી વિ.,સ્ત્રી. (સં.) શીલવંતી; પતિવ્રતા (૨) સ્ત્રી. બાવી; સાધુડી (૩) ગેરાણી (જૈન) સાન સ્ત્રી. (સં. સંજ્ઞા, પ્રા. સન્ના) ઇશારો; સંકેત; આંખમચકારો (૨) સમજણ; અક્કલ સાન ન. ગીરો મૂકવું તે; અવેજ [ચપણિયું સાનક ન. (ડી) સ્ત્રી. (કું) ન. શકોરું; રામપાત્ર; સાનખત ન. ગીરો મૂકવા બાબતનું લખાણ; ગીરો દસ્તાવેજ સાનગીરો પું. સાનમાં કે ગીરો મૂકેલું ચીજવસ્તુ કે એ પ્રક્રિયા સાનભાન ન. સમજશક્તિ અને સચેત અવસ્થા સાનશુદ્ધિ, સાનસૂધ સ્ત્રી. સૂધબૂધ [પ્રસન્નતાથી સાનંદ વિ. (સં.) આનંદયુકત (૨) ક્રિ.વિ. આનંદપૂર્વક; સાનંદાશ્ચર્ય ન. આનંદયુક્ત આશ્ચર્ય (૨) ક્રિ.વિ. આનંદ અને આશ્ચર્ય સાથે સાની સ્ત્રી. પેણીમાં ખાજાં વગેરે તળતાં ખરી પડેલો ભૂકો (૨) તેલ ભર્યો કચરેલા તલનો ભૂકો (૩) રાખ; ભસ્મ સાનુ સ્ત્રી. (સં.) પહાડ ઉપરનું સપાટ નાનું મેદાન [સાબર સાનુકંપ વિ. અનુકંપાવાળું; કૃપાળુ (૨) ક્રિ.વિ. અનુકંપા સાથે રુચતું; ફાવતું (૨) અનુકૂળ થઈ રહેનાર સાનુકૂલ (સં.) (-ળ) વિ. અનુકૂળતાવાળું; મદદગાર; સાનુનાસિક વિ. (સં.) અનુનાસિક ઉચ્ચારવાળું (સ્વર) (અનુનાસિક જ પૂરતો છે.) સાનુસ્વાર વિ. (સં.) અનુસ્વારવાળું (સ્વર) (વ્યા.) સાન્ત વિ. (સં.) અંતવાળું; મર્યાદિત; નશ્વર સાન્ત વિ. (સં.) સઘન; ઘટ્ટ Acharya Shri Kailassagarsuri Gyanmandir સાપ પું. (સં. સર્પ, પ્રા. સર્પ) સર્પ; ભુજંગ [ઘોડી સાપડી સ્ત્રી. વાંચવાનું પુસ્તક મૂકવાની લાકડાની ફાંસિયા સાપડો છું. મોટી સાપડી સાપણ(-ણી) સ્ત્રી. (સં. સર્પિણિકા, પ્રા. સપ્પિણિઆ) સાપની માદા (૨) વહાણના એક ભાગનું નામ સાપત્ન વિ. (સં.) શોક્યને લગતું (૨) ઓરમાયું (૩) પું. શત્રુ; દુશ્મન [મણી ચામડીવાળી સાપની સાપબામણી સ્ત્રી. ગરોળીના ઘાટની લીલી સુંદર ચિતરાસાપિણી સ્ત્રી. સાપણ; સાપની માદા સાપરાધ વિ. (સં.) અપરાધી; દોષિત સાપેક્ષ વિ. (સં.) અપેક્ષાવાળું (૨) સ્વતંત્ર હસ્તી ન ધરાવનારું પણ બીજા કશા પર આધાર રાખનારું; ‘રિલેટિવ’ (૩) સ્વતંત્ર હસ્તી ન ધરાવતું સાપેક્ષતા સ્ત્રી, (સં.) માપ, દિશા વગેરેમાં એકબીજામાં આધાર હોવો તે સાપોલિયું ન. નાનો સાપ (૨) સાપનું બચ્ચું (૩) અળસિયું સાપ્તાહિક વિ. (સં.) સાત દિવસનું (૨) સપ્તાહને લગતું (૩)ન. સાતસાત દિવસે બહાર પડતું છાપું; અઠવાડિક સાફ વિ. (અ.) ચોખ્ખું; સ્વચ્છ (૨) કચરા-કાંટા વગરનું (૩) સપાટ (૪) નિષ્કપટ (૫) સ્પષ્ટ (૬) ક્રિ.વિ. બિલકુલ ઘસીને સાફલ્ય નં. (સં.) સફળતા સાફસાફ વિ. તદ્દન સાફ (૨) ક્રિ.વિ. ચોખ્ખું ચોખ્ખું; સ્પષ્ટ રીતે (૩) ખુલ્લા દિલથી સાફસૂફ વિ. ચોખ્ખું; કચરા વિનાનું (૨) સ્ત્રી. સફાઈ; વાળઝૂડ (૩) કામકાજની સુઘડતા સાફસૂફી સ્ત્રી. સાફસૂફ; સફાઈ સાફી સ્ત્રી. (અ.) ચલમ પીવાનો કપડાનો કકડો [તેવું સાફી વિ. (અ.) જેના વળતર કે વટાવ ન દેવાં પડે સાફો પું. ફેંટો સાબડબોથું વિ. ભોળું; નિષ્કપટ (૨) ભેળસેળવાળું સાબદાઈ સ્ત્રી. સાબદા થવાપણું; સજ્જતા સાબદું વિ. બધુંયે; તમામ (૨) સજ્જ; તૈયા૨ સાબર ન. (સં. શંબર, પ્રા. સંબર) શિંગડાંવાળું હરણ જેવું એક પશુ સાબર સ્ત્રી. સાબરકાંઠામાંથી પસાર થતી નદી; સાબરમતી For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy