SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વલૂર] વલૂર સ્ત્રી. (‘વલૂરવું’ પરથી) ખૂજલી; ખણજ; ખંજવાળ વલૂરવું સ.ક્રિ. ખણવું; ઉતરડવું; ખંજવાળવું વલૂરો(-રિયું) પું., ન. નહોર કે નખનો ઉઝરડો; લવૂરો વસૂરિયું વિ. વલૂર્યા કરતું [સ.ક્રિ. વળગવું વસૂંદ(-ધ)વું, વળું(-ળું)ધવું અ.ક્રિ. મંડવું (૨) પેંધવું (૩) વલે સ્ત્રી. (અ. વલહ) હાલત; દશા (૨) ભૂંડા હાલ વલોણાવાર પું. વલોવવાનો દિવસ; છાશ કરવાનો દિવસ વલોણાવારે ક્રિ.વિ. આખોઘડીએ; વારેવારે વલોણી સ્ત્રી. નાની રવાઈ; નાનું વલોણું વલોણું ન. વલોવવું તે (૨) વલોવવાની ગોળી વલોણું ન. વલોવવાનું સાધન; ૨વાઈ; રવૈયો વલોપાત પું. અધીરાઈનું આકળાપણું (૨) આક્રંદ; કલ્પાંત વલોપાતિયું વિ.વલોપાત કરનારું; તેવા સ્વભાવનું વલોરિયું ન. મરેલા ઢોરના માંસની સુકવણી વલોવવું સ.ક્રિ. (સં. વિલોડયતિ, પ્રા. વિલોલઈ) માખણ કાઢવા દહીંને રવૈયા વડે ઘૂમવું (૨) સખત ચર્ચવું; ગૂંથવું વલ્ક, (૦૯) ન. (સં.) ઝાડની છાલનું વસ્ત્ર વલ્ગર વિ. (ઈં.) અશિષ્ટ; અભદ્ર (૨) અશ્લીલ વલ્ગા સ્ત્રી. (સં.) ધોડાની લગામ; ચોકડું [અશ્લીલતા વલ્ગા(-લ્યે)રિટી સ્ત્રી. (ઈં.) અશિષ્ટતા; અભદ્રતા (૨) વલ્મિ(-ક્ષ્મી)ક કું., ન. (સં.) રાફડો વલ્લકી સ્ત્રી. (સં.) વીણા વલ્લભ વિ. (સં.) વહાલું (૨) પું. પ્રિય; પતિ (૩) શ્રી વલ્લભાચાર્ય - પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય વલ્લભા સ્ત્રી (સં.) પ્રિયા; પત્ની વલ્લરિ(-રી) સ્ત્રી. (સં.) મંજરીવાળી આછી ડાળી વલ્લાહ શ.પ્ર. (અ.) ભગવાનના સમ-સોગંદ વલ્લિ(-લ્લી) સ્ત્રી. (સં.) વેલ; વલ્લરી; લતા વર્લ્ડ વિ. (પ્રા. વલ્લ ઉપરથી) રાંઢું; ફંટાતું (૨) પહોળું ચોડું (૩) વખું (ઉદા. માવલ્લું) [ઝૂલીને સુકાવું વવટા(-ઠા)વું અક્રિ. (સં.વાત = વાયુ ઉપરથી) પવનમાં વવળવું અક્રિ. ખરસ આવવી; વલૂરવું; ખંજવાળવું (૨) વલખાં મારવાં વવળાટ પું. ચળ; ખણજ (૨) સળવળાટ [કાબૂ; નિયમન વશ વિ. (સં.) તાબે; શરણે (૨) મુગ્ધ; મોહિત (૩) પું. વશવર્તી વિ. (સં. વશવર્તિન) તાબે રહેનારું -વશાત્ ક્રિ.વિ. (સં.) (સમાસમાં નામને અંતે ) ‘ને લીધે’, ‘ને કારણે' એવા અર્થમાં. ઉદા. દૈવવશાત્ વશિત્વ ન. (સં.) તાબેદારી (૨) યોગની આઠ સિદ્ધિઓમાંની એક - સર્વને વશ કરવાની શક્તિ વશિયર પું. (સં. વિષધર, પ્રા. વિહર) નાગ; સર્પ; [ઋષિ વશિષ્ઠ પું. (સં.) રઘુવંશના કુલગુરુ; એક પ્રસિદ્ધ વૈદિક સાપ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ | વસિયતી વશી પું. (સં. વસતિક, પ્રા. વસઈઅ = વસ્તી કરી રહેતું) જુઓ ‘વસી’ [અભિચાર વશીકરણ ન. (સં.) વશ કરવું તે (૨) વશ કરવાનો મંત્ર, વશેક વિ. વિશેષ (૨) પું. સારો મેળ વશેકાઈ સ્ત્રી. વિશેષતા (૨) ભલાઈ વસ સ્ત્રી, વસ્તુ; ચીજ વસતિ(-તી) સ્ત્રી. (સં.) વવું તે; વસ્તી (૨) વાસ; રહેઠાણ (૩) લોકસંખ્યા (૪) બાળબચ્ચાંનો ભરાવો (૫) વસેલી જગા વસતિ(-તી)ગણતરી સ્ત્રી. વસ્તીની ગણતરી વસતિ(-તી)પત્રક ન. માણસોની સંખ્યાની ગણતરીની નોંધ વસતિ(-તી)વિસ્ફોટ પું. (સં.) વસ્તીનો ઝડપી વધારો વસન ન. (સં.) કપડું; લૂગડું [(૩) માઠું; અણગમતું વસમું વિ. (સં. વિષમ, પ્રા. વિસમ) મુશ્કેલ (૨) કરું વસવસો પું. (અ.) અંદેશો; વહેમ; મનની મૂંઝવણ વસવાટ પું. વસવું તે; રહેઠાણ (૨) આવીને વસવું તે વસવાયું ન., (-યો) પું. (સં. વ્યાવસાયિક, પ્રા.વિવસાઈ) ગામ તરફથી પસાયતાં આપી વસાવેલા વાળંદ, ધોબી, વગેરે કારીગર વર્ગ વસવું અક્રિ. (સં. વસતિ) રહેવું; મુકામ ક૨વો (૨) મનમાં હસવું (૩) દિલમાં ઊતરવું વસંત સ્ત્રી, ન. (સં. વસન, પ્રા. વસઈ) વર તરફથી કન્યાને અપાતી (વસ્ત્રાદિની) ભેટ [રાગનું નામ વસંત પું., સ્ત્રી. ચૈત્રવૈશાખની ઋતુ; ઋતુરાજ (૨) એક વસંતતિલકા સ્ત્રી. (સં.) એક છંદનું નામ વસંતપંચમી સ્ત્રી. (સં.) માધ સુદ પંચમી [ઉત્સવ વસંતપૂજા સ્ત્રી. (સં.) વસંત ઋતુ બેસતાં થતું પૂજન કે વસંતમાલતી સ્ત્રી. (સં.) શક્તિ વધારનારી એક રાસાયણિક દવા [છાંટવાળું ધોળું વસ્ત્ર વસંતિયું ન. વસંત ઋતુમાં સ્ત્રીઓ પહેરે છે તે કસૂંબાની વસંતી વિ. વસંત સંબંધી (૨) પીળું વસંતોત્સવ પું.(સં.) વસંતઋતુનો ઉત્સવ વસા સ્ત્રી. (સં.) મેદ; ચરબી વસાણું ન. (પ્રા. વિસાહણ) ઔષધિઓ નાખી બનાવેલો પાક (૨) ગાંધિયાટાની ચીજ વસાત સ્ત્રી. જુઓ ‘વિસાત’ વસાવું અક્રિ. ‘વસવું’નું ભાવે (૨) ‘વાસવું'નું કર્મણિ વસાવો પું. ૨ખો; રખેવાળ; ચોકીદાર વસાહત સ્ત્રી. (સં. વસ્ ઉપરથી) મૂળસ્થાનેથી બીજે કરાતો વાસ કે તેનું સ્થાન (૨) સંસ્થાન; ‘કૉલોની’ વસાહતી વિ. વસાહતને લગતું (૨) વસાહત કરી રહેનારું વસિયત સ્ત્રી. (અ.) વારસો (૨) વસિયતનામું વસિયતનામું ન. વારસા વિષેનું લખાણ; વિલ’ વસિયતી વિ. વસિયતને લગતું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy