SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શેને] શેને સર્વ. શાને; શા માટે શેપટ પું. રેસો (૨) ઘંટી-ખીલડો શેફાલિ(-લી) સ્ત્રી. (સં.) ગરમાળાનું ઝાડ [પ્રવાહી પદાર્થ શેમ્પુ ન. (ઇં.) માથાના વાળ ધોવા માટેનું સુગંધીદાર શેર જું. (સં. સતેર, પ્રા. શએર) એક તોલ - ૪૫૦ ગ્રામ શેર પું. (ફા.) વાઘ (૨) સિંહ (૩) ચિત્તો [ઉર્દૂ વગેરે) શેર સ્ત્રી. (અ. શિખર) કવિતા; કવિતાની કડી (ફારસી, શૅર પું. (ઈં.) ધંધા માટેની પંત્યાળી મૂડી કે ભાગીદારીનો નિયત ભાગ (૨) તેનું ખત શેરગીર વિ. (ફા.) મસ્ત માતંગ (હાથી) શેરડી સ્ત્રી. એક વનસ્પતિ - જેના સાંઠામાંથી ગોળ ને ખાંડ બને છે; શેલડી શેરડી સ્ત્રી. નાનો સાંકડો શેરડો-રસ્તો; કેડી શેરડી પું. પગવાટ (૨) લોહી તરી આવવાથી મોં પર પડતો લિસોટો (૩) સુકાઈ ગયેલા આંસુના રેલાના ડાઘ (૪) ધ્રાસકો (૫) ઠંડું પાણી પીતાં અંદર પેટ સુધી થતી ઠંડકની લિસોટા જેવી અસર શૅરદલાલ પું. શૅરનો (તે લેવા-વેચવા માટે) દલાલ શેરદિલ વિ. (સં.) બહાદુર; હિંમતવાન; નિર્ભય શેરદિલી સ્ત્રી. (ફા.) બહાદુરી; હિંમત શૅરબજાર ન. શૅરની લેવડદેવડનું બજાર શૅરબજારિયો છું. શૅરબજારમાં કામધંધો કરનાર વેપારી શૅરબજારી વિ. ખાવાપૂરતું ધાન; રોટલો (૨) આજીવિકા શૅરબ્રોકર પું. (ઈં.) શૅરોના સોદા કરનાર-કરાવનાર દલાલ; શેરદલાલ શેરમાટી સ્ત્રી. સંતતિ; સંતાન; બાળક શેરમૂડી સ્ત્રી. શૅરથી એકઠી કરેલી મૂડી; ‘શેર કૅપિટલ’ [કોટ શેરવાણી(-ની) (હિં.) એક પ્રકારનો લાંબો (ઉત્તરભારતીય) શેરવું અ.ક્રિ. છેરવું; પાતળા ઝાડા થવા શેરસટ્ટો પું. હાજ૨ને બદલે શેરના વાયદાનો વેપાર શેર-સર્ટિફિકેટ ન. (ઇ.) જે તે કંપની વગેરેના ભાવનો ખ્યાલ આપતું પ્રમાણપત્ર શૅરહોલ્ડર પું. (ઈં.) શેરવાળો; શૅર લેનાર શેરામણ ન. છેરામણ; પાતળો ઝાડો શેરિયું વિ. (ચો) પું. શેર (૪૫૦ ગ્રામ) વજન શેરિયો પું. (-યુ) ન. શેર વજનનું કાટલું; શેરીકો શેરી સ્ત્રી. (દે. સેરી) સાંકડી ગલી (૨) ફળિયું; પોળ શેરીનાટક ન. (સં.) શેરીમાં ભજવાતું વિશિષ્ટ નાટક શેરો પું. અરજી વગેરે પર અધિકારીએ ટૂંકમાં કરેલું ટિપ્પણ શેલ ન.,પું. (ઇ.) રૂમ, ઈંડું વગેરેનું કોચલું (૨) તોપ વગેરેનો ગોળો-ટેરો [પૂજનનો એક પ્રકાર (લોક.) શેલણ પું. રબારી અને વૈશ્ય, સુતાર જાતિનો બાધા અને શેલડી સ્ત્રી. શેરડી શેલારી સ્ત્રી. સ્ત્રીઓની શેલા પ્રકારની એક કીમતી સાડી Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૮ [ શૈલરાજ શેલારો પું. પાણીમાં આગળ ધપવા શરીરના હેલારા મારવા તે શેલી સ્ત્રી. ચકમકથી દેવતા પાડવાની દોરી (૨) ભસ્મ; રાખ (૩) (સાધુ-ફકીર પહેરે છે તે) ગળાનો દોરો શેલું ન. કસબી ઉપરણો-ખેસ (૨) (અમુક કોમની વિધવાએ પહેરવાનો ખાસ એક) સાલ્લો (૩) સ્ત્રીઓનું કસબી પાલવવાળું એક કીમતી વસ્ત્ર શેલો પું. (દે. સેલ્લી = દોરડું ઉપરથી) દોહતી વખતે ગાયને પગે બાંધવાનું દોરડું; નોંઝણું શેવસ્ત્રી. સેવ; ચણાના લોટની લાંબીસળી જેવીએકતળેલી વાની(૨) ઘઉંની કરાતી સળી આકારની એક વાની શેવગાંઠિયા પું.બ.વ. શેવ ને ગાંઠિયાનું ભેળું ચવાણું શેવમમરા પું.બ.વ. શેવ અને મમરાનું ભેળું ચવાણું શેવડો પું. જૈન સાધુ શેવર ન. (ઈં.) હજામત કરવા માટેનું એક યાંત્રિક સાધન શેવાલ(-ળ) સ્ત્રી. (સં. શેવાલ) લીલ; સેવાળ (૨) (સં. સ્વદ્) બાફ; વરાળ (૩) શિંગની નસ [એવું શેવાળિયું વિ. શેવાળવાળું (૨) આછી વરાળ નીકળતું હોય શેશવા પું.બ.વ. વઘારેલા ચણા શેષ વિ. (સં.) બાકી રહેલું (૨) પું. શેષનાગ (૩) શેષ ભાગ (૪) સ્ત્રી. પ્રસાદ (૫) ભાગાકારમાં વધતી રકમ (ગ.) શેષનાગ પું. નાગરાજ [રૂપી શય્યા શેષશય્યા સ્ત્રી. શ્રીવિષ્ણુ ભગવાનની શેષનાગની ગૂંચળાશેષશાયી પું. (સં.) શેષ પર શયન કરનાર - વિષ્ણુ શેહ સ્ત્રી. (ફા. શહ) હરાવવું તે; દબાવવું તે (૨) દાબ છાપ (૩) શેતરંજની રમતમાં સામાના રાજાને નાસવું પડે તેવી રીતે પોતાનું મહોરું ગોઠવવું તે (૪) પતંગના પેચ થાય ત્યારે એકદમ દોરી જવા દેવી તે શેહરો પું. મુસ્લિમોમાં પરણતી વખતે વરના મોં પર રખાતો ફૂલનો પડદો શેહશરમ સ્ત્રી. શેહ કે શરમ; લાજ કે મર્યાદા શેળો પું. (પીઠ પર કાંટાવાળું) એક પ્રાણી શેં ક્રિ.વિ. શા કારણે; શાથી (૨) શા માટે (પ્રશ્નાર્થક) સેંટલો પું. કેંટલો; સેંતલો (૨) સાંઠો; રાડું શૈક્ષણિક વિ. (સં.) શિક્ષણને લગતું શૈક્ષિક વિ. (સં.) ઉચ્ચારણ-વિષયક શિક્ષાને લગતું શૈત્ય ન. (સં.) ઠંડક; શીતળતા; ટાઢક (૨) ઠંડી. શૈથિલ્યન. (સં.) શિથિલતા; મંદતા; ઢીલાશ (૨) કમજોરી શૈલ પું. (સં.) પર્વત; ડુંગર (૨) વિ. શિલાઓને લગતું શૈલ(કન્યા, જા, તનયા) સ્ત્રી. (સં.) પાર્વતી શૈલજા વિ.,સ્ત્રી. (સં.) શૈલ-પર્વતમાંથી નીકળતી (નદી) (૨) સ્ત્રી. પાર્વતી શૈલરાજ પું. (સં.) હિમાલય; ગિરિરાજ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy