SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સમૂળ સમૂળ વિ. (સં. સમૂલ, પ્રા. સમૂલગઅ) મૂળસહિત સમૂળગું વિ. (સં. સમૂલક, પ્રા. સમૂલઅ) તમામ; પૂરેપૂરું; સમગ્ર (૨) ક્રિ.વિ. મૂળ સાથે [મૂળ સાથે સમૂળું ક્રિ.વિ. (સં. સમૂલગત, પ્રા. સમૂલગ) સમૂળ; સમૃદ્ધ વિ. (સં.) સમૃદ્ધિવાળું; સંપન્ન; આબાદ(૨) ધનવાન સમૃદ્ધિ સ્ત્રી. (સં.) આબાદી; ઐશ્વર્ય (૨) જાહોજલાલી સમૃદ્ધિમાન વિ. સમૃદ્ધિવાળું; સમૃદ્ધ સમે ક્રિ.વિ. સમયે; પ્રસંગે; ટાણે સમેટવું સ.ક્રિ. (સં. સંવેષ્ટયતિ, પ્રા. સંવેદ્ઘઈ) આટોપવું; સંકેલવું (૨) એકઠું કરવું (૩) પતાવવું સહિત સમેત વિ. (સં.) સંયુક્ત; સાથે હોય તેવું (૨) ના. સુધ્ધાં; સમ્મેસમું વિ. બરોબર સમું; પાધ્ (૨) સીધેસીધું હોય તેવું; યથાર્થ સમૈયો પું. (સં. સમાજ, પ્રા. સમા) સામૈયું (૨) પ્રવાસ કરતા રહેતા ધર્મગુરુનો વધુ દિવસોનો જ્યાં મુકામ થાય ત્યાં એ નિમિત્તે ઊજવાતો ઉત્સવ (સ્વામીનારાયણ સંપ્રદાય) [પ્રસંગ; અવસર; ટાણું સમો પું. (સં. સમય, પ્રા. સમઅ) વખત; સમય (૨) સમોતું વિ. (સં. સમવેત) એકસાથે સઘળું; સામટું સમોલ સ્ત્રી. જોતરું ભરાવવાની ધૂંસરાની ખીલી સમોવડ વિ. (સં. સમ દ્વારા) સમાન; બરાબરિયું (૨) પ્રતિસ્પર્ધી; હરીફ (૩) સમાન ઉંમરનું સમોવડિયણ વિ., સ્ત્રી, સમોવડી સ્ત્રી [હરીફ સમોવડિયું વિ. સરખી ઉંમરનું; સરખું (૨) પ્રતિસ્પર્ધી; સમોવડું વિ. સમોવડ; સમાન (૨) પ્રતિસ્પર્ધી સમોવણ ન. સમોવવું તે કે તેને માટેનું પાણી સમોવવું સક્રિ. (સં. શમ્ના પ્રેરક ક્રિયારૂપ શામય દ્વારા) વધારે ગરમ પાણીને નવાય એવું કરવા તેમાં ઠંડું પાણી ઉમેરવું સમોષ્ણ વિ. (સં.) સમધારણ ગરમીવાળું સમોષ્ણરેખા સ્ત્રી. (સં.) ઉષ્ણતા સરખી હોય તે સ્થાનોને જોડતી (નકશાની) રેખા [વાનગી સમોસું ન. શિંગોડાના આકારની (કચોરી જેવી) એક સમ્યક વિ. (સં.) યોગ્ય (૨) ક્રિ.વિ. ઠીક; બરોબર; સારી રીતે [દૃષ્ટિ (૨) સમક્તિ (જૈન) સમ્યકત્વ ન. (સં.) ચોક્કસ પ્રકારની શ્રદ્ધાવાળી વિવેક સમ્યગદૃષ્ટિ સ્ત્રી. યોગ્ય - સાચી દૃષ્ટિ; નિર્વિકાર દૃષ્ટિ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શનન.(સં.) સમ્યક-સાચુંયથાર્થ જ્ઞાન સમ્રાજ્ઞી સ્ત્રી. (સં.) મહારાણી; સમ્રાટની સ્ત્રી સમ્રાટ પું. (સં.) રાજાધિરાજ; શહેનશાહ; ચક્રવર્તી રાજા સયુક્તિ, (૭) વિ. (સં.) યુક્તિ કે પ્રમાણ સાથેનું; હેતુવાળું સચ્ચાદ પું. (અ.) શિકારી [સાંકળી સર ન. (સં. સરસ્) સરોવર સર સ્ત્રી. (દે. સરિઆ, સરી) ગળામાં પહેરવાની સેર; Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ [સરગી સર પું. (ઈં.) અંગ્રેજી રાજ્યમાં અપાતો એક ઇલકાબ (૨) સાહેબ (શાળામાં શિક્ષકને માટે અંગ્રેજીમાં સંબોધન) સર વિ. (ફા.) સર = માથું) ‘વડું'ના અર્થમાં શબ્દની આગળ (ઉદા. સરસૂબો) સર પું. (સર. ફા.) (ઘણુંખરું બહુવચનમાં) પત્તાંની રમતમાં અમુકનું પ્રાધાન્ય તે; હુકમ [મહિનાનો ગુણાકાર સર પું.બ.વ. (વ્યાજ ગણવામાં) મુદ્દલ અને મુદતના સર ના. ‘પ્રમાણે; રૂએ' એ અર્થમાં નામની કે વિશેષણની સાથે (કાયદેસર) (૨) ‘માટે; અર્થે' એ અર્થમાં નામની સાથે (ધંધાસર) (૩) નિરર્થક પૂર્વપદ તરીકે. ઉદા. સરસમાચાર સરઅવસરે ક્રિ.વિ. વખતોવખત સરકટ ન. (સં. સર+કટ) નેત્તર કે બરુ જેવો એક છોડ સરકણું(-ણિયું) વિ. સરકી ને ખસી પડે એવું (૨) ન. સરકણી જગા સરકત સ્ત્રી, સહિયારો વેપાર-ધંધો સરકતી સ્ત્રી. પંતિયાળું; વેપારી ભાગીદારી સરકવું અ.ક્રિ. (સં. સૂ) લપસવું; ખસવું (૨) છટકવું; ધીમે રહીને જતા રહેવું [તમાસો સરકસ ન. (ઈં.) જનાવર, કસરત વગેરેના ખેલનો સરકાર પું., સ્ત્રી. (ફા.) પ્રજાનું શાસન કરનારી સત્તા (૨) રાજાસાહેબ, સત્તાધીશ એ અર્થના ઉદ્બોધનમાં વપરાય છે (૩) નવાબ [વરો; મહેસૂલ સરકાર(ધારો) પું., (oભરણું, ૦ભરત) ન. સરકારી સરકારી વિ. સરકારનું; સરકાર સંબંધી સરક્યુિં વિ. સ૨કાવી શકાય તેવું (૨) ન. સરકી શકે તેવી ગાંઠ; સરકાર ગાંઠ સરકું ન. (સં.) આગલા ભાગમાં બે પાંખિયાંવાળું કાંટા ઝરડાં વગેરે ફેરવવાનું લાકડાનું સાધન; શેંટલો સરકૂડું વિ. જ્યાં ત્યાં સરકી જનારું સરકો પું. (ફા. સિકંહ) ઘણો જ ખાટો રસ (૨) તાડી, શેરડી, દ્રાક્ષ વગેરેનો ખટાશ ચડેલો રસ સરખામણી સ્ત્રી. તુલના; મુકાબલો; બરાબરી સરખાવવું સ.ક્રિ. (‘સરખું' પરથી) મુકાબલો કરવો; મેળવી જોવું; તુલના કરવી સરખું વિ. (સં. સદેશ, પ્રા. સરિઝ્ન) બરોબર; સમાન (૨) સપાટ; ખાડા ટેકરા વિનાનું (૩) બરોબર રીતનું; વ્યવસ્થિત (૪) છાજતું; ઘટિત (મારા સરખું કામ) (૫) વાક્યમાં નામ પછી વપરાતાં ‘૫' કે ‘મે' જેવો ભાવ સૂચવે છે. ઉદા. વાત સરખી ન કરી. સરખેસરખું ક્રિ.વિ. બરાબરિયું; સમોવડું [ઝાડ સરગવો છું. (સં. શિન્નુ) શાકની લાંબી શિંગો આપતું એક સરગી સ્ત્રી. મુસ્લિમોના રમજાન મહિનામાં મળસકે વહેલો કરાતો નાસ્તો For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy