SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બલિયો બલિયો પું. બળદ બલિવર્દ પું. (સં.) બળદ [જવું તે બલિષ્ઠ વિ. (સં.) સૌથી બળવાન બલિહારી સ્ત્રી. (હિ.) ખૂબી (૨) વાહવાહ (૩) વારી બલીયસી વિ., સ્ત્રી. (સં.) વધારે બળવાન (સ્ત્રી) બલીવર્દ પું. (સં.) બલિવર્દ; બળદ [રહેવાસી બલૂચ(-ચી) વિ. (તુર્કી) બલૂચિસ્તાનનું (૨) પું. ત્યાંનો બલૂચિસ્તાન ન. (ફા.) સિંધ અને અફઘાનિસ્તાન પાસેનો ૫૭૨ (અત્યારે પાકિસ્તાનમાંનો) એક મુલક બલૂન ન. (ઈં.) આકાશમાં વાયુથી ઊડતું એક વિમાન (૨) ગુબ્બારો; હવા ભરેલો ફુગ્ગો બલૈ(-લો, -લૈ)યું ન. (સં. વલયક) પહોળી ચૂડી; વલય બલોત્કટ વિ. (સં.) બલિષ્ઠ બલોત્પાદક વિ. (સં.) બળ-શક્તિ ઉત્પન્ન કરનારું બલોત્પાદન ન. (યાંત્રિક) શક્તિ ઉત્પન્ન કરવાની ક્રિયા બલોન્મત્ત વિ. (સં.) શક્તિને લીધે ખૂબ છકી ગયેલું બલ્કે સંયો. (ફા.) બલકે; ભલે; એટલું જ નહિ પણ બલ્બ પું. (ઈં.) વીજળીની બત્તીનો ગોળો બલ્ય વિ. (સં.) બળવાન; વીર્યવાન (૨) બળપ્રદ બલ્લમ યું. ભાલો; બરછી (૨) છડી બવાડું ન. નવી ખેડાયેલી જમીનનું બીજું વર્ષ બવારું વિ. બે વખત લેવામાં આવેલું (પાક વગેરે) બવાસીર ન. (અ.) મસાને લગતો રોગ; હરસ બવો પું. બાઉવો; લાડવો (બાળભાષામાં) બશેર વિ. (બ + શેર) બે શેર (૯૦૦ ગ્રામ) વજનનું બશેરી સ્ત્રી. (-રો) પું. બશેર વજનનું કાટલું કે તેટલું વજન બસ ક્રિ.વિ. (ફા.) થયું; પૂરતું (૨) ભાર-નિશ્ચય જણાવતો શબ્દ [ગાડી બસ સ્ત્રી. (ઈં.) એક વાહન - મોટરનો ખટારો; મોટર બસડેપો હું. બસ ઊભી રહેવાનું મુખ્ય મથક બસથોભો પું. ઉતા બસ ઊભી રાખવાનું મથક બસસ્ટૉપ પું. (ઈં.) જુઓ ‘બસથોભો’ બસૂરું વિ. બેસૂરું; ગાવામાં સ્વરની વ્યવસ્થા ન હોય એવું (૨) બગડી ગયેલા કંઠવાળું બસે, (-સો) પું. (સં. દ્વિશત, પ્રા. બિસઅ) બસોનો આંકડો કે સંખ્યા; ‘૨૦૦’ [કે ચિત્ર; અર્ધમૂર્તિ બસ્ટ ન. (ઈં.) શરીરનો કમર ઉપરના ભાગની પ્રતિમા બસ્તિ સ્ત્રી. (સં.) નાભિની નીચેનો ભાગ; પેડુ (૨) મૂત્રાશય (૩) ગુદા વાટે પાણી ચડાવવાની ક્રિયા કે તેની પિચકારી [કાગળો વગેરે બાંધવાનું કપડું બસ્તો પું. ગાંસડી (૨) ગૂણ; કોથળો (૩) દફ્તર કે બહલાવવું સક્રિ. મજબૂત કરવું; ખોલવવું (૨) ફેલાવવું; વિસ્તારવું (૩) આનંદિત કરવું બહસ સ્ત્રી. (અ.) ચર્ચા, વાદવિવાદ (૨) તકરાર [બહિત બહાઈ પું. (ફા.) ઈરાનનો એક ધર્મ-સંપ્રદાય [કેન્દ્ર બહાઈસેન્ટર ન. બહાઈ ધર્મના અનુયાયીઓને મળવાનું બહાઉ પું. (બાળકોને બિવડાવવા માટે) હાઉ; બાઘડો બહાદુર વિ. (ફા.) શૂરવીર; હિંમતવાન બહાદુરી સ્ત્રી. પરાક્રમ; વીરતા, શૌર્ય બહાનું ન. (ફા. બાન) મિષ; ખોટું કારણ; નિમિત્ત બહાર પું., સ્ત્રી. (ફા.) ભભકો; શોભા (૨) આનંદ (૩) વસંતઋતુ; તેનો રંગભર્યો ઉન્માદક સમય (૪) સુગંધ; સૌરભ [બહારના સ્થળે બહાર ક્રિ.વિ. (સં. બહિર્, પ્રા. બહિર્) અંદર નહિ; બહારગામ ન. પોતાના ગામની બહારનું-દૂરનું કે નજીકનું Acharya Shri Kailassagarsuri Gyanmandir ગામ બહારવટિયો પું. (સં. બિહર્ + વાટ + ઇયો) રાજાથી નારાજ થઈ તેને સતાવવા કાયદા તોડનારી કે પ્રજાને રંજાડવા નીકળેલી વ્યક્તિ (૨) બહાર રહી લૂંટફાટ કરાનારો; લૂંટારો બહારવટું ન. બહારવટિયાનું કામ બહારવું સ.ક્રિ. (દે. બઉહારી, બહુઆરી = સાવરણી) ઝાડુ કાઢવું; વાસીંદું વાળવું બહાા ક્રિ.વિ. (ફા.) મંજૂર; કાયમ રખાય એમ બહાલી સ્ત્રી. મંજૂરી; સ્વીકૃતિ (૨) કાયમ રાખવું તે બહિર્ પૂર્વ. (સં.) ‘બહાર' અર્થનો પૂર્વગ, ઉદા. બહિર્ગોળ બહિરંગ વિ. (સં.) બહારનું; અંતરંગ નહિ તેવું (૨) ન. કોઈ પણ વિધિનો પ્રારંભનો ભાગ (૩) બહારનો અવયવ; બહારનું સ્વરૂપ બહિરંતર વિ. (સં.) બહારનું તેમ જ અંદરનું બહિરંતર ન. બહારનું દૂરપણું-છેટાપણું બહિરિન્દ્રિય સ્ત્રી. (સં.) બહારની (પાંચ) ઇન્દ્રિય બહિર્ગત વિ. (સં.) બહાર ગયેલું; બહાર રહેલું બહિર્ગમન ન. બહાર જવું તે (૨) બે કે તેથી વધુ પાત્રોનું રંગમંચ પરથી જતા રહેવું તે બહિર્ગામી વિ. (સં.) બહાર જનારું બહિર્ગોળ વિ. બહાર પડતી ગોળ સપાટીવાળું; ‘કૉન્વેક્સ’ બહિર્જગત ન. (સં.) બહારની દુનિયા બહિર્જીવન ન. વ્યાવહારિક જીવન બહિર્દષ્ટિ સ્ત્રી. (સં.) બાહ્ય દૃષ્ટિ; વ્યાવહારિક નજર બહિર્મતદાર પું. (સં.) ચૂંટણીના પ્રદેશનાં હદ બહાર રહેતો એવો મતદાર; ‘આઉટ વૉટર' [વિષયોમાંઆસક્ત બહિર્મુખ વિ. (સં.) વિમુખ; પરાર્મુખ (૨) બાહ્ય બહિર્તી વિ. બહારની બાજુનું બહિર્વિકાર પું. (સં.) ચામડી ઉપરનો રોગ બહિષ્કૃત્ત ન. બહારથી ગોળ વર્તુળ બહિષ્કૃત્તિ સ્ત્રી. (સં.) બહારનું વલણ (૨) બાહ્ય દેખાવ બહિત ન. (ફા.) જન્નત; સ્વર્ગ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy