SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બિંબ] બિંબ ન. (સં.) પ્રતિબિંબ પડે તેવો કોઈ પણ ઘન આકાર (૨) સૂર્યચંદ્રનું મંડળ (૩) ચિલોડું (૪) છાયા; પ્રતિમા; કલ્પન (૫) ચંદો; ‘ડિસ્ક’ બિંબવાદ પું. કલ્પનાવાદ; ‘ઇમેઝિઝમ’ [આકાર બિંબાકાર વિ. (બિંબ+ આકાર) ગોળ (૨) પુ. ગોળ બિંબાકૃતિ સ્ત્રી. (સં.) જુઓ ‘બિંબાકાર’ બિંબિત વિ. (સં.) જેનું બિંબ પડ્યું હોય તેવું [ોઠ બિંબો(-બૌ)ષ્ઠ પું. (સં.) બિંબ-પાકા ચિલોડા જેવો સુંદર બી ન. (સં. બીજ, પ્રા. બીઅ) બિયું; બીજ (૨) વીર્ય; શુક્ર (૩) મૂળ; મૂળ કારણ [એ, એય બી સંયો. (સં. અપિચ, પ્રા. અવિઅ-વિઅ) પણ, ય, બી.આર્ક. વિ. (ઇં, બૅચલર ઑફ આર્કિટેક્ચરનું ટૂંકાક્ષરી) ૫૮૪ યુનિવર્સિટી સ્થપતિ વિદ્યાશાખાનું સ્નાતક બી.ઈ સ્ત્રી. (ઇં. બૅચલર ઓફ એન્જિનિયરિંગની ટૂંકાક્ષરી) યુનિવર્સિટીની ઇજનેરી વિદ્યાશાખાની સ્નાતક કક્ષાની એક પદવી કે તે માટેની પરીક્ષા (૨) પું. તે પદવી ધરાવનાર બી.એ. સ્ત્રી. (ઈં. બૅચલર ઑફ આર્ટ્સની ટૂંકાક્ષરી યુનિ.ની વિનયનની સ્નાતકક્ષાની એક પદવી કે તે માટેની પરીક્ષા (૨) તે પદવી ધારણ કરનારો બી.એજી. સ્ત્રી. (ઇં. બૅચલર ઑફ એગ્રિકલ્ચરની ટૂંકાક્ષરી) યુનિવર્સિટીની કૃષિવિદ્યાની સ્નાતક કક્ષાની એક પદવી કે તેની પરીક્ષા (૨) પું. તે પદવીવાળો બી.ઍડ વિ. (ઇં. બૅચરલ ઑફ એજ્યુકેશનની ટૂંકાક્ષરી) યુનિવર્સિટીની શિક્ષણ શાખાનો સ્નાતક બી.એસસી સ્ત્રી. (ઈં. બૅચલર ઓફ સાયન્સની ટૂંકાક્ષરી) યુનિવર્સિટીની વિજ્ઞાનની સ્નાતક કક્ષાની એક પદવી કે તે માટેની પરીક્ષા (૨) પું. તે પદવીવાળો બીક સ્ત્રી. (‘બીવું’ ઉપરથી) ભય; ડર; ધાસ્તી બીકણ, (-ણું) વિ. બી જાય તેવું; ડરપોક બી.કોમ સ્ત્રી. (ઈં. બૅચલર ઓફ કોમર્સની ટૂંકાક્ષરી) યુનિવર્સિટીની વાણિજ્યની સ્નાતક કક્ષાની પદવી કે તેની પરીક્ષા (૨) પું. તે પદવીવાળો બીચ ના. (દે. વિચ્ચ) વચ્ચે બીચ પું. (ઇ.) દરિયાકિનારો બીચકવું સ.ક્રિ. વણસવું; વંઠવું; વચકવું [દુઃખી બીચારું વિ. (ફા.) બિચારું; ઉપાય વિનાનું (૨) લાચાર; બીછ(-)વા પું.બ.વ. સ્ત્રીઓનું પગના અંગૂઠાનું એક ઘરેણું [બીજી તિથિ (૨) સુદ બીજનો ચંદ્ર બીજ સ્ત્રી. (સં. દ્વિતીયા, પ્રા. બિઇઆ) પડવા પછીનીબીજ ન. (સં.) બી; બિયું (૨) મનુષ્યદેહનું બીજ - વીર્યનું બિંદુ (૩) ઓલાદ (૪) વર્ણ; અક્ષર (૫) બીજમંત્ર (૬) સમીકરણનું મૂળ, ‘રૂટ’ (ગ.) (૭) નાટકમાં કે કથાના વસ્તુનું મૂળ |બીફાર્મ બીજક ન. ભરતિયું; ‘બિલ’ (૨) કબરીનો એક તત્ત્વગ્રંથ (૩) કોશકેન્દ્ર; ‘ન્યુક્લિયસ’ [કોથળી બીજકોશ(૫) પું. (સં.) બીજનો અણુ (૨) બીજની બીજગણિત ન. અક્ષરગણિત, ‘ઍજિબ્રા’ બીજપત્ર નં. બીજ ઉપરનું પાતળું પડ બીજભૂમિતિ સ્ત્રી. (સં.) વર્ણાક્ષરોની મદદથી માપન વિદ્યાનું ગણિત; ‘ઍનૅલિટિકલ જયોમેટ્રી’ બીજમંત્ર પું. (સં.) ગૂઢ મંત્ર, જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજમાર્ગ પું. વામમાર્ગનો એક ભેદ બીજમાર્ગી વિ. બીજમાર્ગનું અનુયાયી (૨) બીજમાર્ગને લગતું; કાંચળિયાપંથી [પ્રાણરસ બીજરસ પું. (સં.) બીની અંદરનો પ્રવાહી પદાર્થ; બીજરૂપ વિ. (સં.) બીજ જેવું; ‘બી’ના સ્વરૂપમાં રહેલું બીજલ વિ. બીવાળું (૨) તલવાર બીજવર પું. પત્ની મરણ પામતાં કે તેને છૂટાછેડા આપતાંલેતાં બીજી પત્ની કરનાર પતિ બીજાણુ પું. બીજનો સૂક્ષ્મ અંશ-અણુ; ‘સ્પોર’ બીજાશય ન. (સં.) બીજોનો આશય કે સ્થાન; (૨) ગર્ભાશય ‘ઓવરી’ બીજાંકુર પું. (સં.) બીજમાંથી ફૂટેલો ફણગો; કોંટો બીજું વિ. (સં. દ્વિતીય, બિઇજ્જઅ) દ્વિતીય; ‘સૅકન્ડ’ (૨) જુદી જાતનું (૩) ક્રિ.વિ. વળી; વધારામાં બીટ ન. છાણ (૨) પક્ષીની અધાર (૩) એક કંદ બીટન. (ઇં.) કર્મચારીનું કાર્યક્ષેત્ર-વિસ્તાર-વિભાગ [વારો બીટ સ્ત્રી, પાનાં-પત્તાં આપવા તે (૨) પત્તામાં ચીપવાનો બીડ ન. ઘાસની જમીન; ચરો; ચરિયાણ જમીન બીડ ન. કાચું ભરતનું લોઢું-લોખંડ [કરવું બીડવું સ.ક્રિ. બંધ કરવું (૨) પરબીડિયામાં મૂકી તે બંધ બીડી સ્ત્રી. (સં. વીટા, પ્રા. વીડિઆ) પાનબીડી (૨) તમાકુની બીડી બીડું ન. (સં. વીટા, પ્રા. વીડિઆ) મોટી પાનબીડી બીડો છું. કાગળો નાખેલું મોટું ૫૨બીડિયું બીધું (સં. ભીત, પ્રા. બીહ) ‘બીવું'નું ભૂતકાળ; બીન્યુ (૨) વિ. બીધેલું; ડરેલું [પામેલું બીધેલ(-લું) વિ. (‘બીધું’ ઉપરથી) ડરેલું; બીનેલું; ભય બીન ન., સ્ત્રી. (સં. વીણા) એક વાઘ; વીણા બીનકાર પું. બીન વગાડનાર ઉસ્તાદ બીનવું અક્રિ. બીવું; ડરવું બીના સ્ત્રી. બિના; હકીકત બીનેલ(-લું) વિ. ડરેલું; બીધેલું બી.ફાર્મ વિ. (ઈં. બૅચલર ઓફ ફાર્મસીની ટૂંકાક્ષરી) દવા બનાવવાની યુનિવર્સિટી શાખાનું સ્નાતક બીબાંગર પું. બીબાં પાડનાર; બીબાંપાડ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy