SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રસદાયી(-યક)] રસદાયી (-યક) વિ. (સં.) રસ આપે એવું; રસ પડે એવું (૨) આનંદનો અનુભવ કરાવનારું રસદાર વિ. (સં., ફા.) રસવાળું; લહેજતદાર રસદૃષ્ટિ સ્ત્રી. (સં.) રસની-કાવ્યાનંદની દૃષ્ટિ; સૌંદર્યદૃષ્ટિ રસધર પું. (સં.) મેઘ રસન ન. (સં.) રસના; જીભ (૨) સ્વાદની ક્રિયા રસનલિકાસ્ત્રી, કંઠમાંની થૂંકની નળી [રાશ(૪) કંદોરો રસના સ્ત્રી. (સં.) જીભ; રસિકા (૨) દોરડું (૩) લગામ; રસનેંદ્રિય સ્ત્રી. (રસના + ઇન્દ્રિય) જીભ; જિહ્વા રસપ્રદ વિ. (સં.) રસ આપનારું; કાવ્યગત રસનો આસ્વાદ આપનારું રસપ્રિય વિ. (સં.) રસિક Soc રસબસ વિ. રસથી પરિપૂર્ણ રસભંગ પું. (સં.) રસમાં ભંગ પડવો તે; રસક્ષતિ રસભેર ક્રિ.વિ. રસપૂર્વક, હોંશભેર; ઉમંગથી રસમ સ્ત્રી. (અ. રસ્મ) રીત; રિવાજ; ધારો; શિરસ્તો રસમગ્ન વિ. (સં.) રસથી તરબોળ રસમય વિ. (સં.) રસથી પરિપૂર્ણ; રસપૂર્ણ [મણિ રસરાજ પું. (સં.) પારો (૨) શૃંગાર રસ (૩) કવિ શિરોરસવંત વિ. રસવાળું રસવંતી સ્ત્રી. (સં.) હરદળ વનસ્પતિ રસવાહિની સ્ત્રી. (સં.) અન્નના રસને લઈ જનારી નળી (૨) પાણીને લઈ જનારી (ઝાડની નસ) રસવિકાર પું. વૃષણમાં રસ ઊતરવાનો રોગ; ‘હર્નિયા’ રસવું સ.ક્રિ. (સં. રસયતિ, પ્રા. રસઇ) ઢોળ – ઓપ ચડાવવો (૨) સુશોભિત કરવું [ભાવના રસવૃત્તિ સ્ત્રી. (સં.) રસબુદ્ધિ; રસ સમજવાની શક્તિરસશાસ્ત્ર ન. (સં.) રસાયનશાસ્ત્ર (૨) કાવ્યાદિ કલાના રસનું શાસ્ત્ર; રસમીમાંસા રસસિંદૂર ન. પારો અને ગંધક; એક રસાયણ રસળવું અ.ક્રિ. ઢીલ કરવા નકામા આમતેમ ફર્યાં કરવું [ત રસળાજી સ્ત્રી., (-ટ) પું. રસળવું તે; નકામો વખત કાઢવો રસા સ્ત્રી. (સં.) પૃથ્વી; ધરા રસાકશી(-સી) સ્ત્રી. (રસો = દોરડું + કસવું = ખેંચવું) ચડસપૂર્વક ખેંચાખેંચી, ગજગ્રાહ જેવી સ્પર્ધા રસાણિયો છું. જુઓ ‘રસણિયો’ રસાઢ્ય વિ. રસથી ભરેલું; રસપૂર્ણ રસાતલ (સં.) (-ળ) ન. પાંચમું પાતાળ રસાત્મક વિ. (સં.) રસવાળું; રસપૂર્ણ (૨) પ્રવાહી રસાદાર વિ. (રસો + દાર, રસાવાળું; રસદાર રસાનંદ પું. કાવ્યગત રસનો અનુભવાતો આહ્લાદ રસાનુભવ પું. (સં.) કાવ્યગત રસને માણવાની ક્રિયા રસાબોળ ક્રિ.વિ. (સં. રસા = પૃથ્વી + બોળ = બોળવું) પૃથ્વી ડૂબે-રસાતળ જાય તેમ [ રસી રસાભાસ પું. (સં.) કાવ્યમાં અનુચિત વિષય કે સ્થાનને લક્ષીને ઉપજાવેલો રસ Acharya Shri Kailassagarsuri Gyanmandir રસાયણ(-ન) (સં.) ન. ધાતુ, પારા વગેરેની ભસ્મવાળી ઔષધિ (૨) જરા (ઘડપણ) અને વ્યાધિ દૂર કરનાર ઔષધ (૩) રસાયનવિદ્યા રસાયણ(-ન)વિદ્યા સ્ત્રી. ધાતુ, પારો વગેરે મારવાની કે તાંબું વગેરે હલકી ધાતુઓનું સોનું બનાવવાની વિદ્યા (૨) રસાયણશાસ્ત્ર [‘કેમિકલ લૅબોરેટરી’ રસાયણ(-ન)શાલા(-ળા) સ્ત્રી. રસાયણી પ્રયોગશાળા; રસાયણ(-ન)શાસ્ત્ર ન. ભૌતિક પદાર્થોનાં તત્ત્વો તથા તેમનાં પરિવર્તનનાં પરિણામોની ચર્ચા કરતું શાસ્ત્ર; ‘કેમિસ્ટ્રી’ (૨) રસાયનવિદ્યા રસાયણ(-ન)શાસ્ત્રી પું. રસાયણશાસ્ત્રનો જાણકાર રસાયણી(-ની) વિ. રસાયણ સંબંધી (૨) પું. રસાયનશાસ્ત્રી રસાર્દ્ર વિ. (સં.) રસતરબોળ [(૩) વિ. રસવાળું રસાલ પું. (સં.) આંબો (૨) સ્વાદવર્ધક ચીજ કે મસાલો રસાલદાર પું. ઘોડેસવાર ટુકડીનો નાયક; રિસાલદાર; બટાલિયનનો નાયક રસાલો પું. (અ. રિસાલહ) ઘોડેસવાર પલટન (૨) અમલદાર કે શ્રીમંતનાં પરિજન, પરિવાર વગેરે રસાલો હું. નાનો ગ્રંથ; નાનું પુસ્તક રસાવયવ પું. (સં.) રસનાં અંગ; રસનો ભાગ રસાશ્રય પું. (સં.) રસનો આશ્રય રસાશ્રિત વિ. (સં.) રસનો આશરો કરી રહેતું રસાસક્ત વિ. (સં.) રસમાં આસક્તિ કે રાગવાળું રસાસ્વાદ પું. (સં.) રસ ચાખવો તે; રસાનુભૂતિ (૨) કાવ્યગત રસનો અનુભવ [ભરેલું રસાળ(-ળું) વિ. રસવાળું (૨) ફળદ્રુપ (૩) પ્રવાહીથી રસાળ સ્ત્રી. કૂવાના પાણીના માપનો આંક (૨) પું. આંબો; સ્વાદવર્ધક ચીજ કે મસાલો રસિક વિ. (સં.) રસવાળું; રસપૂર્ણ (૨) રસિયું; ભાવુક; રસજ્ઞ (૩) પું. તેવો માણસ રસિકડું વિ. રસિક (લાલિત્યવાચક) રસિકતા સ્ત્રી. રસિક હોવાપણું (૨) રસાસ્વાદ રસિકા સ્ત્રી. રસજ્ઞ કે રસીલી સ્ત્રી (૨) જીભ રસિત વિ. (સં.) ચાખેલું (૨) રસયુક્ત; કાવ્યગત રસવાળું (૩) અવાજ કરતું; ગાજતું (૪) રસેલું; ઢોળવાળું રસિયણ વિ. રસિક સ્ત્રી રસિયું વિ. (સં. રસિક, પ્રા. રસિ) રસે ઊભરાતું; રસ માણવાને ઉત્સુક (૨) રસ અનુભવનારું (૩) ચડસે ચડનારું; ચડસીલું (૪) શોખીન; વિલાસી રસી સ્ત્રી. (સં. રસિકા, ઠે. રસિઆ) પર; તેના જેવું પાણી (૨) રોગનાં જંતુઓની બનાવેલી દવા (જેને સોયવાળી પિચકારી વડે શરીરમાં દાખલ કરે છે.) For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy