SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મેલ (ગાડી, ટ્રેન) મેલ પું. (ગાડી, ટ્રેન) સ્ત્રી. (ઇં.) ડાકગાડી; ટપાલ લઈને જતી ઝડપી ટ્રેન બેલ પું. (‘મેલું’ ઉપરથી) કચરો, ગંદકી; મેલું તે મેલખાઉ વિ. મેલ ઢાંકી શકે એવી જાતનું મેલગાડી સ્ત્રી. ડાકગાડી; ‘મેલટ્રેન’ મૅલડી સ્ત્રી. (ઇં.) સ્વરમાધુર્ય; સૂરમાધુર્ય મેલડી સ્ત્રી. ચંડાળ ભૂતડી (૨) એક દેવી મેલણ ન. મેલવું (મૂકવું) તે; છુટકારો મેલવાન પું. (ઈં.) ટપાલનો રેલવે ગાડીનો ડબ્બો મેલવું સ.ક્રિ. (સં. મેલ્લતિ, પ્રા. મેલ્લઇ) મૂકવું; રાખવું (૨) મોકલવું (૩) પહોંચાડવું (૪) રહેવા દેવું (૫) છૂટું મૂકવું; જતું કરવું મેલાણ ન. (‘મેલવું’ ઉપરથી) મેળાપ (૨) મુકામ; પડાવ (૩) છાવણી (૪) મુક્ત થવું તે મેલાવવું સ.ક્રિ. ‘મેલવું’નું પ્રેરક મેલાવું અ.ક્રી. ‘મેલવું’નું કર્મણિ મેલાશ સ્ત્રી, મેલાપણું; જરાતરા મેલું હોવું તે [નનામી મેલી સ્ત્રી, (‘મેલી’ ઉપરથી) ઓર; જરાયુ (૨) ઠાઠડી; મેલીવિદ્યા સ્ત્રી. મા૨ણજારણકે ભૂતપલીતવશકરવાનીવિદ્યા મેલું વિ. (સં. મલ+ઇલ્લ, પ્રા. મઇલ્લ, મલિલ્લ) ગંદું (૨) કપટી (૩) ન. મૂળમૂત્રાદિ (૪) ભૂતપ્રેત વગેરે મેલુંદાટ વિ. ખૂબ મેલું [લાકડી મૅલેટ સ્ત્રી. (ઈં.) પોલોની રમતમાં દડી ફટકારવાની મૅલેરિયા પું. (ઇ.) ટાઢિયો તાવ; મલેરિયા મેલો પું. (સં. મેલક, પ્રા. મેલય) મેળાવ sue મેલો પું. મરણના સમાચારનો પત્ર; કાળોતરી; કાડાખડી મેવલો(-લિયો) પું. (મેહુલો પરથી) વરસાદ (૨) મેઘસ્તુતિનું ગીત મેવાડો છું. મેવાડથી આવીને વસેલો (૨) એક રાગ મેવાત પું. (સં. મહીવાસ) મહી નદીના ડાબા કાંઠાનો પ્રદેશ મેવાતી વિ. મેવાતનું મેવાસ પું. મેવાત (મહીવાસ) મહીકાંઠાનો પ્રદેશ મેવાસી વિ. મેવાતી; મહીકાંઠાનું મેવો પું. (ફા.) લીલાં કે સૂકાં ફળ મૅ(-મે)શ સ્ત્રી. (ઇં.) ભોજનાલય; ભોજનખંડ મેશ સ્ત્રી. (સં. મષિ, પ્રા. મસિ) કાજળ; આંજણ મેષ પું. (સં.) ઘેટો (૨) પહેલી રાશિ મેષોન્મેષ પું. (સં.) આંખ પટપટાવવી તે; પલકારો મેસ સ્ત્રી. (સં. મસિ) મેશ; કાજળ મેસ ન. (ઈં.) ભોજનાલય મેસર્સ વિ. (મિસ્ટરનું બ.વ.) માનવંત; સર્વશ્રી મેસર પું. (અ. મડ્સ) એક મીઠાઈ મૅસેજ પું. (ઈં.) સંદેશ મેસોન પું. (ઈં.) પદાર્થના એક પ્રકારનો મૂળ વીજાણુ Acharya Shri Kailassagarsuri Gyanmandir | મૈડ મેસ્મેરિઝમ ન. (ઈં.) પોતાના સંકલ્પબળથી સામાનામાં ઊભી કરાતી નિદ્રા જેવી સ્થિતિ (૨) એ સ્થિતિ ઊભી કરવાની શક્તિ (૩) એ સ્થિતિ, તેના કાયદા વગેરેનું વિજ્ઞાન; પ્રાણવિનિમય મેહ પું. (સં. મેઘ) વરસાદ; વૃષ્ટિ મેહ(-g)લો પું. (સં. મેઘ, પ્રા. મેહ) વરસાદ; મેવલો મેહાર પું. ભેંસનો ગોવાળ મેળ પું. (સં. મેલ) રોજનો આવક-ખરચનો હિસાબ (૨) હિસાબ; લેખું. ઉદા. અત્યારે ત્યાં જવાનો શો મેળ છે? (૩) મળતાપણું; બંધબેસતું હોવું તે (૪) બનાવ; સંપ (૫) એકઠા થવું તે (૬) તજવીજ; ઘાટ (૭) સગવડ; સંજોગ ઉદા. હમણાં મને ત્યાં આવવાનો મેળ નથી. (૮) મિશ્રણ મેળજોળ પું. એકતા; સંપ; ઐક્ય મેળવણ ન. (‘મેળવવું’ પરથી) મિશ્રણ (૨) અખરામણ મેળવણી સ્ત્રી. મેળવવું-ઉમેરવું તે (૨) મેળવવાની ચીજ; ઉમેરણ (૩) સરખામણી મેળવવું સક્રિ. (‘મેળ’ પરથી) એકઠું કરવું; મિશ્ર કરવું (૨) પ્રાપ્ત કરવું (૩) સરખાવી જોવું (૪) આખરવું (૫) વાદ્યને સૂરમાં આણવું - તેના તાર વગેરે બરોબર ગોઠવવા [તે; સમાગમ (૨) સદૂભાવ; બનાવ મેળાપ પું. (સં. મેલ, પ્રા. મેલાવ) મળવું; એકઠા થવું મેળાપી પું. બેઠકઊઠકવાળો માણસ; મિત્ર મેળાવડો પું. જમાવ; ટોળું (૨) સભા; મિજલસ, પરિષદ મેળાવો પું. મેળાવડો (૨) મેળાપ; મુલાકાત મેળે ક્રિ.વિ. જાતે; પોતે (૨) પોતાની રાજીખુશીથી મેળો પું. (સં. મેલ, મેલક, પ્રા. મેલ, મેલ) મેળાપ; બેટો (૨) ઘણાં માસણનું એકઠા થવું તે (ઉત્સવ, યાત્રા, વગેરે નિમિત્તે) [ત્રીજી વિભક્તિનું એકવચન મેં સર્વ. (સં. મયા, પ્રા. મિ, મે બ.વ. અà) ‘હું’નું મેંગ્લોરી વિ. મેંગલોરને લગતું મેંડક છું. દેડકો; મેડક મેંડકી સ્ત્રી. દેડકી મેંઢી સ્ત્રી. ઘેટી; મેઢી મેંઢું ન. (સં. મેંણૂક, પ્રા. મેંઢઅ) ઘેટું; ગાડરું મેંઢો છું. ઘેટો; મેઢો મેંદાલકડી સ્ત્રી. એક ઔષધી મેદિયું વિ., ન. મેંદીના રંગમાં રંગેલું કપડું મેંદી સ્ત્રી. મેદી; હિના; એક વનસ્પતિ મેંદો છું. મેદો; ઘઉંનો બારીક લોટ [મૈત્રક મૈત્રક પું. (સં.) મૈત્રી (૨) (લા.) મિલન (જેમ કે, તારામૈત્રી સ્ત્રી. (સં.) ભાઈબંધી; મિત્રતા; દોસ્તી મૈત્રીકરાર પું. (સં.) મૈત્રીસૂચક કરાર મૈથડ ન. ઊંટોળનું ટોળું For Private and Personal Use Only *
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy