SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સસો સસો પું. નર સસલો સસ્તન વિ. સ્તનવાળું સસ્તાઈ સ્ત્રી. સસ્તું હોવાપણું; સોંસરત [વક્કર વિનાનું સસ્તું વિ. (સં. શુષ્યંત, પ્રા. સુસંત) સોંઘું (૨) ભાર કે સસ્થાન વિ. સમાન દરજ્જા કે કોટિનું (૨) ક્રિ.વિ. યોગ્ય સ્થાને [પૂર્વક; સ્નેહસહિત સસ્નેહ વિ. (સં.) સ્નેહવાળું; સ્નેહાળ (૨) ક્રિ.વિ. સ્નેહસસ્પેન્ડ ક્રિ.વિ. (ઈં.) નોકરી ઉપરથી ઉતારી મૂકેલું; ફરજમોકૂફ કરેલું (૨) સ્થગિત; મોકૂફ સસ્પેન્શન ન. (ઈં.) નોકરીથી ફરજમોકૂફી; નિલંબન સસ્પેન્સ સ્ત્રી. (ઈં.) નાટ્યઅચરજ (૨) નિર્ણય અંગેની ચિંતા કે અધીરાઈ (૩) રહસ્ય; ભેદ ૮ ૦૫ સસ્મિત વિ. સ્મિતવાળું; મલકતું (૨) ક્રિ.વિ. સ્મિત કરીને; મોં મલકાવીને સસ્ય ન. (સં.) ધાન્ય; અનાજ સસ્સો પું. (સં. શશ, પ્રા. સસ) સસલો સસ્સો પું. (સં.) ‘સ' વર્ણ (૨) ‘સ' ઉચ્ચાર સહ ક્રિ.વિ. (સં.) સમાસમાં ‘સહિત’ ‘સાથેનું’ એવો અર્થ બતાવતું પૂર્વપદ (૨) ના. ઉત્તરપદમાં તે નામયોગીના સ્વરૂપમાં (જેમ કે, ભાર્યાસ) સહઅસ્તિત્વ ન. (સં.) સાથે હોવું તે; સહભાવ સહઆરોપી પું. (સં.) અપરાધીનું સાથીદાર સહકર્મચારી વિ. (સં.) સાથે કામ કરનાર સહકાર પું. (સં.) સાથે મળીને કામ કરવું તે; એકબીજાને મદદગાર થવું તે (૨) આંબો (સુગંધીવાળા ફળવાળો) સહકારિતા સ્ત્રી. (-ત્વ) ન. સહકારીપણું સહકારી વિ. (સં. સહકારિન્) સહકારવાળું; સહકાર કરતું કે તેનાથી ચાલતું (૨) પું. સહ્કાર કરનાર સહકારી ભંડાર છું. સહકારથી ચાલતી દુકાન સંસ્થા સહકારી મંડળ ન. (-ળી) સ્ત્રી. સહકારથી ચાલતું મંડળસહગમન ન. (સં.) સાથે જવું તે (૨) સતી થવું તે સહગામી વિ. (સં.) સહગમન કરનારું; સાથે જનારું સહચર વિ. (૨) પું. (સં.) સાથે ફરનાર (૨) સોબતી; ગોઠિયો (૩) પતિ સહચરી સ્ત્રી. સાથે ફરતી સ્ત્રી; પત્ની (૨) સખી; સહિયર સહચાર પું. (સં.) સાથ; સંગ; સોબત; સંબંધ (૨) સુસંગતપણું (૩) સાહચર્ય સહચારિણી વિ., સ્ત્રી. (સં.) સાથે રહેનારી કે ફરનારી (૨) સ્ત્રી. સહચરી; પત્ની; સખી સહચારિતા સ્ત્રી. (સં.) સહચારી હોવાપણું સહચારી વિ. (સં. સહચારિન્) સાથે જનારું કે રહેનારું (૨) પું. પતિ; ધણી સહજ વિ. (સં.) સાથે જન્મેલું (૨) કુદરતી; સ્વાભાવિક (૩) સહેજ; સહેલું (૪) ક્રિ.વિ. ખાસ કારણ વિના સયાજી (૫) સ્વાભાવિક રીતે (૬) સહેલાઈથી [અંતર્નાન સહજશાન ન. (સં.) જન્મથી કુદરતી રીતે હોય તેવું જ્ઞાન; સહજન્મા વિ. (સં.) સાથે જન્મ થયો હોય તેવું; જોડકા તરીકે જન્મેલું [થાય તેવું સહજન્ય વિ. (સં. સહ + જન્ ઉપરથી) સાથે ઉત્પન્ન સહજપ્રાપ્ત વિ. સહેજે મળેલું; સ્વાભાવિક રીતે મળેલું [ભેટ સહજપ્રાપ્તિ સ્ત્રી. (સં.) સ્વાભાવિક રીતે મળવું તે; કુદરતી સહજપ્રાપ્ય વિ. (સં.) સ્વાભાવિક રીતે મળે તેવું સહજબુદ્ધિ સ્ત્રી. કુદરતી બુદ્ધિ કે પ્રેરણા; કોઠાસૂઝ; ‘ઇન્સ્ટિક્ટ’ Acharya Shri Kailassagarsuri Gyanmandir સહજભાવ પું. (સં.) સહજતા; સ્વાભાવિક્તા સહજસ્ફુરણ ન. (સં.) સ્વાભાવિક રીતે સ્ફુરી આવવું તે; તિ સહજ જ્ઞાન સહજસ્ફુરણા, સહજસ્ફૂર્તિ સ્ત્રી. સહજબુદ્ધિ; સહેજે સ્ફુરવું સહજાનંદ પું. (સં.) સહજ-સ્વાભાવિક આનંદ; આત્માનંદ (૨) સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજીવન ન. સાથે રહીને જિંદગી વિતાવવી તે (૨) (દંપતીનું) લગ્નજીવન; વિવાહિતજીવન સહજીવી વિ. સાથે જીવતું કે જીવન ગુજારતું (૨) સહજીવન ગાળનાર (૩) સમાકાલીન સહોપલબ્ધ વિ. (સં.) સ્વાભાવિક રીતે આવી મળેલું સહજોપલબ્ધિ વિ. સ્વાભાવિક રીતે આવી મળેલું તે સહતંત્રી વિ., પું. ઉપતંત્રી (સામયિકનો) [બજાવવી તે સહધર્મચાર પું. (સં.) સાથે રહીને જીવનની ફરજો સહધર્મચારિણી સ્ત્રી. પત્ની; ધર્મપત્ની સહધર્મચારી પું. પતિ સહધર્મિણી સ્ત્રી, સહધર્મચારિણી; પત્ની સહધર્મી વિ. (૨) પું. (સં. સહધર્મન્) સમાન ધર્મવાળું (૨) એકસમાન ધર્મનું અનુયાયી સહન ન. (સં.) સહેવું - ખમવું તે સહનશક્તિ સ્ત્રી. (સં.) સહન કરવાની શક્તિ સહનશીલ વિ. (સં.) સહન કરે તેવા સ્વભાવનું; શાંત; ધીર; સહિષ્ણુ સહનશીલતા સ્ત્રી. સહિષ્ણુતા સહપાઠી પું. (સં.) સાથે ભણનાર; સહાધ્યાયી સહભાગિની સ્ત્રી. (સં.) પત્ની (૨) વિ.,સ્ત્રી. સહભાગી સહભાગી વિ. (સં.) ભાગીદાર; ભાગિયું; સાથી સહભાવ પું. (સં.) સાથે હોવું તે; સહ-અસ્તિત્વ સહભોજન ન. (સં.) સાથે બેસી કરેલું ભોજન (૨) ભિન્ન વર્ણના લોકોનું એક પંગતે ભોજન સહમત વિ. (સં.) એકમત; સમાન-સરખા મતવાળું સહમતી સ્ત્રી. (સં.) એકમતી; સહમત હોવાપણું સહમંત્રી છું. (સં.) જોડિયો મંત્રી; મદદનીશ મંત્રી સહયાજી વિ. (સં.) સાથે મળી યજ્ઞ કરનાર For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy