SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિલેજપોસ્ટમૅન વિલેજપોસ્ટમૅન પું. (ઈં.) ગામડાંનો ટપાલી વિલેપ પું. (૦ન) ન. (સં.) લેપ કરવો-ચોપડવું તે (૨) લેપ કરવાનો પદાર્થ exe વિલોકન ન. (સં.) જોવું તે; તપાસવું તે (૨) દૃષ્ટિ; નજર વિલોકવું સ.ક્રિ . (સં. વિલોક્) બારીકીથી જોવું(૨) તપાસવું વિલોચન ન. (સં.) આંખ; દૃષ્ટિ (૨) જોવું તે [ત વિલોપ,(ન) નં. (સં.) લોપવું કે લોપાવવું તે (૨) મરવું વિલોભન ન. (સં.) પ્રલોભન; લાલચ વિલોમ વિ. (સં.) વિપરીત; ઊલટું [પુરુષનોવિવાહસંબંધ વિલોમલગ્ન ન. ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રી સાથે ઊતરતી જ્ઞાતિના વિલોલ વિ. હાલતું; અસ્થિર (૨) સુંદર (૩) વિવેચન વિવક્ષા સ્ત્રી. (સં.) કહેવાની ઇચ્છા (૨) કહેવાનો ઉદ્દેશ વિવક્ષિત વિ. (સં.) કહેવા ધારેલું [ભોંયરું વિવર ન. (સં.) દર; છિદ્ર (૨) કોતર (૩) ગુફા (૪) વિવરણ ન. (સં.) સ્પષ્ટીકરણ; સમજૂતી; ‘કૉમેન્ટરી’ વિવરણિકા સ્ત્રો. (સં.) ટૂંકે ટૂંકે ગાળે સમાચાર આપતી પત્રિકા; ‘બુલેટિન’ વિવર્ણતા સ્ત્રી. (સં.) ફીકાશ [પડી ગયેલું વિવર્ણ વિ. ભિન્ન વર્ણનું (૨) જુદા રંગનું (૩) ઝાંખું વિવર્ત પું. (સં.) ભ્રમ; મિથ્યાભાસ (૨) ચક્રાકાર ફરવું તે (૩) કોઈ એક વસ્તુમાંની બીજીસમાન લાગતી વસ્તુના આરોપવાળી પરિસ્થિતિ (૪) કારણથી વિષમ સત્તાએ ઉત્પન્ન થતું કાર્ય [ફરવું તે (૩) પરિવર્તન વિવર્તન ન. (સં.) પરાવર્તન (૨) પરિભ્રમણ; ચક્રાકારે વિવર્તવાદ પું. (સં.) કોઈ એક વસ્તુમાં બીજી સમાન લાગતી વસ્તુનો ભ્રમ થયા પછી એને સત્ય તરીકે માની લેવાનો સિદ્ધાંત વિવર્તિત વિ. (સં.) પાછું ફરેલું; પરિવર્તન પામેલું (૨) મચકોડાઈ ગયેલું (૩) ચક્રાકાર ફેરવેલું વિવર્ધિત વિ. (સં.) સારી રીતે વૃદ્ધિ પામેલું વિવશ વિ. (સં.) પરાધીન; પરવશ (૨) વ્યાકુળ; વિહ્વળ (૩) લાચાર; નિરુપાય વિવસ્ત્ર વિ. (સં.) લૂગડાં ન પહરેલું; નાગું વિવસ્વાન પું. (સં.) સૂર્ય વિવાદ પું. (સં.) ચર્ચા (૨) ઝઘડો (૩) મતભેદ (૪) કોર્ટમાં ચાલતો ઝઘડો કે દાવો (૫) જૈનોના અનાગત ચોવીસ તીર્થંકરોમાંના એકવીસમા વિવાદગ્રસ્ત વિ. ઝઘડામાં પડેલું (૨) જેને વિષે વિવાદ ચાલે છે તેવું; વિવાદિત (૩) નિશ્ચિત નહીં એવું વિવાદાસ્પદ વિ. (વિવાદ + આસ્પદ) વિવાદને જેમાં સ્થાન છે તેવું વિવાદી પું. (સં. વિવાદિન) વિવાદ, ઝઘડો કે દાવો કરનાર (૨) વિ. સંવાદી સાથે નળી ભળતો સ્વર; વાદી [વિશમવું વિવાહ પું. (સં.) વેવિશાળ; સગાઈ (૨) લગ્ન [કેપ્રસંગ વિવાહવાજન ન. વિવાહ કે તેવો ધામધૂમવાળે અવસર વિવાહિત વિ. (સં.) જેનું સગપણ થયું હોય તેવું (૨) [થયુ હોય તેવી કન્યા વિવાહિતા વિ. સ્ત્રી. પરણેલી સ્ત્રી (૨) જેનું વેવિશાળ વિવાહોત્સવ પું. (સં.) વિવાહનો કે તેને લગતો ઉત્સવ; લગ્ન-સમારંભ પરણેલું Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિદિષા સ્ત્રી. (સં.) જાણવાની ઇચ્છા; જિજ્ઞાસા વિવિદિષુ વિ. (સં.) જાણવાની ઇચ્છાવાળું; જિજ્ઞાસુ વિવિધ વિ.(સં.) અનેક પ્રકારનું; ભાતભાતનું વિવિધતા સ્ત્રી. વિવિધ હોવાપણું (૨) વૈવિધ્ય વિવિધલક્ષી વિ. (સં.) વિવિધ પ્રકારના લક્ષ કે હેતુવાળું; ‘મલ્ટિપર્પઝ’[ઉચ્ચારણ (જેમ કે વિવૃત એ-ઑ) વિદ્યુત વિ. (સં.) ઉઘાડું; ખુલ્લું (૨) વિસ્તૃત (૩) પહોળું વિવૃતિ સ્ત્રી. (સં.) ભાષ્ય; ટીકા; વિવરણ વિવૃત્ત વિ. (સં.) ગોળ ફરતું; ગબડતું; ઘૂમતું વિવૃદ્ધ વિ. (સં.) ખૂબ જ વધેલું (૨) ખૂબ ઘરડું વિવૃદ્ધિ સ્ત્રી. (સં.) વિશેષ બુદ્ધિ; વિકાસ વિવેક યું. (સં.) ખરુંખોટું જાણવાની શક્તિ; વિવેકબુદ્ધિ (૨) સભ્યતા; વિનય [સમજબુદ્ધિ વિવેકદૃષ્ટિ સ્ત્રી. (સં.) વિવેક કરી શકે એવી દૃષ્ટિ કે વિવેકબુદ્ધિ સ્ત્રી, સારાસાર છૂટો પાડવાની બુદ્ધિ વિવેકભ્રષ્ટ વિ. (સં.) વિવેકશક્તિ વિનાનું; વિવેકરહિત વિવેકયુક્ત વિ. (સં.) વિવેકવાળું; વિવેકી; વિનયી વિવેકશૂન્ય વિ. (સં.) વિવેક વિનાનું; અવિવેકી વિવેકહીન વિ. (સં.) અવિવેકી; વિવેકશૂન્ય વિવેકાધિકાર પું. (સં.) વિવેકબુદ્ધિ પ્રમાણે સત્તા વાપરવી તે; વિવેકાધીન સત્તા (૨) પોતાને યોગ્ય લાગે તેવું કરવાની સત્તા વિવેકાધીન વિ. (સં.) વિવેકથી થતું વિવેકિતા સ્ત્રી. (સં.) વિવેકી હોવાપણું; વિનયિતા વિવેકી વિ. (સં. વિવેકિ) વિવેક બુદ્ધિવાળું; સમજુ; સભ્ય (૨) જ્ઞાની; વિચારવાન [સમીક્ષક વિવેચક વિ. (૨) પું. વિવેચન, ટીકા કે સમીક્ષા કરનાર; વિવેચન ન. (સં.) સ્પષ્ટીકરણ (૨) ટીકા; ગુણદોષ જુદા પાડી બતાવવા તે [પર્યેષણા વિવેચના સ્ત્રી. (સં.) વિવેચન; વિવેચકનું કાર્ય; સમીક્ષા; વિવેચનાત્મક વિ. (સં.) વિવેચનવાળું (૨) વિવરણાત્મક વિવેચિત વિ. (સં.) વિવેચન કરાયેલું [પારદર્શક વિશદ વિ. (સં.) વિસ્તૃત; નિર્મળ (૨) સ્પષ્ટ; સરળ (૩) વિશદતા સ્ત્રી, સ્પષ્ટતા (૨) વિસ્તાર [સ્પષ્ટીકરણ વિશદીકરણ ન. (સં.) વિસ્તાર કરવાપણું; વિસ્તારવાળું વિશમવું અક્રિ. (સં. વિ+ શમ્) વિરામવું; શમવું; શાંત થઈ જવું (૨) લય પામવું (૩) મરણ પામવું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy