SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બફરસ્ટૉક બફરસ્ટૉક પું. (ઈં.) ખૂટી પડવાના સંજોગોમાં કામ લાગે તેવો અનાજ વગેરેને સાચવી રાખેલો જથ્થો બફલર પું. (ઈં.) બદામી રંગ બફલેધર ન. (ઈં.) બદામી રંગનું ચામડું બફાટ પું. બફાવું તે; બફારો (૨) બાફવું કે બોલી બગાડવું તે (૩) રોષથી ઉચ્ચારેલા શબ્દ [અથાણું બફાણું ન. કોઈ પણ બાફેલી વસ્તુ (૨) બાફેલી કેરીનું બફારો પું. (‘બાફ’ ઉપરથી) ઘામ; બાફ (૨) વરાળ (૩) ઉકળાટ 460 બફાવવું સક્રિ. ‘બાફવું’નું પ્રેરક બફાવું અ.ક્રિ. ‘બાફવું'નું કર્મણિ (૨) ઘામથી અકળાવું બબડ સ્ત્રી. બડબડાટ; બબડવું તે [લવારો ક૨વો બબડવું અ.ક્રિ. બડબડવું (૨) અણગમાને કારણે ગમે તેવો બબડાટ પું. બડબડાટ બબડાટિયું વિ. બડબડાટ કરનારું [ગોરાનો) બબરચી પું. (ફા. બાવર્ચી) રસોઈયો (મુસલમાન કે બબરચીખાનું ન. બબરચીનું રસોડું (૨) ગંદકી; ગંદવાડો બબાલ સ્ત્રી. ટંટો; વબાલ બબૂચક વિ. મૂર્ખ; બેવકૂફ (૨) ઢંગધડા વિનાનું બબૂલ પું. બ.પળ બબ્બે વિ. બે બે બલ્યુ વિ. (સં.) ભૂખરા પિંગળા રંગનું (૨) પું. નોળિયો બમ ઉર્દૂ. (સં. બ્રહ્મન્, પ્રા. બમ્સ, બંભ) ઠસોઠસ ભરાયેલું હોવાનો અવાજ (‘સજડ’ની પછી વપરાય છે : સજ્જડ બમ કર્યું છે.) [ભોળા બમ ઉદ્. મહાદેવને સંબોધનરૂપે કરાતો અવાજ - બમ બમણવું અ.ક્રિ. પાંખોનો ફરફરાટ થવો (૨) તેવી રીતે આજુબાજુ ઊડ્યા કરવું-ભમવું (માખનું) બમણાટ પું. બમણવું તે [બેવડા માપનું બમણું વિ. (સં. દ્વિગુણક, પ્રા. બિઉણઅ) બેગણું (૨) બમાસી સ્ત્રી. દાંતનું ચોકઠું; ‘ડેન્ચર’ બમ્પ પું. (ઈં.) રસ્તો ઓળંગવાના સ્થળે જરા ઊંચો-આડો બાંધો; ગતિરોધક; ‘સ્પીડબ્રેકર’ બમ્પર પું. (ઈં.) (વાહનમાં) ગતિ-અવરોધક; ટક્કરરોધક (સળિયો) (૨) ક્રિકેટની રમતમાં ઊછળતા અને ઝડપી દડા ફેંકનાર બૉલર (૩) વિ. મબલક; અસાધારણ બમ્પરન્ત્રો પું. (ઈં.) ફાળવણી પદ્ધતિ; જંગી ઈનામ માટેની નિર્ણય પદ્ધતિ બયાન ન. (અ.) વર્ણન; વિગતવાર હેવાલ; ધ્યાન બર પું. ગુણ; જાત બર ક્રિ.વિ. સફળતા મળે એમ બર પૂર્વ. વિરુદ્ધ; ઊલટું બરક છું. (ફા.) ઊંટના વાળ |બરસાત બરકત સ્ત્રી. (અ.) ફાયદો; લાભ (૨) ફતેહ; સિદ્ધિ (૩) ભરપૂરતા; પુષ્કળતા (૪) સમૃદ્ધિ બરકતદાર વિ. બરકતવાળું બરકમદાર પું. જેલનો ઉપી; જેલ૨ [સ્થિર બરકરાર વિ. (અ.,ફા.) બહાલ; કાયમ; દૃઢ; અચળ; બરકવું સક્રિ. (સં. બુ) બૂમ પાડીને બોલાવવું; હાકલવું બરકંદાજ પું. (ફા.) ઝડપથી બંદૂક કે શસ્ત્ર ચાલવનારો યોદ્ધો; બંદૂકચી (૨) ઘોડેસવાર રક્ષક (૩) જેલર બરકો પું. (બરકવું પરથી) બૂમ; ઘાટો (૨) જાકારો બરખા સ્ત્રી. (હિં.) વરસાદ; વર્ષા Acharya Shri Kailassagarsuri Gyanmandir બરખાસ્ત વિ. (ફા.) વિસર્જિત, ખલાસ; વીખરાયેલ બરછટ વિ. ખરબચડું (૨) હલકું (અનાજ) બરછી સ્ત્રી. ભાલા જેવું એક હથિયાર બરછી ફેંક સ્ત્રી. લાંબી, પાતળી બરછીને શકય તેટલી દૂર ફેંકવાની એક ઍથ્લેટિક સ્પર્ધા, ‘જૅવેલિન-થ્રો’ બરછો પું. ભાલો (૨) ઊભો સીધો સાંઠો (૩) તેવી કોઈ પણ વસ્તુ બરજોરી સ્ત્રી. જબરજસ્તી; જોરાવરી બરડ વિ. (સં. ભિદુર) ઝટ ભાંગી જાય તેવું; બટકણું બરડબોલું વિ. બટકબોલું; સાફસાફ કહી દેનારું (૨) તોછડું બરડવું ન. મિજાગરું (૨) કાંડાનો સાંધો બરહું વિ. ખૂંધવાળું બરડો છું. પીઠ કે વાંસો બરણી સ્ત્રી. એક જાતનું પાત્ર (મોટે ભાગે નળાકાર) બરતન ન. (હિં.) વાસણ; પાત્ર બરતરફ વિ. (ફા.) કાઢી મૂકેલું (નોકરીમાંથી); ‘ડિસમિસ્ડ’ બરતરફી સ્ત્રી. નોકરીમાંથી રુખસદ મળવી તે બરદાશ(-સ) સ્ત્રી. (ફા. બરદાશ્ત) સંભાળ; તજવીજ; ચાકરી (૨) મહેમાનગીરી; પરોણાગત બરદાશી(-સી) સ્ત્રી. બરદાસ-ચાકરી કરનાર; ‘નર્સ’ બરદાસ્ત સ્ત્રી. બરદાશ; સંભાળ; ચાકરી; તજવીજ બરફ પું. (ફા. બર્ક) હિમ; જામી ગયેલું કે કરાયેલું ઘનરૂપ પાણી બરફગાડી સ્ત્રી. (અ.) બરફ પર ચાલે એવી ખાસ પ્રકારની ગાડી; ‘સ્લેજ' બરફપેટી સ્ત્રી. (અ.) બરફ રાખવા માટેની ખાસ પેટી; ‘આઇસ-બૉક્સ’ [એક મીઠાઈ બરફી સ્ત્રી. (ફા. બર્ફ) બરફના દેખાવની દૂધના માવાની બરફીચૂરમું ન. ચોસલાં પડાય એવું ઠારેલું ચૂરમું બરબડિયું વિ. બડબડિયું (૨) ન. બડબડાટ (૩) પરપોટો બરબાદ વિ. (ફા.) રદ; નકામું (૨) પાયમાલ; નષ્ટ બરબાદી સ્ત્રી. (ફા.) પાયમાલી (૨) નકામો વ્યય બરમૂછું વિ. બડમૂળું; મૂછ વિનાનું બરસાત સ્ત્રી. (હિં.) વર્ષા; વરસાદ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy