SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અશ્મા (૩) એક ઝાડનું નામ [ચમકતો પથ્થર અશ્મા પું. (સં.) પથ્થર (૨) પહાડ (૩) વજ્ર (૪) અશ્મારોહણ ન. વિવાહવિધિનો એક ભાગ (જેમાં કન્યાને પથ્થર ઉપર પગ મુકાવી પાતિવ્રત્યમાં તેના જેવી દૃઢ થવાનું કહેવામાં આવે છે.) (૨) મુશ્કેલીવાળું કામ અશ્રદ્ધા સ્ત્રી. (સં.) અનાસ્થા; અવિશ્વાસ અશ્રવણીય, અશ્રાવ્ય વિ. (સં.) ન સાંભળવા યોગ્ય (૨) ન સાંભળી શકાય એવું; અશ્રાવ્ય ।સતત; અથાક અશ્રાંત વિ. (સં.) થાક્યા વિનાનું; અટક્યા વિનાનું (૨) અશ્રુ પું. (સં.) આંસુ [(૩) અશિક્ષિત અશ્રુત વિ. (સં.) નહીં સાંભળેલું (૨) શાસ્ત્ર નહીં જાણનારું અશ્રુતપૂર્વ વિ. (સં.) પૂર્વે નહિ સાંભળેલું એવું અશ્રુધારા સ્ત્રી. (સં.) આંસુની ધારા અશ્રુપાત પું. આંસુ પાડવાં તે અશ્રુપૂર્ણ વિ. (સં.) આંસુથી ભરેલું અશ્રુબિંદુ ન. (સં.) આંસુનું ટીપું અશ્રુમય વિ. (સં.) અશ્રુપૂર્ણ [વાયુ; ‘ટિયરગૅસ’ અશ્રુવાયુ પું. (સં.) આંખમાં જલન પેદા થાય એવો ગૅસઅશ્લાઘ્ય વિ. (સં.) નિંદ્ય; વખાણવાને અયોગ્ય અશ્લીલ વિ. (સં.) બીભત્સ; શોભા ન આપે એવું (૨) અસભ્ય; ગ્રામ્ય અશ્લેખા(-ષા) (સં.) સ્ત્રી. નવમું નક્ષત્ર અશ્વ પું. (સં.) ઘોડો; તુરગ અશ્વગંધા સ્ત્રી. (સં.) એક વનસ્પતિ; આસંધ [હયગ્રીવ અશ્વગ્રીવ પું. એક રાક્ષસ (૨) વિષ્ણુનો એક અવતાર; અશ્રચર્યા સ્ત્રી. ધોડાની સાર-સંભાળ અશ્વત્થ પું. (સં.) પીપળો અશ્વત્થામા પું. દ્રોણાચાર્યનો પુત્ર [ખાસદાર; રાવત અશ્વપાલ(ક) (સં.) (-ળ) વિ., પું. ઘોડાનું પાલન કરનાર; અશ્વમંત્ર પું. (સં.) જેથી ઘોડો પવનવેગે ચાલે એવો મંત્ર અશ્વમેધ પું. (સં.) એક યજ્ઞ (જેમાં દિગ્વિજય કરી આવેલો ઘોડો હોમવામાં આવતો) અશ્વરક્ષક વિ. (સં.) ઘોડાઓનો રખેવાળ; અશ્વપાલ અશ્વરાજ પું. (સં.) ઇંદ્રનો ઉચ્ચઃશ્રવા નામનો ઘોડો અશ્વવાર પું. (ફા. અસ્વાર -અસ્વાર્ = ઘોડા પર બેસનાર ઉપરથી સંસ્કૃતીકરણ થયું છે.) ઘોડેસવાર અશ્વવિદ્યા સ્ત્રી. ઘોડા પારખવાની, કેળવવાની તથા ચલાવવાની વિદ્યા [બળ; ‘હૉર્સ પાવર’ અશ્વશક્તિ સ્ત્રી. (સં.) અશ્વની શક્તિ-તાકાત (૨) અશ્વઅશ્વશાલા (સં.), (-ળા) સ્ત્રી. ઘોડાનો તબેલો; ઘોડાર અશ્વારૂઢ વિ. (સં.) ઘોડા ઉપર સવાર થયેલું અશ્વારોહણ ન. (સં.) ઘોડા ઉપર સવારી કરવી તે અશ્વિની સ્ત્રી. (સં.) પહેલું નક્ષત્ર (૨) ઘોડી અશ્વિનીકુમાર પું. (સં.) દેવોના બે વૈદ્ય (જોડિયા ભાઈ) ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir | અષ્ટમહાસિદ્ધિ અષા(-સા)ડ પું. જુઓ ‘અસાડ’ અષાઢ પું. (સં.) અષાડ (માસ) અષાઢા સ્ત્રી. (સં.) એક નક્ષત્ર અષો વિ. જુઓ ‘અશો’ અષોઈ સ્ત્રી. જુઓ ‘અશોઈ’[આંકડો કે સંખ્યા; ‘૮' અષ્ટ વિ. (સં.) સાત વત્તા એક; આઠ (૨) પું. આઠનો અષ્ટક ન. (સં.) આઠનો સમુદાય (૨) આઠ શ્લોકોનું બનેલું સ્તોત્ર [બ્રહ્મા અષ્ટકર્ણ પું. (સં.) (ચાર મુખને કારણે આઠ કાનવાળા) અષ્ટકલ્યાણી વિ. આઠ શુભ ચિહ્નો ધરાવતો (યોડો) (ચાર પગ, કપાળ, છાતી, ખાંધ તથા પૂંછડી જેનાં ધોળાં હોય તે) [આઠ ખૂણાવાળું અષ્ટકોણ પું. (સં.) આઠ ખૂણાવાળી આકૃતિ (૨) વિ. અષ્ટગંધ વિ., ન. (સં.) આઠ સુગંધી પદાર્થોનું ચૂર્ણ અષ્ટગુણ પું. બ.વ. (સં.) બ્રાહ્મણોમાં આવશ્યક એવા આઠ ગુણ (દયા, ક્ષમા, અનસૂયા, શૌચ, અનાયાસ, મંગલ, અકાર્પણ્ય અને અસ્પૃહા) [ઓમળીનેઆઠદિશાઓ અષ્ટદિશાસ્ત્રી.બ.વ.(સં.)ચારદિશાઓ અનેચાર ખૂણાઅષ્ટદ્રવ્ય ન. બ.વ. (સં.) યજ્ઞમાં જરૂરી આઠ પદાર્થ (પીપળો, ઊમરો, પીપળ, ખાખરો તથા વડ એ પાંચનું સમિધ તથા તલ, ખીર અને ઘી) અષ્ટધા ક્રિ.વિ. આઠ પ્રકારે અષ્ટધાતુ સ્ત્રી. બ.વ. (સં.) આઠ ધાતુઓ (સોનું, રૂપું, તાંબું, કથીર, પીતળ, સીસું, લોઢું અને પારો) અષ્ટનાયિકા સ્ત્રી. (સં.) આઠ પ્રકારની નાયિકા (સ્વાધીન પતિકા, ખંડિતા, અભિસારિકા, કલહાંતરિતા, વિપ્રલખ્યા, પ્રોષિતભર્તૃકા, વાસકસજ્જા, વિરહોત્કંઠિતા) અષ્ટપ(-પા)દ પું. (સં.) આઠ પગવાળો તે - કરોળિયો અષ્ટપાણિ પું. (સ.) (આઠ હાથવાળા) બ્રહ્મા અષ્ટપૂજાદ્રવ્ય ન. બ.વ. પૂજામાં ઉપયોગી આઠ પદાર્થો (પાણી, દૂધ, ઘી, દહીં, મધ, દર્ભ, ચોખા તથા તલ) અષ્ટપ્રધાન પું. બ.વ. આઠ પ્રકારના મંત્રી (પ્રધાન, અમાત્ય, સચિવ, મંત્રી, ધર્માધ્યક્ષ, ન્યાયશાસ્ત્રી, વૈદ્ય અને સેનાપતિ) અષ્ટભુજા સ્ત્રી. આઠ ભુજાવાળી મહાલક્ષ્મી અષ્ટમ વિ. (સં.) આઠમું (૨) સ્ત્રી. લાગલાગટ આઠ ટંકના ઉપવાસનું વ્રત; અઠ્ઠમ (જૈન) અષ્ટમ-પષ્ટમ ક્રિ.વિ. ગરબડગોટાળા કરીને; આડુંઅવળું અષ્ટમહારોગ પું. બ.વ. આઠ પ્રકારના મોટા વ્યાધિ (વાત, અશ્મરી, કૃચ્છ, મેહ, ઉદર, ભગંદર, અર્શ અને સંગ્રહણી) For Private and Personal Use Only અષ્ટમહાસિદ્ધિ સ્ત્રી.બ.વ. આઠ મહાસિદ્ધિઓ (અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ)
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy