SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શામિલ શામિલ વિ. (અ.) સામેલ; ભળેલું; જોડાયેલું શાયદ ક્રિ.વિ. (ફા.) કદાચ; કદાચિત્ શાયર પું. (અ. શાઇર) કવિ (૨) વિદ્વાન શાયરી સ્ત્રી. શાય૨૫ણું (૨) કાવ્યકળા; કવિતા -શાયી વિ. (સં.) (સમાસને અંતે) ‘સૂનાર, પોઢનાર’ એવા અર્થમાં (શેષશાયી) Gar શાર પું. કાણું; છિદ્ર શારકામ ન. જમીનમાં શારડીથી શાર પાડવો તે શારડી સ્ત્રી. શાર પાડવાનું અણીદાર ઓજા શારડી છું. મોટી શારડી (૨) કૂવામાં વધારે પાણી લાવવા શાર પાડવો તે કે નળ જમીનમાં ઉતારી કૂવો બનાવવો તે; ‘બૉરિંગ’ શારદ(-દીય) વિ. શરદ ઋતુનું; -ને લગતું શારદા સ્ત્રી. (સં.) સરસ્વતી દેવી (૨) વાણી શારદાપીઠ સ્ત્રી. વિદ્યાપીઠ (૨) શંકરાચાર્યની પશ્ચિમ ભારતની ગાદી કે મઠ (દ્વારકાનો) શારવું સક્રિ. શાર પાડવો (૨) મહેણાથી બાળવું-પજવવું શારંગ ન. (સં. શાર્ગ) સારંગ; એ નામનું વિષ્ણુનું ધનુષ્ય શારંગ(ધર, ૦પાણિ) પું. વિષ્ણુ શારિ પું. (સં.) પાસો કે શતરંજનું મહોરું (૨) મેના શારીર વિ. (સં.) શરીર સંબંધી (૨) પું. દેહી; જીવાત્મા (૩) ન. શરીરશાસ્ત્ર શાર્ક સ્ત્રી. (ઇં.) એક મોટી માછલી શારીરિક વિ. (સં.) શરીર સંબંધી; દૈહિક શાર્દૂલ પું. (સં.) વાઘ (૨) ચિત્તો શાર્દૂલવિક્રીડિત પું. (સં.) એક છંદ શાર્પનર ન. (ઈં.) પેન્સિલ છોલવાનો સંચો શાલ પું. (સં.) સાગનું ઝાડ [કીમતી વસ શાલ સ્ત્રી. (ફા.) ભરેલી કિનારનું ઓઢવાનું ઊનનું એક શાલક છું. શ્યાલક; સાળો શાલદુશાલા પું.બ.વ. માનાર્થે અપાતાં શેલાપાઘડી વગેરે શાલભંજિકા સ્ત્રી. (સં.) પૂતળી; બાવલું શાલા (સં.) (-ળા) સ્ત્રી. મકાન; ઘર (૨) પાઠશાળા; નિશાળ (૩) સંપ્રદાય; ‘સ્કૂલ’ શાલાં(-ળાં)ત વિ. શાળાના છેલ્લા વર્ષનું શાલિ સ્ત્રી. (સં.) ડાંગર; શાળ [લીસો ગોળ પથ્થર શાલિગ્રામ પું. (સં.) વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો શાલિની પું. (સં.) એક છંદ (૨) વિ., સ્ત્રી. ‘શાલી'નું સ્ત્રીલિંગનું રૂપ શાલિવાહન પું. (શાલિ સં. સ્વીકારાયેલ છે પણ શાલી દ્રવિડ શબ્દ છે અને એનો અર્થ ઘોડો થાય છે.) શક જાતિનો એક પ્રસિદ્ધ રાજા; જેનાથી શક સંવત ગણાય છે. શાલિહોત્ર પું. (સં.) ઘોડો (૨) ઘોડા વગેરે જાનવરોનું વૈદું [શાહમૃગ શાલિહોત્રી પું. જાનવરોનો વૈદ્ય; સાલોત્રી -શાલી(-ળી) (સં.) વિ. નામને અંતે લાગતાં ‘વાળું’ અર્થ બતાવે છે. (પ્રભાવશાલી-પ્રભાવશાળી) શાલીન વિ. (સં.) નમ્ર; વિનયી (૨) શરમાળ; લજજાળુ (૩) ખાનદાન શાલીનતા સ્ત્રી. (સં.) ખાનદાની (૨) નમ્રતા; વિનય શાલેય વિ. (સં.) શાળાને લગતું; શાળાસંબંધી શાલો(-ળો)પયોગી વિ. (સં. શાલોપયોગિન્) શાળાના વિદ્યાર્થીઓને ઉપયોગી શાલ્મલિ પું., ન. (સં.) શીમળાનું ઝાડ શાવ, (-ક) પું., ન. (સં.) બાળ; બચ્ચું શાશ્વત વિ. (સં.) નિત્ય; સનાતન શાશ્વતતા સ્ત્રી. શાશ્વતપણું; અમરતા; સનાતનતા શાશ્વતી વિ. નિત્ય; શાશ્વત (૨) પૃથ્વી (૩) દુર્ગામાતા (૪) યોગમાયા [રાજા; હાકેમ શાસક છું. (સં.) સત્તા ભોગવનાર; શિક્ષા કરનાર (૨) શાસન ન. (સં.) શિક્ષા (૨) અમલ; રાજ્ય (૩) આજ્ઞા (૪) ઉપદેશ [ર્તા શાસન(કર્તા, વકાર) પું. (સં.) શાસન કરનાર; રાજયશાસનતંત્ર ન. રાજ્યતંત્ર, રાજ્યવહી ટ શાસનપત્ર ન. (સં.) હુકમનામું; આજ્ઞાપત્ર શાસનપદ્ધતિ સ્ત્રી. (સં.) રાજ્ય કરવાની રીત કે પ્રકાર શાસિત વિ. (સં.) શાસન પામેલું; શાસનમાં આવેલું શાસ્તા પું. (સં.) શાસન કરનાર; રાજા (૨) શિક્ષક શાસ્ત્ર ન. (સં.) ધર્મગ્રંથ (૨) કોઈ પણ વિષયનું તાત્ત્વિક તેમ જ વ્યવસ્થિત જ્ઞાન Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રકાર પું. (સં.) શાસ્ત્ર રચનાર શાસ્ત્રજ્ઞ વિ. (૨) પું. શાસ્ત્ર જાણનાર શાસ્ત્રજ્ઞાન ન. (સં.) શાસ્ત્રોનું જ્ઞાન કે ઊંડી સમજ શાસ્ત્રદૃષ્ટિ સ્ત્રી. (સં.) શાસ્ત્રશુદ્ધ દૃષ્ટિ; શાસ્ત્રમાન્ય સમજ શાસ્ત્રાર્થ પું. (સં.) શાસ્ત્ર વિષયક ચર્ચા (૨) શાસ્ત્રના અર્થની ચર્ચા શાસ્ત્રી પું. (સં.) શાસ્ત્ર જાણનાર શાસ્ત્રીય વિ. (સં.) શાસ સંબંધી; શાસ્ત્રનું (૨) શાસ્ત્રશુદ્ધ શાસ્ત્રીયતા સ્ત્રી. શાસ્રયુદ્ધ હોવું તે શાસ્ત્રોક્ત વિ. (સં.) શાસ્ત્રમાં કહેલું [(૩) (કટાક્ષમાં) ચોર શાહ પું. (ફા.) મુસલમાન રાજા; બાદશાહ (૨) શરાફ શાહજાદી સ્ત્રી. (ફા.) બાદશાહની પુત્રી શાહજાદો પું. (ફા.) બાદશાહનોં પુત્ર શાહજીરું ન. (ફા. શ્યાઇનરહૂ) એક વનસ્પતિ - ઔષધિ શાહજોગ(-ગું) (ફા.) વિ., ક્રિ.વિ. પ્રામાણિક (૨) સ્વીકારવા જોગ; કાયદેસર શાહબાજ ન. (ફા.) બાજ પક્ષી જેવું એક પક્ષી શાહમૃગ ન. આફ્રિકાનું ઊડી ન શકે તેવું એક મોટું પક્ષી For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy