SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લેવુંદેવું] લેવુંદેવું ન. લેવડદેવડ (૨) લેણાદેણી; ઋણાનુબંધ લેવેટરી સ્ત્રી. (ઇ.) હાથપગ ધોવાની ઓરડી લેશ વિ. (સં.) જરાક (૨) પું. અણુ; થોડો ભાગ લેશમાત્ર વિ. બહુ જ થોડું (૨) ક્રિ.વિ. જરાક પણ લેસ સ્ત્રી. (ઈં.) સોનેરી જરીની કિનાર લેસન ન. (ઈં.) પાઠ (૨) પદાર્થપાઠ (૩) વિદ્યાર્થીએ ઘરેથી તૈયારી કરી લાવવાનું કામ કે ભણતર; ઘરકામ; ગૃહકાર્ય [ચાટણ; લેહન લેહ્ય વિ. (સં.) ચાટવા યોગ્ય કે ચટાય એવું (૨) ન. બેંકવું સ.ક્રિ. લહેકવું; ઝૂલવું લેંઘી સ્ત્રી. બાળકની સૂંથણી; નાનો લેધો લેંઘો પું. મોટું સૂંથણું; ચોરણો લેચી સ્ત્રી. પાતળી બે પડવાળી રોટલી લેંડ સ્ત્રી, (તેલુગુ રોંડૂ=બે) લેશ; ગિલ્લીદંડાની રમતમાં વકટ પછીનો દાવ; રેંટ લૈંગિક વિ. (સં.) લિંગ કે જાતિસંબંધી; જાતીય લૉ ધું. (ઈં.) કાયદો; કાનૂન; ધારો (૨) નિયમ; સિદ્ધાંત લોઈ સ્ત્રી. (સં. લોમ ઉપરથી) કામળ; ઊનનું કાપડ (૨) લૂઓ; પિંડ લોક પું. (સં.) જનતા; જનસમૂહ (૨) વર્ગ; જાતિ (૩) કર્મફળ ભોગવવાનાં માનેલાં જુદાંજુદાં સ્થાન કે જગત (સ્વર્ગલોક વગેરે) (૪) સામાન્ય કે પારકું માણસ લૉક ન. (ઇં.) તાળું; રખવાળિયું લૉકઅપ સ્ત્રી. (ઈં.) કાચી જેલ; લૉકપ લૉકઆઉટ પું.,ન. (ઈં.) તળાબંધી; લૉકાઉટ લોકઅદાલત સ્ત્રી. લોકની ફરિયાદ સાંભળી તરત ચુકાદો આપતી કાનૂની જાહેરવ્યવસ્થા (૨)જનતારૂપી અદાલત લોકકથા સ્ત્રી. લોકોમાં પ્રચલિત વાત (૨) દંતકથા લોકકલ્યાણ ન. (સં.) લોકાનું ભલાઈનું કાર્ય લોકકવિતા સ્ત્રી. (સં.) લોકોમાં પ્રચલિત કવિતા લોકગત વિ. (સં.) લોકોમાં પહોંચેલું-પ્રસરેલું લોકગમ્ય વિ. (સં.) લોકોને સમજાય તેવું-સરળ લોકગીત ન. (સં.) લોકોમાં ગવાતું પ્રચલિત-લોકોને ગમે તેવું ગીત લૉકગેટ પું. બંધનો એક પ્રકારનો દરવાજો લોકચર્ચા સ્ત્રી. (સં.) લોકોમાં ચાલતી વાત લોકજીવન ન. લોકનું - સમાજનું જાહેર જીવન લોકત્રય ન. (સં.) ત્રિભવન (સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ) લોકતંત્ર ન. (સં.) પ્રજાતંત્ર; લોકસત્તાક રાજ્યતંત્ર લોકનાટ્ય ન. લોકોમાં ભજવાતું નાટ્યસ્વરૂપ લોકનાયક પું. (સં.) લોકોનો નાયક-આગેવાન લોકનિયુક્ત વિ. (સં.) લોકોએ નીમેલું {ઘડતર લોકનિર્માણ ન. (સં.) લોકો કે પ્રજાનું - તેના સમાજનું લોકનૃત્યન. (સં.) સામાન્યલોકમાં ચાલતુંનૃત્ય-તેનોપ્રકાર Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ લોકવિદિત લોકનેતા પું. (સં. લોકોનો-પ્રજાકીય નેતા; લોકનાયક લૉકપ ન. (ઈં.) કાચી જેલ [ઊતરતી કક્ષાનો અધિકારી લોકપાલ (સં.) (-ળ) પું. દિક્પાલ (૨) રાજ્યપાલથી લોકપ્રસિદ્ધ વિ. (સં.) જગમશહૂર; જગપ્રસિદ્ધ લોકપ્રિય વિ. લોકોમાં પ્રિય-અસર પામેલું વગોવણું) લોકબત્રીશી(-સી) સ્ત્રી. લોકોમાં બોલાવું તે (વખાણ કે લોકબોલી સ્ત્રી, સાહિત્ય અને લોકવ્યવહારમાં સ્વીકા રાયેલી માન્યભાષા સિવાયની ત્યાં ત્યાં લોકોમાં પ્રચલિત આંતરિક વ્યવહારની અલિખિત વાણી લોકભાષા સ્ત્રી. (સં.) સામાન્ય જનતાની ભાષા લોકભોગ્ય વિ. આમલોકોને રસ પડે એવું લોકમત છું. લોકોનો અભિપ્રાય; જનરુચિ [લજ્જા લોકમર્યાદા સ્ત્રી. (સં.) લોકોમાં પ્રચલિત રૂઢિ (૨) લોકલોકમાગ સ્ત્રી. (સં.) લોકોની સર્વસામાન્ય માગણી લોકમાતા સ્ત્રી. (સં.) સમગ્ર જનસમુદાયને પોષનારી લક્ષ્મી (૨) નદી (૩) જગતની માતા લોકમાનસ ન. લોકનું સમૂહગત માનસ; ‘માસમાઇન્ડ’ લોકમાન્ય વિ. લોકોમાં માન પામેલું; લોકોએ સ્વીકારેલું (૨) પું. ટિળક મહારાજ [સંસારયાત્રા લોકયાત્રા સ્ત્રી. (સં.) આ લોકમાં જીવન ગુજરાવું તે; લૉકર ન. (ઈં.) બેંકમાંનું ગ્રાહકોનું કીમતી વસ્તુઓ રાખવાનું સુરક્ષિત ખાનું (૨) તાળાવાળું ખાનું, પેઢી કે કબાટ લોકરાજ્ય ન. (સં.) લોકોનું-પ્રજાકીય રાજ્ય લોકરીતિ સ્ત્રી. (સં.) લોકોમાં પ્રચલિત-સામાન્ય રીતરિવાજ લોકરુચિ સ્ત્રી. (સં.) લોકોનો ગમો; લોકોની મરજી લોકલ સ્ત્રી. (ઈં.) ધીમી ગતિએ દોડતી ને બધાં સ્થાનોએ ઊભી રહેતી ગાડી, બસ વગેરે (૩) મોટા શહેરના ભાગો અને પરાંમાં દોડતી ટ્રેન (૩) વિ.સ્થાનિક; તળનું લોકલજ્જા સ્ત્રી. લોકલાજી; લોકોમાં નિંદા થશે તેવો ભય લોકલબોર્ડ સ્ત્રી., ન. (ઈં.) જિલ્લા કે તાલુકામાં જ્યાં સુધરાઈ નથી શ્વેતી ત્યાંની સ્થાનિક સ્વરાજયની સંસ્થા લોકલાગણી સ્ત્રી. લોકોની લાગણી-મમતા લોકલાજ સ્ત્રી. લોકોમાં નઠારું કહેવાવાનો ડર [જનતા લોકવરણ સ્ત્રી. ઉજળિયાત કોમ સિવાયની શ્રમજીવી લોકવંધ સ્ત્રી. (સં.) લોકોને વંદનીય લોકવાણી સ્ત્રી. (સં.) લોકામાં ચાલતી વાત કે વિચાર વગેરે (૨) લોકોનો અભિપ્રાય લોકવાદ્ય ન. (સં.) લોકપ્રચલિત વાજિંત્ર લોકવાયકા સ્ત્રી. (સં.) અફવા; કિવદંતી લોકવાર્તા સ્ત્રી. લોકકથા (૨) કાલ્પનિક વસ્તુવાળી મધ્યકાલીન પદ્યવાર્તા-લૌકિક કથા [આંતરવિગ્રહ લોકવિગ્રહ પું. (સં.) લોકોમાં-તેના વર્ગો કે વર્ષોમાં ચાલતો લોકવિદિત વિ. (સં.) જનતામાં જાણીતું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy