SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભરાડી ભરાડી વિ. (‘ભરાવવું' ઉપરથી) ઊંધાં-ચત્તાં કરનારું; ખેપાની (૨) ચોર; ઉઠાવગીર ભરાણ(-ણી) સ્ત્રી. બાળકને થતો વરાધનો રોગ ભરામણ ન., (-ણી) સ્ત્રી. ભરત ભરવાનું મહેનતાણું ભરાવ પું. ભરાવું - જમા થવું તે; જથો; જમાવ (૨) પૂર્ણતા; ભરપૂરતા (૩) જમેલો ૐ ૐ 3 ભરાવદાર વિ. ભરાવવાનું; હૃષ્ટપુષ્ટ ભરાવવું સક્રિ. ‘ભરવું’ - ‘ભરાવવું'નું પ્રેરક ભરાવું અક્રિ. ‘ભરવું’નું કર્મણિ (૨) સપડાવું; ફસાવું (૩) સંતાવું; લપાવું (૪) તાવ દાખલ થવો; તપવું (શરીર ભરાવું) (૫) થાકથી અડકાવું (ચાલીને પગ ભરાવા) (૬) પકડાવું; ઝલાવું (જાળામાં છડો ભરાવો) (૭) વ્યાપવું; પ્રસ૨વું (મોં ફોલ્લાથી ભરાઈ ગયું.) (૮) પુરાવું; રૂઝ આવવી (ગૂમડું ભરાઈ ગયું.) (૯) પુષ્ટ થવું (ગાલ ભરાવા) (૧૦) પૂરું થવું; અંત આવવો (દિવસ ભરાઈ ચૂક્યો) (૧૧) જામવું; એકઠું થવું (મેળો ભરાવો) ભરાવો પું. ભરાવ; ભરપૂરતા ભરિત વિ. (સં.) ભરેલું (૨) પોષણ પામેલું ભરૂચ ન. (સં. ભૃગુકચ્છ, પ્રા.ભ્રુઅચ્છ) નર્મદા નદીના મુખ આગળ આવેલું શહેર ભરૂંસા(વદાર, પાત્ર) વિ. ભરોસો કરવા લાયક; વિશ્વાસુ ભસો પું. વિશ્વાસ; ખાતરી ભરોસા(દાર, પાત્ર) વિ. જુઓ ‘ભરૂંસાદાર’ ભરોંસો પું. ભરૂંસો; વિશ્વાસ ભર્ગ ન. (સં.) તેજ; ઝળહળાટ ભર્તા, (-ú) પું. (સં.) સ્વામી (૨) પોષણ કરનાર ભત્રી સ્ત્રી, (સં.) પોષણ કરનારી ભર્ત્યના સ્ત્રી. (સં.) નિંદા (૨) ધુત્કાર ભર્યુંપૂર્યું વિ. ભરેલું; પૂરેપૂરું [આબાદ ભર્યુંભાદર્યું વિ. (ભરવું + ભદ્રક, પ્રા. ભદરઅ) સમૃદ્ધ; ભલતું વિ. ગમે તેવું; ઠામઠેકાણા વગરનું (૨) ફાલતુ; અચોક્કસ; અપ્રસ્તુત ભલપણન. ભલાઈ; ભલમનસાઈ [ભારેવજનવક્કરવાળું ભલભલું વિ. કંઈ કંઈ ભલાઈ કે મોટાઈવાળું કે મહત્ત્વનું; ભલમનસાઈ સ્ત્રી. ભલાઈ; સજ્જનતા [ઉદ્ગાર ભલા ઉર્દૂ. ‘ભલાભાઈ’ કે ‘ભાઈલા’ એવાં સંબોધનનો ભલાઈ સ્ત્રી. સારાપણું; સુજનતા (૨) નેકી; સાલસાઈ (૩) ભલા તરીકેની પ્રશંસા ભલાભલી સ્ત્રી. સારાસારી; મૈત્રી વજનવક્કરવાળું ભલાભલું વિ. ભલભલું; કંઈ ભલાઈ કે મોટાઈવાળું; ભારે ભલામણ(-ણી) સ્ત્રી. સિફારસ (૨) સોંપણ; ભાળવણી ભલામણપત્ર પું., ન. ભલામણનો - સિફારસનો કાગળ ભલાશ પું. ભલાઈ; સારાપણું; ભલમનસાઈ ભવોભવ ભલીભૂંડી સ્ત્રી. સારી અથવા ખરાબ વાત; ટીકા કે ચર્ચા ભલીવાર પું., સ્ત્રી. સત્ત્વ; સાર; બરકત (૨) આવડત; હોશિયારી (૩) ગમ [સભ્ય (૪) પ્રામાણિક ભલું વિ. (સં. ભદ્ર, પ્રા. ભલ્લ) સારું (૨) માયાળું (૩) ભલુંબૂરું વિ. સારું-નરસું (૨) યોગ્ય-અયોગ્ય ભલે ઉર્દૂ. ઠીક; સારું; અસ્તુ ભલેરું વિ. ભલું; સારું ભલ્લ પું.,ન. (સં.) એક જાતનું અર્ધચંદ્રાકાર બાણ (૨) શિવ (૩) ભિલાળોનો છોડ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભલ્લુ(-ફ્લૂ)ક હું., ન. (સં.) રીંછ [મહાદેવ; શિવ ભવ પું. (સં.) સંસાર (૨) જન્મ (૩) જન્મારો (૪) ભવચક્ર ન. સંસારરૂપી ચક્ર; જન્મમરણનું સાતત્ય [સાગર ભવજલ(-ળ)ધિ ન.,પું. (સં.) ભવસાગર; સંસારરૂપી ભવતરણ ન. (સં.) ફરીથી જન્મ થવામાંથી બચી જવું ભવતારણ વિ. (સં.) સંસારમાંથી તારનાર (ઈશ્વર) ભવતી સ્ત્રી. (સં.) આપ; તમે; સુશ્રી સ્થળ ભવદીય વિ. (સં.) આપનું; ‘યોર્સ’ (૨) આપને લગતું ભવન ન. (સં.) રહેઠાણ; મકાન (૨) અસ્તિત્વ-સ્મારક [ક્રિયા ભવભટકણ ન. (સં.) સંસારમાં વારંવાર જન્મવા-મરવાની ભવભટકણ વિ. જન્મમરણના ફેરાં ફર્યા કરનારું ભવભૂતિ પું. (સં.) સંસ્કૃત ભાષાના એક કવિ ભવરણ ન. (સં.) સંસારૂપી યુદ્ધભૂમિ ભવરસ ન. (સં.) ભવરૂપી રસ [આ સંસાર ભવસાગર, ભવસિંધુ પું. સંસારરૂપી સમુદ્ર; સાગર જેવો ભવાઈ સ્ત્રી. (સં. ભ્રૂકુંસ સ્ત્રીવેશધારી નટ એટલે ભવાઇયો અને એ ભાવ - ભાવના - ભાવે તે ભવાઈ) ભપકો કે સજાવટવાળી ભજવવાની વિશિષ્ટ રચના; એક લોકનાટ્ય (૨) ફજેતી; ભવાડો ભવાટવિ(-વી) સ્ત્રી. (સં.) સંસારરૂપી વન ભવાડવું સ.ક્રિ. શોભી ઊઠે તેમ કરવું; દીપાવવું ભવાડો પું. (‘ભવાડવું’ દ્વારા) ફજેતો; નામોશી ભવાની સ્ત્રી. (સં.) ભવ (રુદ્ર)નાં પત્ની; પાર્વતી [ભાવિ ભવિતવ્ય વિ. (સં.) ભવિષ્યમાં થનારું (૨) ન. ભવિષ્ય; ભવિતવ્યતા સ્ત્રી. (સં.) નસીબ; ભાગ્ય ભવિષ્ય વિ. (સં.) આવતા કાળનું ભવિષ્ય ન. નસીબ (૨) દોલત; વારસો (૩) ભવિષ્યકાળ ભવિષ્યકાલ (સં.) (-ળ) પું. આવનાર સમય (૨) ક્રિયાપદનો એક કાળ For Private and Personal Use Only - ભવિષ્યકૃદંત ન. ભવિષ્યકાળસૂચક કૃદંત ભવિષ્યવાણી સ્ત્રી. ભવિષ્ય ભાખતી વાણી; વરતારો ભવિષ્યવેત્તા પું. ભવિષ્ય જાણનાર; જ્યોતિષી [ભૃકુટિ ભવુંન. (સં. ભ્રમુખ, અપ. ભઉહ, ભમુહ, ભુમુહ) ભમ્મર; ભવોભવ ક્રિ.વિ. ભવેભવ; દરેક જન્મમાં
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy