SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રળવું રળવું સ.ક્રિ. (સં. રલતિ, પ્રા. રલઇ) કમાવું (૨) ઉપાર્જન કરવું રળાઉ વિ. રળતું; કમાતું (૨) નફો થાય તેવું રળિયાત વિ. (‘રળી’ ઉપરથી) ખુશી; પ્રસન્ન (૨) રળિયામણું; સુંદર રળિયામણું વિ. સુંદર; રઢિયાળું; મનોહર રળી સ્ત્રી. ખુશી; પ્રસન્નતા (૨) હોશ; કોડ ટૂંક વિ. (સં.) ગરીબ; રાંક (૨) પામર; તુચ્છ રંકતા સ્ત્રી. (સં.) શંક હોવું તે; ગરબી હોવું તે રંગ પું. (સં., ફા.) લાલ, પીળો વગેરે વર્ણ કે તેની ભૂકી કે તેનું પ્રવાહી (૨) પટ; અસર (૩) આનંદ; મસ્તી; તાન (૪) કૈફ; નશો (૫) પ્રીતિ; સ્નેહ (૬) આબરૂ; વટ (૭) રંગભૂમિ; ‘સ્ટેજ’ (૮) રણક્ષેત્ર; સમરાંગણ (૯) અફીણનો કસૂંબો (૧૦) ધન્યવાદ (૧૧) તાન રંગઅંધતા સ્ત્રી. રંગને ઓળખી શકવાની કે બે રંગ વચ્ચેનો gge તફાવત પારખવાની આંખની અશક્તિ રંગકામ ન. રંગ બનાવવાનું કે રંગવાનું કામ [કરણી રંગઢંગ પું. (પ્રાયઃ બ.વ.) બાહ્ય દેખાવ; રીતભાત; રહેણીરંગત વિ. રંગેલું (૨) સુશોભિત રંગત સ્ત્રી. રંગની છટા; રોનક (૨) મજા; આનંદ રંગતાળી સ્ત્રી. હરખના ઊભરાની તાળી [દર્શાવતું રંગદર્શી વિ. (સં. રંગદર્શન) રંગની શોભા કે મજા-રોનક રંગદર્શિતા સ્ત્રી. (સં.) રોનક; શોભા રંગદર્શિતાવાદ પું. જુઓ ‘રોમૅન્ટિસિઝમ’ રંગદેવતા સ્ત્રી. (સં.) નાટ્યભૂમિની અધિષ્ઠાત્રા દેવી રંગદ્વેષ છું. અલગ રંગના લોકો પ્રત્યેનો દ્વેષ કે જુદાઈનો ભાવ રંગનાશક વિ. (સં.) રંગ દૂર કરનારું રંગનિર્દેશ યું.બ.વ. જુઓ ‘રંગસંકેત’ રંગની ચૂડી સ્ત્રી. રંગિત ચૂડી પહેરનારી વધૂ (૨) ભાભી રંગની રોળ સ્ત્રી. ઘણો આનંદ રંગપટ પું. (સં.) પ્રકાશના કિરણમાંથી અમુક ક્રમ વાર વર્ણ કે રંગ જુદા પડી પટરૂપે દેખાય તે; ‘સ્પેક્ટ્રમ રંગપંચમી સ્ત્રી. વસંતપંચમી રંગપાણી ન. કેફી પીણું પીવું તે રંગબહાર સ્ત્રી. આનંદની રેલુંછેલ (૨) તમાશો રંગબાજી સ્ત્રી. (ફા.) મોજમજા (૨) ગંજીફાની એક રમત રંગબેરંગી વિ. વિવિધ-ભાતીગળ રંગનું રંગભંગ પું. (સં.) આનંદમાં ભંગ પડવો તે રંગભીનું વિ. પ્રેમમાં તરબોળ રંગભૂમિ(-મી) સ્ત્રી. (સં.) જેના ઉપર નાટક થાય છે તે ઊંચી જગા (૨) નાટકશાળા, નાટ્યગૃહ રંગભેદ પું. અલગ વર્ણના લોકો પ્રત્યે ભેદભાવ; રંગદ્વેષ રંગભેર ક્રિ.વિ. હરખભેર; ઉલ્લાસથી રંગાલય રંગભોગ પું. (સં.) વિષયભોગ રંગમહેલ પું. (સં.) ભોગવિલાસ માટે બાંધેલ સુંદર મકાન (૨) મહેલનો મુખ્ય-બેઠકનો ખંડ Acharya Shri Kailassagarsuri Gyanmandir રંગમંચ પું. નાટકશાળા, રંગભૂમિ: ‘થિયેટર' રંગમંચીય વિ. (સં.) રંગમંચને લગતું રંગમંડપ પું. ઉત્સવ નિમિત્તે શણગારેલો મંડપ (૨) રંગભૂમિ (૩) દેવમંદિરનો ખુલ્લો ચોક; ચાચર રંગરખું વિ., ન. રંગને પકડી રાખે-પાકો કરી શકે એવું દ્રવ્ય, જેમ કે, ફટકડી; મૉર્ડન્ટ’ રંગરસ પું. ભોગવિલાસ; પ્રેમરસ (૨) કંકુનો રંગ રંગરસિયું વિ. ભોગવિલાસ કરનારું; વિલાસી (૨) આનંદી ભોગવિલાસ રંગરાગ પું. ગાનતાન; મોજમજા (૨) તમાશો (૩) રંગરાતું વિ. રંગીલું; મોજી; રસિક રંગરૂટ પું. (ઇ. રિક્રુટ) લશ્કરમાં નવો ભરતી થનાર સૈનિક રંગરૂટી સ્ત્રી. લશ્કરમાં નવી ભરતી કરવાનું કામ રંગરૂપ ન. ઘાટ; દેખાવ; સુંદરતા (૨) (લા.) આકૃતિ રંગરેજ પું. (ફા.) કપડાં રંગનાર; રંગારો રંગરેજી સ્ત્રી. (ફા.) રંગલાનો ધંધો રંગરોગાન ન. (પ્રાયઃ બ.વ.) રંગ અને રોગાન (વગેરેની સુશોભિતા) (૨) રંગવાનું કામ [રોળયેલું રંગરોળ પું. અતિઆનંદ (૨) વિ. રંગથી તરબોળરંગલો પું. મશ્કરો; વિદૂષક; હસાવનારો (ભવાઈ કે નાટકમાં) રંગવિહીન વિ. (સં.) રંગ વિનાનું; રંગહીન રંગવું સ.ફ્રી. રંગ ચડાવવો (ઉપર ચોપડીને કે તેમાં બોળીને) (૨) મીઠું-મરચું ભભરાવવું રંગશાલા(-ળા) સ્ત્રી. (સં.) નાટકશાળા (૨) રંગવાનું કારખાનું (૩) રંગાટીનું મકાન [કળા રંગસંકેત પું. ભજવણી અને મંચન વિશે નાટકકારે નાટકમાં કરેલ સૂચન કે નિર્દેશ; રંગસૂચન રંગસૂચન ન. જુઓ ‘રંગસંકેત’ રંગહીન વિ. (સં.) રંગ વિનાનું રંગાઈ સ્ત્રી. રંગવાની મજૂરી (૨) રંગવાની સફાઈ કે રંગાટ છું. રંગવાનું કામ અને કળા રંગાટકામ ન. કાપડ રંગવાનું કામ રંગાટિયું વિ. રંગાટ સંબંધી; રંગાટી રંગાટી સ્ત્રી. રંગાટ (૨) રંગવાનું કારખાનું રંગાટી પું. રંગરેજ; રંગારો રંગાડું, (-ડો) પું. રંગ ઓગાળવાનું કૂંડું (૨) મોટું વાસણ રંગામણ ન. (-ણી) સ્ત્રી. રંગવાની મજૂરી (૨) રંગવાનું કાર્ય [કરનાર; રંગરેજ રંગારો પું. (સં. રંગકાર, પ્રા. રંગઆર) રંગવાનું કામ રંગાલય ન. (સં.) રંગમંચ, રંગભૂમિ; ‘થિયેટર’ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy