SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શિક્ષિકા શિક્ષિકા સ્ત્રી. (સં.) સ્ત્રીશિક્ષક શિક્ષિત વિ. (સં.) શિક્ષણ પામેલું (૨) સંસ્કારી શિખર ન. (સં.) પર્વતની ટોચ (૨) મથાળું; ટોચ (૩) મંદિરનો ઘુમટ શિખરબંધ(-ધી) વિ. (સં.) શિખરવાળું શિખરમાળ સ્ત્રી. ઊંચાનીચા પર્વતોની હારમાળા શિખરિણી પું. (સં.) સત્તર અક્ષરનો એક છંદ શિખરી વિ.,પું. ડુંગર (૨) વૃક્ષ; ઝાડ શિખવણી સ્ત્રી. ભંભેરણી; છાની શિખામણ શિખવાડવું અક્રિ. શીખવવું (૨) ભંભેરવું; ઉશ્કેરવું શિખંડ પું. (ફા. સિર = દહીં + કંદ = ખાંડ ઉપરથી સિરકંદ અથવા હિં. શિખરન) દહીંખાંડની બનાવાતી એક મીઠી વાની [દ્રુપદ રાજાનો પુત્ર શિખંડી વિ. માથે કલગીવાળું (૨) પું. (સં.) મોર (૩) શિખા સ્ત્રી. (સં.) ચોટલી (૨) છોગું (૩) મોર વગેરેની કલગી (૪) અગ્નિની જાળ શિખાઉ વિ. શીખતું (૨) બિનઅનુભવી શિખાકંદ પું.,ન. (સં.) રાતા જાંબલી રંગનું કંદ; ડુંગળી કે લસણની જાતનું કંદ શિખામણ સ્ત્રી. (શીખવું ઉપરથી) બોધ; શિક્ષા; સલાહ શિખામણિયું વિ. શિખામણ આપતું; બોધક શિખાસૂત્ર ન. (સં.) શિખા અને ઉપવીત, બ્રાહ્મણનાં લક્ષણ શિખી પું. (સં.) કલગીવાળું (૨) મોર (૩) કૂકડો (૪) અગ્નિ શિગરામ ન. સિગરામ; એક વાહન શિડ્યુલ ન. (અ. શિક્લ) વિગતવાર નોંધ (૨) પુસ્તકને અંતે વિગત દર્શાવતો પરિશિષ્ટરૂપ લેખ (૩) અનુસૂચિ શિડ્યુલ કાસ્ટ સ્ત્રી. (ઈં.) બંધારણમાં પછાત ગણાતી જાતિઓ પરિશિષ્ટમાં અલગ દર્શાવાતી હોઈ-તેમાં આવતી જાતિઓ (૨) અનુસૂચિત જાતિ ‘એસ.સી.’ શિડ્યુલ ટ્રાઇબ સ્ત્રી. (ઈં.) બંધારણમાં ગણાતી અનુસૂચિત આદિજાતિઓ ‘એસ.ટી.’ ૭૨ શિતાબ વિ. ઉતાવળું; સિતાબ શિતિવિ. (સં.) ધોળું; ઘેરુંભૂ; નીલરંગનું [(૩) થાકેલું શિથિલ વિ. (સં.) નરમ; ઢીલું પડી ગયેલું (૨) નિર્બળ શિથિલતા સ્ત્રી. ઢીલું પડી ગયેલું તે; નિર્બળતા શિન્ટો(-તો) પું. જાપાનનો બૌદ્ધ ધર્મ શિપ સ્ત્રી., ન. (ઈં.) વહાણ; જહાજ શિપ-બ્રેકિંગ પું. (ઈં.) જહાજ ભાંગવાં તે કે તેનો ઉદ્યોગ શિપિંગ ન. (ઈં.) વહાણ, આગબોટ વગેરેનો માલ ચડાવવો-ઉતારવો તે શિફારસ સ્ત્રી. (ફા. સિફારિશ) સિફારસ; ભલામણ શિફારસી વિ. (ફા. સિફારિશ) શિફારસવાળું શિફ્ટ સ્ત્રી. (ઈં.) પાળી; વારો (૨) સ્થળાંતર [શિરીષ શિબિ પું. (ફા.) હોલાને માટે બાજને શરીર આપનાર પુરાણપ્રસિદ્ધ રાજા શિબિકા સ્ત્રી. (સં.) પાલખી [કરેલીવ્યવસ્થાની જગ્યા શિબિર પું. (સં.) તંબૂ (૨) છાવણી (૩) વાદ કે ચર્ચા માટે શિયળ ન. શીલ; સતીત્વ; સ્ત્રીનું પાવિત્ર્ય શિયળભંગ ન. (ફા.) સ્ત્રીની પવિત્રતા નષ્ટ થવી તે શિયા વિ. (અ.) એ નામના મુસલમાની સંપ્રદાયનું [ગયેલું શિયાવિયા ક્રિ.વિ. ગભરાયેલું; બાવડું (૨) ભોંઠું પડી શિયાળ પું., સ્ત્રી. (વું, -ળિયું) ન. (સં. શૃગાલ, પ્રા. શિઆલ, સિઆલ) કૂતરાના વર્ગનું એક જંગલી પ્રાણી શિયાળ(વી) સ્ત્રી. શિયાળની માદા શિયાળી સ્ત્રી. શિયાળની ચીસ; લાળી શિયાળુ વિ. શિયાળામાં થતું કે શિયાળાને લગતું શિયાળુપાક હું. શિયાળામાં થતો પાક; રવીપાક શિયાળો પું. (સં. શીતકાલ, પ્રા. શીઆલ) (કાર્તિકથી માઘ મહિનો) ટાઢની ઋતુ Acharya Shri Kailassagarsuri Gyanmandir શિર ન. (સં. ‘શિરસ્’ અને ‘શિર’ બંને. સર. ફા. સર) માથું (૨) ટોચ; મથાળું (૩) લશ્કરની આગલી હાર શિરચ્છત્ર વિ. (સં.) માથાના છત્રરૂપ; પાલક; વડીલ શિરચ્છેદ પું. (સં.) માથું કાપી નાખવું શિરછત્ર વિ. શિરચ્છત્ર; માથાના છત્રરૂપ; વડીલ શિરોર વિ. માથાફરેલ (૨) જબરું; શિરોરીવાળું શિરોરીસ્ત્રી. (ફા. સર+જોરઉપરથી) જોરાવરી; જબરદસ્તી શિરટોપ પું. માથાના રક્ષણ માટેનો ટોપ [ઉપરી શિરતાજ છું. (ફા. સર+તાજ) માથાનો મુગટ (૨) વડીલ; શિરપાવ પું. શાબાશી બદલ આપવામાં આવતો પોષાક (માથાથી પગ સુધીનો) ખિલત (૨) ઈનામ (૩) શાબાશી [છોગું; કલગી; તારો શિરપેચ પું. (સર. પ્રા. સરપંચ) પાઘડી કે ફેંટા પરનું શિરબંધ પું. પાઘડી પર બાંધવાનું શોભતું માથાબંધણું શિરમોર છું. (શિર + સં. મુકુટ, પ્રા. મઉડ) માથાનો મુગટ (૨) સર્વશ્રેષ્ઠ તે શિરસા ક્રિ.વિ. (સં.) શિર વડે શિરસાવંદ્ય વિ. (સં.) માથું નમાવવા જેવું; આદરણીય; સ્વીકાર્ય; સ્વીકારવા જેવું [કારકુન શિરસ્તેદાર પું. (ફા. સર્રિશ્તેદાર) અમલદારનો મુખ્ય શિરસ્તેદારી સ્ત્રી, શિરસ્તેદારનું કામ કે પદ શિરસ્તો પું. (ફા. સર્રિશ્તહ) પ્રથા; રિવાજ (૨) નિયમ શિરા સ્ત્રી. (સં.) રક્તવાહિની; નસ; (અશુદ્ધ લોહીની) ‘વેઈન' [એક વાસણ શિરા(-રો)ઈ સ્ત્રી. (અ. સુરાહી) ઊભા મોંનું પાણીનું શિરામણ ન. (-ણી) સ્ત્રી. સવારનો નાસ્તો શિરાવવું સ.ક્રિ. નાસ્તો કરવો શિરીષ ન. (સં.) એક ઝાડ; સરસડો (૨) તેનું ફૂલ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy