SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સત્ત્વો સત્ત્વ ન. (સં.) સાર; તત્ત્વ (૨) અસ્તિત્વ (૩) અંતઃક૨ણ (૪) સદ્ગુણ (૫) બળ; પરાક્રમ (૬) પ્રાણી સત્ત્વગુણ પું. પ્રકૃતિના ત્રણ ગુણમાંનો પ્રથમ સત્ત્વગુણી વિ. સત્ત્વગુણવાળું સત્ત્વ(સં)શુદ્ધિ સ્ત્રી. (સં.) અંતઃકરણની શુદ્ધિ સત્ત્વસ્થ વિ. (સં.) સત્ત્વગુણવાળું; સાત્ત્વિક (૨) મન પર પૂરો કાબૂ ધરાવનારું (૩) જીવન્મુક્ત સત્ત્વહાનિ સ્ત્રી. (સં.) સત્ત્વની હાનિ કે નાશ કે નુકસાન સત્ત્વહીન વિ. બળ કે તત્ત્વ વગરનું; સત્ત્વહીન (૨) બળનો નાશ સત્પક્ષ પું. (સં.) સાચો અને પ્રામાણિક પક્ષ [રસ્તો સત્પ(- ં)થ પું. (સં.) સન્માર્ગ; સત્યનો રસ્તો (૨) સાચો સત્પાત્ર ન. પાકી યોગ્યતાવાળું માણસ સત્પુત્ર પું. (સં.) સદ્ગુણી પુત્ર-દીકરો સત્પુરુષ પું. (સં.) સારો પુરુષ; સજ્જન સત્કલ ન. (સં.) (-ળ) સારું પરિણામ સત્ય વિ. (સં.) સાચું; વાસ્તવિક; ખરું (૨) ન. ખરાપણું; તથ્ય; સાચી વાત (૩) ચાર યુગમાંનો પહેલો; કૃતયુગ સત્યમાં વિ. (સં.) સાચું કામ કરનાર [સદાચારી સત્યકામ વિ. સત્યપ્રેમી (૨) સાચી કામના કરનારું (૨) સત્યતા સ્ત્રી. સચ્ચાઈ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ ૮ [સદય સત્યાચરણ ન. (સં.) સત્યનું આચરણ; સત્યાચાર સત્યાચરણી વિ. (સં.) સત્યને આચરનારું; સત્યાચારી સત્યાચાર પું. (સં.) સત્ય આચરવું તે; સાચો આચાર સત્યાચારી વિ. (સં.) સત્ય આચારના સત્યાનાશ ન. (સં. સત્તા = અસ્તિત્વ + નાશ) નખ્ખોદ; પાયમાલી; ખેદાનમેદાન થઈ જવું તે સત્યાભાસ પું. (સં.) સત્યનો આભાસ [આભાસવાળું સત્યાભ્યાસી વિ. સં. સત્યાભાષિનૢ) સત્યના માત્ર સત્યાર્થ પું. (સં.) સાચો અર્થ (૨) સાચી હકીકત સત્યાર્થપ્રકાશ પું. (સં.) સ્વામી દયાનંદકૃત આર્યસમાજનો (તે નામનો) મૂળ ગ્રંથ સત્યાર્થી વિ. (સં.) સત્ય ચાહનારું; સત્યપરાયણ સત્યાશી(-સી) વિ. (સં. સપ્તાશીતિ, પ્રા. સત્તાસીઇ) એંશી સારવાર વત્તા સાત (૨) પું. સત્યાશીનો આંકડો કેસંખ્યા; ‘૮૭’ સત્યાંશ પું. (સં.) સત્યનો અંશ; થોડું પણ સાચું સત્યોપચાર પું. (સં.) સાચો ઉપચાર-ઉપાય; સાચી [વિશેનો બોધ સત્યોપદેશ પું. (સં.) સાચો નીતિમય બોધ (૨) સત્ય સત્યોપલબ્ધિ સ્ત્રી. (સં.) સત્ય પ્રાપ્ત થવુંતે; સાચની પ્રાપ્તિ સત્યોપાસક વિ. (સં.) સત્યનું ઉપાસક; સત્યાર્થ સત્યોપાસના સ્ત્રી. (સં.) સત્યની ઉપાસના સત્ર ન. (સં.) યજ્ઞ શરૂ થઈ પૂરો થાય ત્યાં સુધીનો (૧૩ થી ૧૦૦ દિવસનો) સમય (૨) યજ્ઞ (૩) લાંબી રજાઓ વચ્ચેનો શાળાનો અભ્યાસનો સમયગાળો; ‘ટર્મ’ (૪) સદાવ્રત સત્રપ પું. (સં.) સૂબો; હાકેમ [સત્રનો અંત સત્રાંત વિ. (સં.) સત્રને અંતે આવતું કે બનતું (૨) પું. સત્વર વિ. (સં.) ત્વરાયુક્ત (૨) ક્રિ.વિ. જલદી; ઝડપથી સત્યમાગમયું. (સં.) સત્સંગ; સાધુસંત કેસજ્જનનો સમાગમ સત્સંગ પું. (સં.) સંત કે સજ્જનની સોબત સત્સંગત(-તિ) સ્ત્રી. (સં.) સંત પુરુષોની સોબત (૨) ધર્મવાર્તા વગેરે પરસ્પર કરવાં તે સત્યદર્શન ન, પરમ સત્યનો ખ્યાલ; બ્રહ્મજ્ઞાન સત્યદર્શી વિ. (સં.) તથ્ય જોનાર (૨) બ્રહ્મજ્ઞાની સત્યનારાયણ પું. (સં.) સત્યરૂપી નારાયણ; વિષ્ણુ ભગવાનનું એક નામ સત્યનિષ્ઠ વિ. સત્યને જ વળગી રહેનારું; સત્યપરાયણ સત્યનિષ્ઠા સ્ત્રી. સત્યપરાયણતા; સત્ય જ પરમ છે એવી શ્રદ્ધા કે ભક્તિ - અચળ વિશ્વાસ સત્યપર, (૦૪, -રાયણ) વિ. સત્યનિષ્ઠ સત્યપ્રિય વિ. (સં.) સત્યને ચાહનારું સત્યભાષી વિ. સાચું બોલનારું સત્યમય વિ. (સં.) સત્યથી પૂર્ણ સત્યમૂર્તિ વિ. (સં.) જેનું સમગ્ર સ્વરૂપ સત્યમય હોય તેવું સત્સંગી વિ. સત્સંગ કરનારું (૨) પું. સત્સંગ કરનારો (૩) સત્યયુગ પું. ચાર યુગોમાંનો પ્રથમ; સતજુગ સત્યયુગીન વિ. સત્યયુગનું કે તેને અંગેનું સત્યવક્તા પું. (સં.) સત્યવાદી વિ. સત્ય બોલનાર સત્યવતી સ્ત્રી. મત્સ્યગંધા-ભીષ્મની સાવકી માતા સત્યશીલ વિ. (સં.) સત્ય બોલવાના સ્વભાવવાળું (૨) સદાચારણી [તરત સિદ્ધ થાય છે એવું સત્યસંકલ્પ વિ. (સં.) જેનો સંકલ્પ સાચો છે - જેનો સંકલ્પ સત્યાગ્રહ પું. (સં.) સત્યપાલનનો આગ્રહ (૨) તે દ્વારા લડાતું અહિંસક યુદ્ધ (૩) તે અર્થે કરેલો સવિનય કાનૂનભંગ [(૩) પું. સત્યાગ્રહ કરનાર સત્યાગ્રહી વિ. સત્યાગ્રહને અંગેનું (૨) સત્યાગ્રહ કરનારું સ્વામીનાયરાણ સંપ્રદાયનો અનુયાયી સથરપ(-વ)થર ક્રિ.વિ. અવ્યવસ્થિત; વીખરાયેલું; વેરવિખેર સથરામણ સ્ત્રી, માનસિક શાન્તિ; મગજની સ્થિરતા સથવારો પું. (સં. સાર્થ, પ્રા. સત્થ - સાથ ઉપરથી) સાથ; સંગાથ (૨) કાફલો [માણસ સથવારો પું. કડિયા કામ કરતી એક હિંદુ જ્ઞાતિ કે તેનો સદડું વિ. સદશું; પ્રવાહી અને જાડું-ઘટ સદન ન. (સં.) ઘર; રહેઠાણ સદમો પું. (અ. સમ) આઘાત; માનસિક દુ:ખ (૨) શોક; પશ્ચાત્તાપ [દયાપૂર્વક સદય વિ. (સં.) દયાયુક્ત; દયાવાનું; દયાળુ (૨) ક્રિ.વિ. For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy