SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અસ્મિતા અસ્મિતા સ્ત્રી. (સં.અસ્મિ+તા) અહંતા (૨) પોતાપણાનુંવ્યક્તિત્વનું ભાન (૩)આત્મજ્ઞાન(૪)સ્વદેશાભિમાન અન્ન ન. (સં.) આંસુ (૨) લોહી (૩) પું. પૂર્ણા અસ્લમ વિ. (અ.) સારી રીતે રક્ષિત; સુરક્ષિત અસ્વચ્છ વિ. (સં.) સ્વચ્છ નહીં એવું; ગંદું; મલિન અસ્વચ્છતા સ્ત્રી. (સં.) ગંદકી; મલિનતા અસ્વતંત્ર વિ. (સં.) પરતંત્ર; પરવશ; પરાધીન [વ્યંજન અસ્વર વિ. (સં.) મંદ કે ખરાબ અવાજવાળું (૨) પું. અસ્વરિત વિ. (સં.) ઊંચા અવાજ વિનાનું (૨) સ્વરિત નહિ એવો (શબ્દ) [બીમાર અસ્વસ્થ વિ. (સં.) સ્વસ્થ નહિ એવું (૨) બેચેન; સહેજ અસ્વાદ પું. (સં.) સ્વાદનો અભાવ (૨) સ્વાદ ન લેવો તે અસ્વાદિષ્ઠ વિ. (સં.) સ્વાદ વિનાનું અસ્વાદુ વિ. (સં.) સ્વાદ વિનાનું; બેસ્વાદ અસ્વાભાવિક વિ. (સં.) સ્વાભાવિક નહિ એવું; કૃત્રિમ અસ્વાસ્થ્ય ન. (સં.) અસ્વસ્થતા; અનારોગ્ય અસ્વીકાર પું. (સં.) સ્વીકારનો અભાવ; ઇન્કાર અસ્વીકાર્ય ન. (સં.) સ્વીકાર્ય નહીં એવું અસ્વીકૃત વિ. (સં.) સ્વીકાન ન કરેલું; નામંજૂર અહ પું. (સં. અહ) દિવસ; અહન અહત વિ. (સં.) ઇજા પામ્યા વિનાનું અહન પું. (સં.) દિવસ; અહ્ન અહનનીય વિ. (સં.) ન હણવા જેવું અહમ્ સર્વ. હું (૨) ન. (સં.) અહં; હુંપદ; અહંકાર અહમહમિકા સ્ત્રી. (સં.) સ્પર્ધા (૨) ચડસાચડસી (૩) હું પણાનો પ્રબળ ભાવ; હુંપદ અહમેવ પું. (સં.) અહંકાર [અજંપો (૨) જોશ; આવેશ અહમો પું. (અ. ‘હમ્મ’ દુખી કરવું ઉપરથી ‘ઇતિમા') અહર પું. (સં.) દિવસ અહરણીય વિ. (સં.) હરણ ન કરી શકાય તેવું અહરહ ક્રિ.વિ. (સં.) દરરોજ અહરામ ન. (અ. ઇહરામ) હજુ કરવા ગયેલા કાબાનાં દર્શન કરતાં સુધી અમુક કામો ત્યજી, વગર સીવેલાં વસ્ત્રો પહેરે છે તે અરિમાન પું. (ફા, અડ્રિમન્) અણિમાન; પારસી ધર્મમાં વર્ણવેલી, ઈશ્વર વિરુદ્ધ, સેતાન જેવી એક શક્તિ અહર્નિશ ક્રિ.વિ. (સં.) દિવસરાત; દિનરાત અહર્મુખ ન. (સં.) પ્રભાત; સવાર અહલ વિ. (સં.) યોગ્ય; પાત્ર અહલ્યા સ્ત્રી. (સં.) ગૌતમઋષિની પત્ની અહસાન ન. (અ.) આભાર; અહેસાન અહસાનમંદ વિ. (ફા.) આભારી; અહેસાનમંદ [ઉદ્ગાર અહહ ઉર્દૂ. (સં.) દુ:ખ, આશ્ચર્ય, દયા, વગેરે સૂચવતો અહં સર્વ, (સં.) હું (૨) ન. હુંપદ; અહંકાર; ગર્વ ૫ Ë | અહોભાવ અહંકાર પું. (સં.) ‘હું છું’ એ જાતનો ખ્યાલ; અભિમાન; હુંપદ અહંકારબુદ્ધિ સ્ત્રી. (સં.) જુઓ ‘અહંબુદ્ધિ’ અહંકારિતા સ્ત્રી. (સં.) અહંકારીપણું અહંકારી વિ. (સં. અહંકારિન્) અભિમાની; ગુમાની અહંબુદ્ધિ સ્ત્રી. (સં.) ‘હું જ છું’ એવી મગરૂરી ભરેલી વાત; હું પદ (૨) અજ્ઞાન; અહંતા; અવિદ્યા અહંભાવ પું. (સં.) હુંપણું (૨) વ્યક્તિતા, પોતાપણું અહંમન્યવાદ પું. (સં.) હોય તેથી અદકા દેખાવાના Acharya Shri Kailassagarsuri Gyanmandir વલણવાળો એક વાદ; ‘સાલેટિઝમ’ [વતો ઉગાર અહા(વહા) ઉર્દૂ. (સં.) આશ્ચર્ય, ઉત્સાહ, દુ:ખ વગેરે દર્શાઅહાલેક પું. (સં. અલક્ષ, પ્રા. અલક્ષ) ખાખીબાવાઓનો ભિક્ષા માગતી વખતનો પોકાર (૨) ટહેલ (૩) પ્રચાર કે ભીખને માટે કરવામાં આવતો લાગણીભર્યો ઉદ્ગાર અહિ પું. (સં.) સાપ અહિકોશ(૫) પું. (સં.) સાપની કાંચળી અહિત ન. (સં.) અકલ્યાણ (૨) નુકસાન અહિતકર, અહિતકારક વિ. (સં.) અહિત કરવાપણું અહિપતિ પું. (સં.) સાપનો રાજા; શેષનાગ, વાસુકિ વગેરે અહિરિપુ પું. (સં.) સાપનો શત્રુ, ગરુડ, નોળિયો વગેરે અહિંયાં (સં.) જુઓ ‘અહીં’ [દયાવાન અહિંસક વિ. (સં.) હિંસક નહિ તેવું (૨) અહિંસાવાળું; અહિંસા સ્ત્રી. (સં.) હિંસા ન કરવી તે; મન, વાણી, કર્મથી પણ કોઈની હિંસા ન કરવાની પ્રક્રિયા અહિંસાત્મક વિ. અહિંસાના સિદ્ધાંત પર રચાયેલું અહીં ક્રિ.વિ. (સં. અસ્મિન્, પ્રા. અશ્વિ) અત્ર, આ સ્થળે અહીંતહીં ક્રિ.વિ. અહીં અને તહીં; આમતેમ અહીંયાં ક્રિ.વિ. અહીં; આ જગ્યાએ અહુણા(-ણાં) ક્રિ.વિ. (સં. અધુના, પ્રા. અહુણા) હમણાં અહેતુક વિ. (સં.) હેતુ વિનાનું; સ્વાભાવિક (૨) અકારણ (૩) નિષ્કામ અહેવાલ પું. (અ. અહવાલ) વૃત્તાંત; હેવાલ; નિવેદન અહેશા(-સા)ન ન. (અ. અહસાન) ઉપકાર; આભાર; કૃતજ્ઞતા અહેશા(-સા)નમંદ વિ. આભારી; કૃતજ્ઞ અહેસા(-શા)નમંદી સ્ત્રી. કૃતજ્ઞતા [અનુભૂતિ અહેસાસ પું. (હિં.) ખ્યાલ; અંદાજ (૨) લાગણી; અહેતુક વિ. (સં.) અહેતુક; હેતુ વિનાનું; અકારણ અહો ઉદ્. (સં.) અહોહો (૨) સારું, ધણું દર્શાવનાર પૂર્વગ, ઉદા. અહોભાગ્ય અહોનિશ ક્રિ.વિ. (સં.) અહર્નિશ, દિવસરાત અહોભાગ્ય ન. મોટું ભાગ્ય સદ્ભાવ અહોભાવ પું. આશ્ચર્યનો ભાવ (૨) સ્તુતિ કે વખાણ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy